Abtak Media Google News

પ્રવર્તમાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં અત્યારે ઠંડકવાળા અને ગુણાકારી ફળોની બોલબાલા છે. સંતરા, મૌસંબી, કેરી, તડબુચ, ટેટી જેવા વિવિધ ફળો આપણે મોજથી આરોગીએ છીએ. ઉનાળામાં આમ જોવા તો ફળોના રાજા ‘કેરી’નું આગમન થાય એટલે બધા ફળો રજા લઇ લે છે પણ કેટલાક ગુણકારી ફળો ખાવાથી શરીરનાં ઘણા રોગ મટાડે છે તેમાં ‘રાવણા જાંબુ’ નો નંબર પણ આવે છે. ગરમીમાં થતાં વિવિધ દર્દો સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે રાવણા જાંબુ ઉત્તમ ફાયદાકારક ફળ છે. જાંબુમાં ઔષધિય ગુણો છે સાથે તે પારંપરિક ઔષધ પણ છે. અ ફળની દરેક વસ્તુ ખુબ જ ઉપયોગી  છે જેમ કે છાલ, ગર્ભ સાથે ઠળીયા પણ ગુણકારી છે. તેના ઠળિયામાંથી જામ્બોલીન નામનું તત્વ મળે છે. જે સ્ટાર્ચને શર્કરામાં બદલતા રોકે છે. તેના ઠળિયાનું ચૂર્ણ બનાવીને પાણી સાથે પીવાથી યુરીનમાં શુગરની માત્રા ઘટી જાય છે.

ભુખ્યા પેટે કે ઉપવાસ દરમ્યાન જાંબુનું સેવન ટાળવું સાથે ગાયકો અને વકતાઓ પણ તેનું સેવન ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે. શરીરમાં સોજો હોય કે માસિકના દિવસો દરમિયાન અથર્વા ગર્ભ ધારણ કરેલ સ્ત્રીએ આ જાંબુનું સેવન કરવું, ડાયાબીટીસ ઉપરાંત નસકોરી ફૂટવી, સ્ત્રીઓને શ્ર્વેત પ્રદરની સમસ્યા, નાના બાળકોને કૃષિ, કાનમાં રસી નીકળતા કે દુખાવો રહેતો હોય વારંવાર થતા ઝાડા અને જાુના મરડામાં આ જાંબુ ખુબ જ ગુણકારી છે.

રાવણા જાંબુ ફળ જંગલમાં થાય છે, અને ખુબ જ સસ્તા હોય છે. જાંબુ સ્વાદ ખટમીઠા હોવાથી બાળથી મોટેરાને પસંદ પડે છે. જો બાળક પથારીમાં પેશાબ કરી લેતું હોય તો ઠળિયાને પીસીને રોજ એક ચમચી પીવડાવો તો સમસ્યા દુર થશે. પેટની સમસ્યા રહેતી હોય કે પેટ સાફ ન આવતું હોય તો જાંબુના રસમાં યોગ્ય પ્રમાણમાં મીઠું ભેળવીને સેવન કરવાથી પેટ સાફ ને તમે સ્વસ્થ રહ્યો છો. જાંબુથી ખોરાક ખુબ જ જલ્દી પચી જાય છે, અને ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થાય છે. ઘણી બધી બિમારીઓ આ નાનકડા મીઠડા જાંબુ ખાવાથી જ દૂર થઇ જાય છે. જાંબુને ઉષ્ણ કટિબંધ અને સમશીતોષણ કટિબંધમાં સારી રીતે ઉગાડી શકાય છે. તેના વૃક્ષને ફૂલ આવતી વખતે અને ફળ બેસતી વખતે સુકા હવામાનની જરુર પડે છે. જાંબુના ઝાડ અતિવૃષ્ટિ અને દુષ્કાળ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. જાંબુના ઝાડમાં બે વારફૂલ આવે પણ આપણાં હવામાન મુજબ ફેબ્રુઆરી-માર્ચમાં જ ફૂલો આવે છે. 60 થી 70દિવસમાં ફળો ઉતારવા લાયક થઇ જાય છે.

ઉનાળામાં ફળોના રાજા ‘કેરી’ સાથે આવતાં રાવણા જાંબુ ખુબ જ ગુણકારી છે તેની છાલ-ગર્ભ સાથે ઠળિયા પણ ઔષધિય ગુણો ધરાવે છે

Fruitslovers 1794E786 1591375531911 Cmprsd 40

બીજમાંથી જાંબુનું વૃક્ષ 8 થી 10 વર્ષે જયારે કલમી ઝાડથી 4 થી પ વર્ષે ફળ ધારણ કરે છે. ફળો ચોમાસાની શરુઆતમાં પરિપકવ થાય છે. પ્રારંભે ફળો લીલારંગમાંથી ઘાટા જાંબુડિયાથી કાળો રંગ ધારણ  કરે છે. ફળની સંગ્રહ શકિત નબળી હોવાથી ફળો ઉતાર્યા બાદ તાત્કાલીક વેચાણ માટે મોકલવા જરુરી છે. પૂર્ણ વિકસિત ઝાડ 80 થી 100 કિલો જાંબુ આપે છે.

જાંબુ બધાનું લોકપ્રિય ફળ છે તેને રાવણા જાંબુ ઉપરાંત બ્લેક બેરી અથવા બ્લેક જામુન પણ કહેવાય છે. મોટે ભાગે તે પાણી વાળા વિસ્તારમાં વધુ જોવા મળે છે. અનેક ગણોથી ભરપુર જાંબુ કેરી સાથે જ બજારમાં આવી જાય છે. તેના ગુણોને લીધે બધાનું ઘ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના પાંદડા, છાલ, ઠળિયા બધુ જ ગુણકારી હોય છે. જાંબુમાં પોટેશિયમની માત્રા ભરપુર હોવાથી હાર્ટ એટેક, હાઇબ્લડ પ્રેસર, સ્ટ્રોક વિગેરે બિમારીથી બચાવે છે. લોહીની માત્રા ઓછી હોય તો તેને અવશય જાંબુ ખાવા જ પડશે, કારણ કે જાંબુમાં તમારા લોહીમાં વધારો કરવાની તાકાત છે. તેમાં વિટામીન, કેલ્શિયમ,  આયર્ન અને પોટેશિયમ હોવાથી તમારી રોગ પ્રતિકારક શકિત વધારે છે.

રાવણા જાંબુનો રંગ ભલે કાળો હોય પણ ચહેરા પર ચમક લાવવામાં ઉપયોગી છે. ચહેરાની કરચલીઓ દૂર કરે, ચહેરાનો રંગ સફેદ રાખે ને ખીલને મટાડીને ચહેરો યુવાન બનાવે છે. રાવણા જાંબુ ખાવાથી લોહીનો સંચાર વધવાથી ચહેરા પર કાળા ડાઘ, ધબ્બા થવાની શકયતા ઓછી રહે છે. તમારા વાળની ચમક પણ વધારે છે. નશો ઉતારવા માટે તેના પાંદડા ચાવવાથી ઝડપી રિઝલ્ટ મળે છે. તમારો અવાજ સુરિલો બનાવવા તેને મધ સાથે નિયમિત ખાવાથી લાભ થાય છે. 200 ગ્રામથી વધુ રાવણા જાંબુ ખાવાથી નુકશાન થાય છે. જાંબુના જયુસનું આજકાલ બહુ જ ચલણ છે આ સફેદ જાંબુનું જયુસ, જાંબુ ફ્રેશનર, જાંબુ શોટસ, સ્ટફડ અપરોટ જાંબુ રબડી, જાંબુ કાઇપીરીન્હા, પાઇનેપલ મોકટેલ, જાંબુના લાડુ, જાંબુનો હલવો, મિલ્ક શેક અને જાંબુ કેક જેવી વિવિધ વાનગીઓ પણ બને છે જે ખુબ જ ટેસ્ટી હોવાથી આજનો યુવા વર્ગ તેનો જબ્બર ચાહક છે. જાંબુની બે જાતોમાં જાંબુ અને જામુન છે જે એક મોટી અને એક નાનાી જાત છે. મોટા જાંબુનું વૃક્ષ ઊંચુ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.