Abtak Media Google News

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે તૃણમુલ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામ ખાતેથી ચૂંટણી લડશે. આ વખતે મમતા બેનર્જીએ ભવાનીપુરની જગ્યાએ નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.

વિગતો મુજબ આગામી ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ 291 બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. ત્રણ બેઠકો ટીએમસીએ પોતાના સહયોગીઓ માટે છોડી દીધી છે. ટીએમસી દ્વારા ક્રિકેટર મનોજ તિવારીને ચૂંટણી લડાવવામાં આવશે. આ ઉપરાંત સવનદેવ ચટોપાધ્યાય પણ ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે, તૃણમુલ કોંગ્રેસે આ ચૂંટણી માટે કુલ 50 મહિલાને ટિકિટ આપી છે. આ ઉપરાંત કેટલાંક સેલીબ્રીટી ઉમેદવારો પણ ચૂંટણીમાં જોવા મળશે. ટીએમસી દ્વારા દાર્ઝીલીંગમાં 3 બેઠકો સહયોગી દળ માટે છોડી દેવામાં આવી છે. આ વિધાનસભા ચૂંટણી માત્ર તૃણમુલ કોંગ્રેસ જ નહીં પરંતુ ભારતીય જનતા પક્ષનું ભવિષ્ય પણ પં.બંગાળમાં નક્કી કરશે. ભાજપે આ ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.