Abtak Media Google News

કદાવર અને ગોળ મટોળ શરીર સાથે તેના ટુંકા પગ તેની આગવી ઓળખ છે: તેના બચ્ચા

દુનિયામાં સૌથી મહાકાય પ્રાણી હાથી-ગેંડા પછી હિપોપોટેમસનો ત્રીજો ક્રમ આવે છે. સૌથી અચંબિત કરે તેવી વાત એ છે કે આ ત્રણેય પ્રાણીઓ શાકાહારી છે. તેમનું નામ ગ્રીમ ભાષાના હિપ્પો ઉપરથી પડયું છે. આ ભાષામાં તેનો અર્થ ઘોડો થાય એટલે કે જળ ઘોડો પણ કહેવાય છે જો કે તેમનામાં ઘોડા જેવા એકપણ લક્ષણ નથી. તે કદાવર, ગોળમટોળ શરીર સાથે તેના ટુંકા પગ તેની દોડચાલમાં મદદરૂપણ થાય છે. તે એક આક્રમક અને ઝઘડાખોર પ્રાણી છે. તેમની લડાઇ પણ જોવા જેવી હોય છે. એકબીજા હિપો ભાંભરે અને અવાજો કરે છે.

હિપોપોટેમસ સામાન્ય રીતે 10 થી 14 ફુટ લાંબા અને પાંચ ફુટ ઊંચા જોવા મળે છે. તે ગરમીથી બચવા મોટા ભાગે પાણીમાં જ પડયા રહે છે. પાણીમાં તેને જોવાનો લ્હાવો છે કારણ કે તેનું આખુ શરીર પાણીમાં હોય માત્ર આંખ અને તેના નસકોરા જ બહાર દેખાતા હોય છે.  તેમનું વજન 3 ટન જેટલું હોય છે. આટલું ભારે શરીર હોવા છતાં ઢાળ કે જળાશયો, તળાવોના ઊંચા કાંઠા આરામથી ચડી શકે છે. તે બચ્ચાને જન્મ આપે કે તરત જ પાણીમાં તરવા લાગે છે.

તે પાણીની હસ્તી છે તેની આસપાસ બીજા પ્રાણીઓ બહું ઓછા ફરકે છે સહારા આફ્રિકા દુનિયાના સૌથી ભારે ભૂમિ સસ્તન પ્રાણીઓનું ઘર છે. આ દરિયાઇ ઘોડાના ભારે શરીરનો કારણે તે તરવામાં અસમર્થ હોય છે ભલે પછી તે આખો દિવસ પાણીમાં રહેતો હોય હિપોનું શરીર પ્રાણીઓમાં સૌથી જળજીવન માટે અનુકુળ છે. તેની શરીર રચનામાં પણ આંખ, કાન, નાક તેના મોઢાના ઉપરના ભાગે આવેલા છે, જે તેને પાણીમાં લાંબો સમય રહેવા અનુકુળ બતાવે છે તે ઘણી મીનીટ સુધી શ્ર્વાસ રોકી રાખવાની ક્ષમતા ધરાવે છે.

જન્મે કે તરત જ તરતા શીખી જાય છે: તે ખુબ જ આક્રમક અને ઝઘડાળુ પ્રાણી છે

Baby Hippo 0367

હિણો મોટા ભાગે પાણીમાં રહેતો હોવાથી તેના શરીર ને તડકાથી બચાવે છે. પાણીમાં તેનું શરીર ઠંડુ રહે છે. તેની ચામડી સખત અને ઝીણાવાળ વાળી હોય છે. આને ઠંડુ રાખવા તે લાલ રંગનો સ્ત્રાવ છોડે છે જેને હિપ્પોનો રકત-પરસેવો પણ કહેવાય છે. તે પૂંછડી હલાવતા હલાવતા જ ચોમેર દિશાએ ફરીને પોતાની ક્ષેત્ર જગ્યા નકકી કરે છે. તે નાનુ ઘાસ ખાય છે અને એક રાતમાં તે 68 કિલો ઘાસ ખાય જાય છે તે ખોરાકની શોધમાં કેટલાય કિલોમીટર ચાલે છે.

તે જમીન ઉપર ભોજન સાથે પાણીમાં ઘણી પ્રક્રિયા કરે છે જેમાં સંભોગ અને એકબીજા સાથે ઝઘડો સામેલ છે. તે મોટાભાગે 10 થી 30 હિપ્પોના સમુહમાં રહે છે જેમાં એક નર તેની લીડરશીપ કરતો હોય છે. સુકી મૌસમમાં પ્રમુખનર એક સાથીની પસંદગી કરે છે જયારે બાકી વધેલા નર બાકી રહેલ માદાની પસંદગી માટે એકબીજા લડે છે. ગર્ભ ધારણ કર્યા બાદ આઠ મહિના પછી વરસાદી મૌસમમાં એક બચ્ચાને માદા ઉંચાઇ પર અથવા જમીન કે પાણીમાં જન્મ આપે છે.

માદા બચ્ચાને જન્મ આપી હિપોના ઝુંડમાં ભળવા માટે  છોડી દે છે બાદ અમુક અઠવાડીયા પછી બચ્ચા પાણીમાંથી બહાર નીકળેને જમીન ઉપર ઘાસ ખાવા લાગે છે. હિપોપોટેમસ લગભગ કોઇને નુકશાન નથી કરતો સાથે તેને જોવાની મઝા આવે છે. પરંતુ જો તે તકલીફમાં મુકાય ત્યારે તે એક ખતરનાક પ્રાણી છે. તેના જડબા ખુબ જ શકિતશાળી અને તીક્ષ્ણ દાંત વાળા હોય છે. જે એક મગર મચ્છને સહેલાયથી કચડી શકે છે. ઘણીવાર તો તેના હુમલાથી મોટી નાવના પણ કટકા કરી નાખે તેવી તેની તાકાત હોય છે.

આજે હિપોપોટેમસ ને રેડલિસ્ટમાં મુકેલ છે. તળાવો સુંકાય જવા સાથે તેમના નિવાસ સ્થાનમાં થતાં નુકશાનને કારણે તે અસુરક્ષિત જોવા મળે છે. તેની વસ્તી ઉપર હાલ ખતરો છે. શિકારી હાથી દાંત અને તેના ખેલ શોખ માટે તેનો શિકાર કરી રહ્યા છે. ઉપસહારા આફ્રિકામાં દુનિયાના બીજા મોટા હિપોપોટેમસનો વસવાટ છે, કારણ કે તે તેનું મુળ નિવાસસ્થાન છે. પપ કરોડ વર્ષ પહેલા બેરલ જેવા આકારના પ્રાણી આ મળતું આવે છે. જેનું વજન 1300 થી 1પ00 કિલો જોવા મળે છે. તેના નાનકડા પગ હોવા છતાં એક કલાકમાં તે 30 કી.મી. નું અંતર કાપે છે. તે મોટાભાગે નદી, તળાવો, કાદવ-કિચડવાળા પાણીના મોટા ખાબોચીયામાં વસવાટ કરે છે. દિવસભર તે પાણીમાં જ શાંત ચિત્તે આરામ કરે છે. દુનિયામાં તેની હાલ પાંચ પ્રજાતિ તેની ખોપડી અને ભૌગોલિક અંતર પ્રમાણે જોવા મળે છે. ટાંઝાનિયા, મોઝાબિકમાં જોવા મળતા નિલ હિપ્પો, કેન્યા, આફ્રિકા અને સોમાલિયામાં જોવા મળતા દરિયાઇ ઘોડા, જાંબીયા અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા હેપ હિપ્પો સાથે બીજી બે પ્રજાતિઓમાં આફ્રિકાના હિપ્પો તથા કોંગો, નબીબીયા અને અંગોલામાં જોવા મળતા દરિયાઇ ઘોડા જેવી પ્રજાતિઓ છે. 1909 સુધી તેને શુઅરની પ્રજાતિ તરીકે ગણતા પણ શોધ સંશોધન પછી જોવા મળ્યું કે વ્હેલ, ડોલ્ફીન અને ટોરાપોઝ જેવી મહાકાય દરિયાઇ માછલીઓ તેના પૂર્વજો છે.

માલાગાસી હિપોપોટેમસની ત્રણ પ્રજાતિઓ માડાગાસ્કર પર હોલોસીનના વખતે લુપ્ત થઇ ગઇ હતી. એક હજાર વર્ષ પહેલા હાલના હિપ્પો કરતાં તે કદમાં નાના હતા. તેના વિવિધ પ્રકારોમાં સફેદ ગેંડાને કાળા ગેંડાને ગણના થાય છે. પ્રાચિન કાળમાં મિસ્ર, યુનાની, રોમ જેવા દેશો પણ જાણતા હતા. 440 ઇસા પૂર્વે વિશ્ર્વકોરોમાં હિપ્પોનો ઉલ્લેખ જોવા મળે છે. પહેલા સરકસ આવતા તેમાં હિપ્પો આવતા હતા. તે પ્રાણી ઘરમાં સૌથી લોકપ્રિય પ્રાણી છે. આફ્રિકાની લોકકથામાં હિપ્પો ખાસ વિષય રહ્યો છે. હિપ્પો આફ્રિકાખંડનું મુળ પ્રાણી છે. જે મીઠા જળમાં સમુહમાં રહેવાનું પસંદ કરે છે. તેના ચામડીનો ઉપયોગ પારંપરિક વિધીઓ માટે કરવામાં આવે છે. ર ઇંચ જેટલું જાડુ ચામડુ પથ્થરની જેમ મજબુત હોય છે. નાનકડી પૂંછડીના છેડે વાળ હોય છે.

હોરાને ચમકાવવા તેના ચામડાનો ઉપયોગ

14 ફુટ લાંબોને પ ફુટ ઉંચો હિપોપોટેમ મોટું કદાવર પ્રાણી છે. 4 ટન જેટલું વજન ધરાવતા હિપ્પો તેના વિશાળ શરીરમાં ઠિંગણા કદના પગ હોય છે, પગના છેડે હાથીના પગની જેમ જ પહોળા નખ હોય છે. કાન સાવ નાના અને ઉભરેલી આંખો દેખાવે જ વિચિત્ર લાગે છે. પૂંછડીના છેડે હોઠ અને કાન આસપાસ વાળ હોય છે. બાકી શરીરમાં ઓછા વાળ હોય છે. તેની ચામડી નીચે ચરબીનું એક મોટું સ્તર હોય છે. જે ચામડી પર આવેલ રંધ્રોથી ગુલાબી રંગના ચરબી યુકત પ્રવાહી રૂપે ચળકતી હોય છે, આને કારણે જ તેને ચામડી ભીની તેમજ સ્વસ્થ રહે છે. હિપ્પોની ચામડી સખત હોય છે, તેના ચામડા  મેળવવા માટે છ વર્ષ જેટલો સમય રાહ જોવી પડે છે. ચામડાને તૈયાર કર્યા બાદ તે ર ઇંચ જેટલું જાડું અને પથ્થરની જેમ મજબુત થઇ જાય છે. હીરાને ચમકાવવા માટે આ ચામડાનો ઉપયોગ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.