જો તમે પણ રડવામાં સંકોચ અનુભવો છો અથવા તો એવું માનતા હોવ કે રડવું એ નબળાઈની નિશાની છે.આમ તો ખરેખર રડવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે.રડવું એ ખૂબ જ સરળ પ્રવૃત્તિ છે જે તમારી લાગણીઓ અથવા તો અન્ય પ્રસંગો કે પરીસ્થીતીઓના લીધે થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યારે આપણે અમુક લાગણીઓ અનુભવીએ છીએ ત્યારે આપણે શા માટે રડીએ છીએ? હકીકતમાં તો રડવું પણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Shot Crying Man Tears Eye Closeup Stock Footage Video (100% Royalty-free)  31164394 | Shutterstock

રડવાથી થતાં ફાયદાઓ

વજન ઘટે છે

Weight loss for men: What you need to know | PureGym

રડવાથી કેલરી બર્ન થાય છે, જેનાથી વજન ઘટે છે.જ્યારે તમે ઉદાસ હોવ ત્યારે તમારું વજન ઓછું થાય છે. કારણ કે રડવાથી કેલરી બર્ન થાય છે. જો કે, તે હકીકત સાથે પણ કંઈક જોડાણ હોઈ શકે છે કે જ્યારે તમે ઉદાસ હોવ  ત્યારે તમને ભૂખ પણ ઓછી લાગે છે.

તણાવ ઓછો થાય છે

Sleep and Stress: How Does Sleep Reduce Stress | SleepScore

જ્યારે તમે રડો ત્યારે તમારી આંખોમાંથી જે આંસુ નીકળે છે.તેમાં કોર્ટિસોલ હોય છે, જે સ્ટ્રેસ હોર્મોન છે. આ હોર્મોન્સ આંસુ દ્વારા બહાર આવે છે, જેના કારણે તણાવ ઓછો થાય છે. તેથી જો તમે જોયું હોય, તો તમે રડ્યા પછી તમારી ચિંતામાં ઘટાડો થાય છે.

આંખો સ્વચ્છ થશે

Habit of Eyelids cleaning everyday like brushing your teeth, will make your  eyes healthy, sparkling and confident. – Waypham

રડવાથી આંખો સાફ થઈ જાય છે.જયારે તમારી આંખોમાં કચરો, ધૂળ કે અન્ય કોઈ વસ્તુ આવી જાય તો તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે અને રડતી વખતે તમારી આંખો સાફ થઈ જાય છે. ખરેખર તો આંસુમાં એક પ્રકારનું એન્ઝાઇમ હોય છે, જેને લાઇસોઝાઇમથી પણ ઓળખવામાં આવે છે.જે બેક્ટેરિયાનો નાશ કરે છે.જેનાથી આંખોના ચેપનું જોખમ ઘટાડે છે.

પીડામાંથી રાહત આપે છે.

Managing back pain - Harvard Health

તમે જોયું હશે કે જ્યારે પણ તમને કોઈ વાતનું દુઃખ લાગે છે કાં તો જયારે શરીરના કઈ ઈજા થઇ હોય અને ત્યાં  ખૂબ દુખાવો થતો હોય ત્યારે તમે રડવા લાગો છો.તો ક્યારેક ઈચ્છા વગર પણ આંસુ નીકળવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે રડવાથી તમારુ મન હળવું બની જાય છે.આંસુમાં ઓક્સીટોસિન અને એન્ડોર્ફિન્સ હોય છે, જે તમારા  દુઃખને ઓછુ કરવામાં મદદરૂપ બને છે.જેના લીધે રડવાની  પીડામાંથી છુટકારો મળે છે.

લાગણીઓને બેલેન્સ કરે છે.

Emotional Balance | How to Achieve Emotional Balance

તમે ઘણાં લોકોને એમ કહેતા સાંભળ્યું હશે કે આ તો ખુશીના આંસુ છે.હકીકતમાં તો એવું બને કે ક્યારેક તમે ખૂબ ખુશ અથવા તો બેચેન હોવ ત્યારે તમે રડો છો.આવા સમયે રડવું એ તમારી લાગણીઓને ફરીથી બેલેન્સ કરે છે. તેથી રડવાથી તમારું શરીર ખૂબ જ મજબૂત લાગણી એકથી કરવાનો પ્રયાસ કરે છે.

મૂડ સારુ બનાવે છે.

Simple Ways to Boost Your Mood When You Are Feeling Down | One Medical

રડવાથી તમારો મૂડ બદલાય જાય છે એવું એટલા માટે થાય છે કારણ કે અંદરની બધી જ લાગણીઓ આંસુ સ્વરૂપે બહાર નીકળી જાય છે અને તમને હળવું ફિલ કરાવી તમારા ખરાબ મૂડને ખુશ બનાવે છે.આવું એટલા માટે થાય છે કે આંસુમાં ચેતા વૃદ્ધિના પરિબળો હોય છે, જે ચેતાને સ્વસ્થ બનાવે છે અને સાથોસાથ તમારા શરીરનું તાપમાન પણ બેલેન્સ કરે છે.જેનાથી તમને સારું લાગે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.