પગથી વ્હીકલને બ્રેક મારનારી નારી શું ન કરી શકે ? સાડીમાં મહિલાની કરામતો જોઈ દંગ રહી જશો

ભારતીય નારીનું  અમુલ્ય આભૂષણ એટલે સાડી ઘણા લોકોનું એવું માનવું છે કે સાડીમાં મહિલાઓ અમુક પ્રકારના કામ કરી શકે નહીં. આજે પણ ઘણી જગ્યાએ મહિલાઓને સાવ તુચ્છ ગણવામાં આવે છે. લોકોની આવી વાતોને અવગણીને આજે આપણાં દેશની મહિલાઓ આજે અંતરિક્ષ સુધી પહોંચી ગઈ છે. આવી જ એક જોશીલી ઓડિશાની મહિલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે . તેનું નામ મોનાલિસા ભદ્રા છે, તે ઓડિશાના જાજપુર જિલ્લાના બરુદા પંચાયતના જહાલ ગામની રહેવાસી છે. રસપ્રદ વાત એ છે કે તે પોતાના દરેક કાર્યો સાડીમાં કરે છે. તે એક યુ -ટ્યુબર છે. તે સાડીમાં જ બુલેટ  ચલાવે છે, ઘોડેસવારી કરે છે. ખેતરમાં ટ્રેક્ટર ચલાવે છે.

 

ઉપરના વીડિયોમાં તે ઘોડેસવારી કરી રહી છે. યુટ્યુબ પર મોનાલિસાને 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે પુરુષ કરે તે બધા જ કામો સાડી પહેરીને સરળતાથી કરી શકે છે. તેણે વર્ષ 2016માં તેની યુ ટ્યૂબ ચેનલ શરૂ કરી હતી. આજે તેના બનાવેલા વિડીયો દ્વારા સ્ત્રીઓ હિંમત મેળવે છે. મોનાલીસા આજે આ સાહસ ભર્યા કાર્યો કરી શકે છે તેનો શ્રેય તે પોતાના પતિ બદ્રી નારાયણને આપે છે. તેનો પતિ ક્રિએટિવ ડિરેક્ટર છે અને એક સામાજિક કાર્યકર તરીકે પણ કામ કરે છે.

તેની તેના યુટ્યુબ ચેનલ પર ટ્રક અને બસ ડ્રાઇવિંગ વીડિયો પણ પોસ્ટ કાર્યો છે. આ કળાના કારણે તેણીએ  ગામમાં અને આજુ-બાજુના ગામડાના લોકોમાં પોતાનું વર્ચસવ જમાવ્યું છે. મોનાલીસાના આવા કાર્યો જાણ્યા બાદ આપણે કહી શકીએ કે જીવનમાં આગળ વધવા માટે જીવનસાથીનો સહારો પણ જરૂરી છે.

મોનાલિસા પ્રાણીઓને ખૂબ ચાહે છે. તેણે ઘણા પ્રાણીઓ પાળી રાખ્યા છે. તેનો મોટાભાગનો સમય પ્રાણીઓની સાર-સંભાળમાં જાય છે. મોનાલિસાના વીડિયો જોઈને જાણી શકાય છે કે મહિલાઓ ભારતીય પહેરવેશ સાથે બધુ જ કરી શકે છે.