મીડિયા જગતથી જોડાયેલી વ્યકિતએ વાસ્તુની  દ્રષ્ટીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

ભૂલે ચૂકે પણ કયારેય સાઉથ-સાઉથ-વેસ્ટ દિશામાં ફિલ્ડને લગતા ડોકયુમેન્ટ ન રાખવા: આમ કરવાથી કારકિર્દીને નુકશાન થાય છે

પત્રકાર હોય કે લેખક હોય તેને સમાજમા એક ચોકકસ સફળતા હાંસલ કરવી હોય છે પોતાના ક્ષેત્રમાં ઉત્તરોતર પ્રગતિની તેમની અપેક્ષા હોય છે. પરંતુ ઘણી વખત યોગ્ય લાયકાત અને પોતાના ક્ષેત્રનું ઉંડાણપૂર્વકનું નોલેજ હોવા છતાં તેઓ એક લેખક કે જર્નાલીસ્ટ તરીકે સારૂ કામ કરવા છતા પોતાની નામના સમાજમાં એક આગવી છાપ ઉભી કરવામાં સફળ રહેતા નથી. ત્યારે પ્રશ્ર્ન એ થાય કે લેખક કે પત્રકારને વાસ્તુશાસ્ત્ર કેટલુ અસર કરે ? વાસ્તુ મુજબ તેના ઘર અને કાર્યસ્થળ કેવું હોવું જોઈએ ? લેખક અને પત્રકારે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટીએ ખરેખર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો જાણી લેખક પત્રકારને વાસ્તુશાસ્ત્ર કેટલુ અસર કરે છે.

ઉત્તર-પુર્વ દિશા નવા વિચારોનું ઉદ્ગમ સ્થાન

ઘરની ઉતર પૂર્વ દિશાનું સ્થાન નવા વિચારો માટેનો શ્રેષ્ઠ સોર્સ છે. જે ઘરમાં નોર્થ ઈસ્ટનું બેલેન્સ થયેલું હોય ત્યાં સતત નવા વિચારો, સારા વિચારો આવતા રહે છે. ઘરમાં કે ઓફીસમાં નોર્થ ઈસ્ટનું બેલેન્સ હોવું ખૂબજ જરૂરી છે.ઉપરાંત પત્રકાર કે લેખકના ફિલ્ડની અંદર સારા વિકાસ માટે પૂર્વદિશા પણ એટલી જ અગત્યની છે.વાસ્તુશાસ્ત્ર પૂર્વ દિશાનું પણ એટલું જ મહત્વ છે. જેટલું નોર્થ ઈસ્ટનું પૂર્વદિશા વ્યકિતના કોમ્યુનિકેશને વધારે છે.લેખક કે પત્રકારનું સમાજ સાથેનું કોમ્યુનિકેશન વધારવામાં પૂર્વ દિશા અગત્યની છે. ઈસ્ટ દિશા પ્રોપર હોવાથી કે કલીયર હોવાથી લોકો તેમને પ્રોપર માહિતી આપતા થશે ઉપરાંત મિડિયા ફિલ્ડની અંદર સફળતા મળી રહે છે.

બ્રાન્ડીંગ ડેવલોપમેન્ટ માટે પશ્ચિમ દિશા અગત્યની

લેખક કે પત્રકારને સમાજમાં તેમનું નામ બનાવવું છે તો તેમના માટે સાઉથ દિશા ખૂબજ અગત્યની રહે છે. જો સાઉથ દિશા પાવરફૂલ હોય, ડેવલોપ થયેલી હોય અથવા એ દિશામાં બેલેન્સ હશે તો વ્યકિતનો આત્મ વિશ્ર્વાસમાં પણ વધારો થશે લોકો તેમને ઓળખતા પણ થશે જે વ્યકિતને પોતાના નામનીમ બનાવવી છે એટલે કે સમાજમા એમના ફિલ્ડમાં માત્ર એમના નામથી જ કામ થઈ જાય તો તેના માટે સાઉથ દિશા પ્રોપર હોવી જોઈએ. ભૂલે ચૂકે પણ કયારેય પોતાના ફિલ્ડની વસ્તુઓ, ડોકયુમેન્ટને લગતી એસેસરી ઘરમાં કે ઓફીસમાં સાઉથ-સાઉથ-વેસ્ટ લોકેશન પર પ્લેશમેન્ટ ન કરેલું હોવું જોઈએ જો આમ કરેલું હોય તો જે તે વ્યકિતની કારકીર્દીને મોટાપાયે નુકશાન પહોચી શકે છે. આવી જગ્યા પર બાથરૂમ બનાવવું યોગ્ય રહે છે.

સંબંધોને વિકસાવવાનું કામ દક્ષિણ-પશ્ર્ચિમનું

વાસ્તુશાસ્ત્ર મુજબ સાઉથ વેસ્ટ લોકેશનમાં જેતે વ્યંકિતએ સંબંધો વિકસાવા છે તેને આ દિશા વધુ મજબુત બનાવી કાયમી સ્થાય કરે છે. સંબંધોનાં વિકાસ માટે દક્ષિણ પશ્ર્ચિમ દિશા મહત્વનો ભાગ ભજવે છે. જે વ્યકિત સાથે જોડાણ થયું હોય તે વધુ મજબુત બને છે. આ દિશા હોવાથી જે તે વ્યકિતનો વિકાસ વેગ પકડે છે. આ દિશામાં જો એન્ટીએકટીવીટી થયેલી હોય ત્યાં બ્લુ કે ગ્રીનનું પ્લેસમેન્ટ આવેલું હોય પાણીને લગત કોઈ પ્રવૃત્તિ થતી હોય તો આ વસ્તુ લોકોની સાથે થયેલી બ્લોન્ડીંગને ડીસ્ટર્બ કરે છે.તેથી આ દિશાનું બેલેન્સ જાળવવું ખૂબજ જરૂરી છે. આદિશાની એનર્જી બેસ્ટ છે. પરંતુ તેનું બેલેન્સ પ્રોપર ન હોવાથી ગાઢ સંબંધો ઉપર પણ માઠી અસર થાય છે.

લેખક માટે નોર્થ-ઈસ્ટ દિશા શ્રેષ્ઠ

વાસ્તુશાસ્ત્ર મુજબ લેખક માટે નોર્થ-ઈસ્ટ દિશા બેસ્ટ રહેશે જો લેખક પોતાના કામની વસ્તુઓ જેથી કે બૂક અને પેન નોર્થ ઈસ્ટ દિશામાં જો રાખે તો લેખકનો સારો ગ્રોથ થઈ શકે છે. લેખકના કામની અંદર સૌથી મહત્વની વસ્તુ કાગળ અને પેન છે. નોર્થ ઈસ્ટ દિશામાં બ્લૂ કવર વાળી બુક અને બ્લેક કલરની પેન જો ચૂકવામાં આવે તો જે તે લેખકને નવા નવા વિચારો આવતા રહેશે.

ફોટોગ્રાફરનો કેમેરો કયાં હોવો જોઈએ?

ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફીમાં જે તે વ્યકિતનં વિઝન કલીયર હોવું જોઈએ કેમેરામેનનું મેઈન કામ ફોકસ કરવાનું છે.કેમેરો એ શનિનું કામ આપે છે. શનિનું કામ ફોકસ કરવાનું છે. સાઉથ વેસ્ટ દિશાની અંદર ફોટોગ્રાફરનાં જાતે પાડેલા સારામા સારા ફોટા મૂકવામાં આવે તો તેમાય ખાસ કરીને સારા ફોટાઓની ફ્રેમ બનાવી સાઉથ વેસ્ટ દિશામાં મૂકવામાં આવે તે શ્રેષ્ઠ રહેશે કેમેરાનું પ્લેસમેન્ટ વેસ્ટમાં કરવું જોઈએ સામાજિક ક્ષેત્રે નામના ધરાવતી વ્યકિતઓ સાથેના ફોટોગ્રાફરના પોતાના ફોટાને ઈસ્ટ દિશામાં ફ્રેમ કરવા જોઈએ અને નોર્થમાંણ આવી જ ફ્રેમ લગાવવાથી નવી નવી તકો વિકસે છે.