Abtak Media Google News

પશ્ર્ચિમ રેલવેના મહાપ્રબંધક એ.કે.ગુપ્તાએ રાજકોટ મંડળ પર વિરમગામ- રાજકોટ રેલખંડનું વાર્ષિક નીરીક્ષણ કર્યુ હતું. શ્રી ગુપ્તાએ વનીરોડ, સુરેન્દ્રનગર, ચમારજ તથા વાંકાનેર સ્ટેશનો ખાતે ઉપલબ્ધ પ્રવાસી સુવિધાઓની મુલાકાત લીધી. તેમના નિરીક્ષણ દરમિયાનતેમને સુરેન્દ્રનગરમાં રેલવે કોલોની સ્ટેશન બીલ્ડીંગ પર કરવામાં આવેલા કલાત્મક પેઇન્ટીંગ, આર.આર.આઇ. (રુટ રિલે ઇટરલોકિગ) આર.પી.એફ બેરક, ગાર્ડન, રનિંગ રુમ, ગુડસશેડ, યાર્ડ હેલ્થ યુનિટ, તાજેતરમાં જ નવીનીકૃત અધિકારી વિશ્રામ ગૃહ, સબઓર્ડિનેટ રેસ્ટ હાઉસ, આરક્ષણ કાર્યાલય, એસી વેઇટીંગ રુમ, હેરિટેજ સ્ટીમ એન્જીનનું ઝીણવટભર્યુ નીરીક્ષણ કર્યુ  તથા ગેગમેનો સાથે પણ મુલાકાત કરી.

ગુપ્તાએ ચમારજમાં રેલવે કોલોની તથા બાળકો માટે બનાવવામાં આવેલ ગાર્ડનનું નિરીક્ષણ કર્યુ. સુરેન્દ્રનગર તથા ચમારજ રેલવે કોલોનીમાં તેમણે રહેવાસીઓ સાથે ચર્ચાકરી અને તેમની સમસ્યાઓ વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ દરમિયાન વાંકાનેર સ્ટેશન પર સુરક્ષા જાગરુકતા માટે લગાવવામાં આવેલ પ્રદર્શનીનું પણ નીરીક્ષણ કર્યુ. આ પ્રસંગે રેલ કર્મચારીઓ દ્વારા નુકકડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું.

તેમના વાર્ષિક નીરીક્ષણ દરમિયાન માઇનોર બ્રિજ, મેજર બ્રિજ, કર્વ, પોઇન્ટ તથા મોડલ ટ્રેક સ્ટેશન ગેગનું પણ નિરીક્ષણ કર્યુ તથા ૧ર૦ કી.મી. પ્રતિ કલાકની સ્પીડથી લાલપુર રોડ, સુરેન્દ્રનગર વચ્ચે ટ્રાયલ રન પણ કર્યો. ગુપ્તાએ માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ, વ્યાપારિક સંગઠનો પ્રવાસી સંગઠનો ક્ષેત્રીય રેલ ઉપભોકતા સલાહકાર સમીતીના સદસ્યો તથા પ્રેસ અને મીડીયા સાથે પણ મુલાકાત કરી.

આ નીરીક્ષણ દરમિયાન તેમની સાથે રેલ સુરક્ષા આયુકત (પશ્ચિમ સર્કલ) સુશીલ ચંદ્રા, મુખ્યાલયના વિવિધ વિભાગોના પ્રધાન વિભાગ ઘ્યક્ષ મંડલ રેલ પ્રબંધક પી.બી. નિનાવે તથા અન્ય વરિષ્ઠ અધિકારી તથા કર્મચારીગણ પણ ઉપસ્થિત હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.