Abtak Media Google News

રાજુલામાં માર્કેટિંગ યાર્ડ સામે રેલવેની જમીન પર નાખેલ બેરીકેટ માં અકસ્માત થાય તે પહેલા લાઇટિંગ અને રિફલેક્ટર લગાવવાની ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા માંગ કરેલ છે.

તાજેતરમાં રાજુલામાં રેલવે તંત્ર દ્વારા રેલવેની પડતર જમીનમાં રોડ અને બ્યુટીફીકેશન પાર્ક નહીં બનાવવા દઈને આ જગ્યામાં બેરીકેટ લગાવી દેવામાં આવેલ હોય, આ રોડ પર ખૂબ જ ટ્રાફિક રહે છે તેમજ તાજેતરમાં આવેલ વાવાઝોડાને કારણે રાજુલા નગરપાલિકાની તમામ સ્ટ્રીટ લાઈટોના વાયરીંગ તૂટી ગયેલ હોય તે લગાવવામાં ખૂબ જ સમય જાય તેમ હોય આ વિસ્તાર વળાંક વાળા હોય જેથી આ લગાવેલ બેરીકેટમાં અકસ્માત થવાની પૂરી સંભાવના હોય જેથી રાત્રિના સમયે  રિફલેક્ટર અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવે તંત્રને સ્વીટ કરીને કરેલ છે. ધારાસભ્ય દ્વારા એવું પણ જણાવેલ છે કે, અહીં અકસ્માત થાય તે પહેલા આ રીફલેકટર અને લાઇટિંગની સગવડ કરવામાં આવે છે જેથી લોકોનો અકસ્માતથી બચાવ થઈ શકે અને લોકો સાવધ રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.