Abtak Media Google News

બ્લેકબેરી ઓએસ બ્લેકબેરી ટેન, અને વિન્ડોઝ એઈટ યુઝર્સો માટે માઠા સમાચાર; ૩૧મીથી વોટસએપ સપોર્ટ નહિ કરે

કેટલાક વોટસએપ યુઝર્સો માટે સારા સમાચાર નથી કારણ કે ૩૧મીથી વોટસએપ કેટલાક સ્માર્ટ ફોનમાં બંધ થશે, જશે જી.હા, મોબાઈલ મેસેજીંગ એપ વોટસએપ ૩૧ ડીસેમ્બરથી ધણા પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરી દેશે જેમાં બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી ટેન, વિંડોઝ ફોન એઈટ અને જુના પુરાણા પ્લેટફોર્મને સપોર્ટ કરવાનું બંધ કરશે.

વોટસએપ કંપનીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે અમે આ પ્લેટફોર્મ માટે સક્રિય રૂપથી એપ ડેવલપ કરીશું નહિ અમુક ફીચર્સ ગમે ત્યારે કામ કરવાનું બંધ કરી શકે છે. કંપનીએ કહ્યું કે બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી ટેન, વીન્ડોઝ ફોન એઈટ જેવા પ્લેટફોર્મ એ પ્રકારની કેપેબીલીટીઝ ઓફર કરતા નથી જે પ્રકારની વોટસએપના ફીચર્સના વધુ વિસ્તાર માટે અમારે જરૂર છે.

આથી ૩૧મીથી આ સ્માર્ટફોર્નમાં વોટસએપ બંધ થઈ જશે. કંપનીએ કહ્યું કે, જે લોકો આમાથી કોઈ ફોન વાપરતા હોય તો અમે નવું બ્લેકબેરી ઓએસ વર્ઝન, બ્લેકબેરી ટેનનું નવુ વર્ઝન એન્ડ્રોઈડ રનીંગ ઓએસ ફોર પાસ, આઈફોન રનિંગ આઈઓએસ સેવન પ્લસ અથવા વિન્ડોઝ ફોન ૮.૧ પ્લસને અપગ્રેડ કરવાની સલાહ આપીએ છીએ.

વોટસએપ કંપનીએ વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બર, વર્ષ ૨૦૧૮ પછી નોકીયા એસ.૪૦ પર પણ વોટસએપ બંધ થઈ જશે. આ ઉપરાંત ૧લી ફેબ્રુઆરી વર્ષ ૨૦૨૦ બાદ એન્ડ્રોઈડ ઓએસ વર્જન ૨.૩.૭ અથવા આનાથી વધુ જુના વર્ઝન પર કામ નહિ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.