Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે વર્ષ 2008માં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચુકાદાને ટાંકી આપ્યો આદેશ

એનડીપીએસ એક્ટ એટલે કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સ એક્ટનો કેસ કરવો એટલી જટિલ પ્રક્રિયા છે જે પોલીસ પણ આ કેસ કરતા પૂર્વે દસ વાર વિચારતી હોય છે. કાયદાની જટિલ પ્રક્રિયા તંત્ર માટે માથાના દુખાવા સમાન છે. રેઇડ સમયે પંચની હાજરી, પંચનામું, જથ્થાની માત્રા સહિતની બાબતો અતિ ગૂંચવણ ભરેલી હોય છે. તેમાં પણ જપ્ત કરાયેલો જથ્થો નાનો છે કે પછી વ્યાપારીક તે નક્કી કરવું તંત્ર માટે સૌથી મોટો પડકાર હોય છે. એનડીપીએસ એક્ટમાં ચોક્કસ તમામ સંજોગો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે પરંતુ જમીની સ્તરે ખરેખર અર્થઘટન કરવું અતિ મુશ્કેલ હોય છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે.

ડ્રગ્સના જથ્થાને ’વ્યક્તિગત સેવન’ અથવા ’વ્યાપારીક જથ્થા’ તરીકે ગણતા પૂર્વે જપ્ત કરાયેલા પદાર્થની માત્રાને ધ્યાને લેવી અતિઆવશ્યક છે તેવું ફરી એકવાર સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે. અગાઉ વર્ષ 2008માં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે થયેલી અપીલમાં પણ સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી અને હવે ફરીવાર સુપ્રીમે તેના શબ્દો દોહરાવ્યા છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે, નાની અને વ્યાપારી માત્રા નક્કી કરતી વખતે પદાર્થની માત્રાને બાકાત રાખવી જોઈએ નહીં અને વાંધાજનક ડ્રગ્સના વજન દ્વારા વાસ્તવિક સામગ્રી સાથે ધ્યાનમાં લેવી જોઈએ.અગાઉ સુપ્રીમ કોર્ટે વર્ષ 2008માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામેની અપીલ પર વિચારણા કરી રહી હતી જેમાં તેણે માઈકલ રાજ વિ. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો – (2008) 5 એસસીસી 161માં સુપ્રીમ કોર્ટના અભિપ્રાયને અનુસર્યો હતો.

સુપ્રીમ કોર્ટનો આ કેસમાં અભિપ્રાય હતો કે માદક દ્રવ્યો અથવા સાયકોટ્રોપિક પદાર્થની નાની માત્રા અથવા વ્યાપારી માત્રા નક્કી કરતી વખતે એક અથવા વધુ તટસ્થ પદાર્થ(ઓ) સાથે નાર્કોટિક ડ્રગ્સ અથવા સાયકોટ્રોપિક પદાર્થોનું મિશ્રણ, ન્યુટ્રલ પદાર્થ જથ્થાને ધ્યાનમાં લેવી જોઈએ નહીં અને વાંધાજનક માદક દ્રવ્યના વજનના આધારે વાસ્તવિક સામગ્રી નક્કી કરવી જોઈએ, જે તે નિર્ધારિત કરવાના હેતુ માટે સંબંધિત છે કે તે ઓછી માત્રામાં છે કે વ્યાપારી જથ્થો છે.નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 ની કલમ 21 મુજબ ’જથ્થા’ના આધારે કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા માટે સજા સૂચવે છે. એકટમાં જણાવવામાં આવ્યું છે કે,

એક્ટની પેટા સેક્શન ’એ’ માં જણાવાયું છે કે, જ્યાં ઓછી માત્રાનો સમાવેશ થાય છે, જેમાં એક વર્ષ સુધીની સખત કેદની સજા અથવા દસ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથેની જોગવાઈ છે. ’બી’માં જણાવાયું છે કે, જ્યાં ઉલ્લંઘનમાં એવા જથ્થાનો સમાવેશ થાય છે જે વ્યાપારી જથ્થા કરતાં ઓછી હોય પરંતુ ઓછા જથ્થા કરતાં વધુ હોય, જેમાં દસ વર્ષ સુધીની સખ્ત કેદની સજા અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ’સી’માં જણાવાયું છે કે, જ્યાં ઉલ્લંઘનમાં વાણિજ્યિક જથ્થાનો સમાવેશ થાય છે, તે મુદત માટે સખત કેદની સજા કે જે દસ વર્ષથી ઓછી ન હોય પરંતુ જે વીસ વર્ષ સુધી લંબાવી શકે અને તે દંડને પણ પાત્ર હશે જે એક લાખ રૂપિયાથી ઓછો નહીં હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.