બર્થ ડે ગર્લ સોનમ કપૂર કેવી દેખાતી હતી બાળપણમાં ? અનિલ કપૂરે શેર કરી જૂની તસવીરો

0
75

બોલીવુડના ફેમસ એક્ટર અનિલ કપૂર જે હંમેશા પોતાના ખુશ-મિજાજ અંદાજ અને પોતાની ફિટનેસના કારણે અવાર-નવાર સોશિયલ મીડિયા પર છવાયેલા હોય છે. તેની દીકરી અને બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરનો જન્મદિવસ છે. તે 36 વર્ષની થઈ છે. હાલમાં તે પતિ આનંદ આહુજા સાથે ન્યુ યોર્કમાં છે. તેના પિતા અનિલ કપૂર તેમને મિસ કરી રહ્યા છે. સોનમ કપૂરના જન્મદિવસના અવસર પર અનિલ કપૂરે સોનમના બાળપણના જન્મદિવસની ઉજવણીની તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે.

આ તસવીરો શેર કરતાં અનિલ કપૂરે લખ્યું કે, “એક એવી છોકરીએ જેણે પોતાના દરેક સપના સાકાર કર્યા છે અને તે સપનાઓ પૂરા કરવા દિલથી મહેનત કરી છે એ છે સોનમ કપૂર. અમે તને મોટી થતાં જોઈ છે અને પેરેન્ટ્સ તરીકે અમારા બધા જ સપના સાચા થયા છે.”અનિલ કપૂરે આગળ જણાવ્યુ કે, “મને તારા જેવી શ્રેષ્ઠ બાળકી મળી હું ચોક્કસપણે ભાગ્યશાળી છું. જ્યારે મજબૂત બનવાની જરૂરિયાત પડી ત્યારે તે તૈયાર હતી અને નિષ્ફળ થયા વગર હમેશા આગળ વધી છે.”

અનિલ કપૂરેએ લખ્યું કે, “હું ખૂબ જ ખુશ છું કે તું અને આનંદ સલામત અને સ્વસ્થ છો… જન્મદિવસની શુભકામના સોનમ બેટા! લવ યુ એન્ડ મિસ યુ!”સોનમ કપૂરે અનિલ કપૂરની આ ભાવનાત્મક પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને તેણે કહ્યું છે કે તે પણ અનિલ કપૂરને ખૂબ જ મિસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here