તા. ૨૪.૫.૨૦૨૫, શનિવાર ,સંવંત ૨૦૮૧, વૈશાખ વદ બારસ , રેવતી નક્ષત્ર, આયુષ્માન યોગ, કૌલવ કરણ આજે બપોરે ૧.૪૮ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે .
વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.
વૃશ્ચિક (ન,ય) : કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.
ધન (ધ,ભ,ફ,ઢ) : વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ) : સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–શ્રીચક્રને સમજવા માટે ખડગમાલા સ્તોત્રને આત્મસાત કરવું જરૂરી બને છે
હાલ આપણે શ્રીવિદ્યા વિષે વાત કરી રહ્યા છીએ શ્રીવિદ્યા સાધનામાં ખડગમાલા સ્તોત્ર મહત્વની ભૂમિકા ભજવે છે તથા માતા ત્રિપુરા સુંદરી અને શ્રીચક્રને સમજવા માટે ખડગમાલા સ્તોત્રને આત્મસાત કરવું જરૂરી બને છે કેમ કે તે શ્રીચક્રને શબ્દદેહ આપે છે. ખડગમાલા સ્તોત્ર એ શ્રીચક્રના ભૌમિતિક સ્વરૂપને શબ્દોમાં રજૂ કરે છે. શ્રીચક્રના નવ આવરણોમાં ક્રમશઃ દેવીઓ બિરાજમાન છે, અને ખડગમાલા સ્તોત્ર આ જ ક્રમમાં તે દેવીઓના નામોનો ઉલ્લેખ કરે છે.પ્રથમ આવરણ (ભૂપુર)માં આઠ સિદ્ધિઓ અને આઠ માતૃકાઓ (બ્રાહ્મી, માહેશ્વરી, વગેરે) છે તો દ્વિતીય આવરણ (ષોડશદલ પદ્મ) સોળ આકર્ષણ દેવીઓ.છે. તૃતીય આવરણ (અષ્ટદલ પદ્મ)માં આઠ અનંગ દેવીઓ દર્શાવે છે જયારે ચતુર્થ આવરણ (ચતુર્દશાર)માં ચૌદ શક્તિઓનો ઉલ્લેખ છે તેને અનુભવવામાં આવે છે. પંચમ આવરણ (બહિર્દશાર)માં દસ મુદ્રાઓ છે તો ષષ્ઠ આવરણ (અંતર્દશાર): દસ શક્તિઓ અને સપ્તમ આવરણ (અષ્ટાર): આઠ વાગ્દેવીઓ જયારે અષ્ટમ આવરણ (ત્રિકોણ)માં કામેશ્વરી, વજ્રેશ્વરી, ભગમાલિની (ત્રિપુરાદેવીઓ) જયારે નવમ આવરણ (બિંદુ) શ્રી લલિતા મહાત્રિપુરસુંદરી, જે શ્રીચક્રના કેન્દ્રમાં બિરાજમાન છે.ખડગમાલા સ્તોત્રનો પાઠ કરતી વખતે, સાધક શ્રીચક્રના દરેક આવરણની દેવીઓને ભાવનાપૂર્વક આહ્વાન કરે છે, જેનાથી દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. આપણું શરીર પણ શ્રીચક્ર છે તેને ધ્યાનથી સમજીને શ્રીચક્રના આવરણ મુજબ મુદ્રા સાથે અનુભૂતિ કરી શકાય છે વળી ગુરુજી શ્રીચક્ર ધ્યાન માટે શાંત ઓરડામાં એકદમ અંધારું રાખી માત્ર એક ગાયના ઘીનો દિપક પ્રકટાવી શ્રીચક્ર પર ધ્યાન કરવાના આગ્રહી હતા જેના ખુબ સુંદર પરિણામ પ્રાપ્ત થયા હતા.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯ ૦૫૦૦ ૨૮૨