Abtak Media Google News

રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા  હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે  બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે  બિલ્ડીંગમા દરરોજ એક મોકડ્રીલ કરવાનું નક્કી કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંગે પ્રથમ મોકડ્રીલ સ્વસ્તિક હાઈલેન્ડ, રૈયા રોડ ખાતે કરવામાં આવ્યું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ વધુ  સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે.

જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન સ્વસ્તિક હાઈલેન્ડ, શાંતીનગર, રૈયા ધાર, રૈયા રોડ ખાતે બિલ્ડીંગના 130 જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર, સ્ટેશન ઓફીસરશ્રી એચ.પી.ગઢવી, લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોનો, આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું ? તેનું માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.