આલે લે શું વાત કરો છો…ઘરની આ વસ્તુઓમાં હોઈ છે સોનું !
જ્યારે પણ આપણે સોનું શબ્દ સાંભળીએ છીએ, ત્યારે આપણા મનમાં મોંઘા ઘરેણાંની છબીઓ આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરમાં રાખેલી કેટલીક જૂની ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં પણ સોનું હોઈ શકે છે?
અત્યારે ચારેકોર સોનાના ભાવને લઈને જ ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં આજે અમે આપને એવી કેટલીક ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે.
સોનાના ભાવમાં તાજેતરના સમયમાં જબરદસ્ત વધ-ઘટ જોવા મળી છે. આનું સૌથી મોટું કારણ અમેરિકા અને ચીન વચ્ચે વધતું ટ્રેડ વોર માનવામાં આવે છે. આ તણાવ વચ્ચે ભારતમાં પણ સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને ગુરુવારે સોનાના ભાવ 97,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયા હતા. ઘણા જાણકારોએ તો એવું પણ કહી દીધું છે કે સોનાના ભાવ 1,24,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે. અત્યારે ચારેકોર સોનાના ભાવને લઈને જ ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં આજે અમે આપને એવી કેટલીક ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યારે પણ આપણે સોનાનું નામ સાંભળીએ છીએ, ત્યારે મગજમાં સોનાના દાગીનાની તસવીરો આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરમાં હાજર કેટલાક ઈલેક્ટ્રોનિક સામાનમાં પણ સોનું હોઈ શકે છે? કાટ ન લાગવાના ગુણોને કારણે સોનાનો ઘણી ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે, સોનાનો મોટા પ્રમાણમાં નહીં, સાવ સામાન્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
જાણકારોનું કહેવું છે કે, આ વસ્તુઓમાં હોઈ છે સોનાની હાજરી
- જો તમારા ઘરમાં કોમ્પ્યુટર કે લેપટોપ છે, તો સમજી લો કે તેમાં સોનાની હાજરી ચોક્કસ છે.
- CPU (પ્રોસેસર), રેમ, મધરબોર્ડ, ટ્રાન્ઝિસ્ટર અને કનેક્શન પિનમાં ખૂબ જ બારીક સ્તરોમાં સોનાનો ઉપયોગ થાય છે.
- વ્યાવસાયિક સ્ક્રેપ ડીલરો આ ભાગોમાંથી માઇક્રો લેવલ પર સોનું કાઢે છે. જૂના ટેલિવિઝન અને કોમ્પ્યુટર મોનિટરમાં સર્કિટ બોર્ડ બનાવવામાં પણ સોનાનો ઉપયોગ થતો હતો.
- દરેક ઘરમાં રહેલા રિમોટ કંટ્રોલની અંદર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB) માં સોનાનો પાતળો પડ જોવા મળે છે. તેનો હેતુ વધુ સારા સિગ્નલ ટ્રાન્સમિશનની ખાતરી કરવાનો છે.
- 1980 અને 1990 ના દાયકામાં બનેલા સ્ટીરિયો સિસ્ટમ્સ, કેસેટ પ્લેયર્સ અને ટેપ રેકોર્ડર્સમાં સોનાનો વ્યાપક ઉપયોગ થતો હતો.
- તે સમયે, સાધનોની ગુણવત્તા માટે સોનાને આવશ્યક માનવામાં આવતું હતું, જોકે આજની આધુનિક વ્યવસ્થામાં તેનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે.
- જૂના જમાનાના રેડિયોમાં પણ સોનાનો ઉપયોગ થતો હતો, ખાસ કરીને શોર્ટવેવ રેડિયોમાં, જે આજકાલ ભાગ્યે જ જોવા મળે છે. તેમના સર્કિટમાં વપરાતા ભાગો સોનાના માઇક્રો કોટિંગથી બનેલા હતા.
જાણકારોનું કહેવું છે કે, જો તમારા ઘરે કોમ્પ્યુટર અથવા લેપટોપ છે, તો તેમાં સોનું હોઈ શકે છે. CPU (પ્રોસેસર), રેમ, મધરબોર્ડ, ટ્રાન્ઝિસ્ટર અને કનેક્શન પિન્સમાં ખૂબ જ પાતળા તાર તરીકે સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સાવ સામાન્ય માત્રામાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. ટીવી અને ગેમિંગ ઉપકરણોના HDMI પોર્ટ અને કનેક્ટર્સમાં સોનું હોય છે, જે સિગ્નલની ગુણવત્તા જાળવી રાખે છે. સ્માર્ટફોનના સર્કિટ બોર્ડ, કનેક્ટર્સ અને પ્રોસેસરમાં સોનાનો ઉપયોગ થાય છે. સોનાના સાવ પાતળા તારો (gold wires) ચિપ્સને સર્કિટ સાથે જોડે છે, જે ઝડપી ડેટા ટ્રાન્સફરને સરળ બનાવે છે.
જૂના જમાનાના ટીવી અને કોમ્પ્યુટર મોનિટરમાં લાગેલા સર્કિટ બોર્ડને બનાવવા માટે પણ સોનાનો ઉપયોગ કરવામાં આવતો હતો. 1980 અને 1990ના દાયકામાં બનેલ સ્ટીરિયો સિસ્ટમ, કેસેટ પ્લેયર અને ટેપ રેકોર્ડરમાં સોનાનો ઘણો ઉપયોગ કરવામાં આવતો હતો. તે સમયે ડિવાઈસની ગુણવત્તા માટે સોનાને જરૂરી માનવામાં આવતું હતું. જોકે, આજની આધુનિક સિસ્ટમમાં આ માત્રા ઘણી ઓછી થઈ ચૂકી છે.
જાણકારોનું કહેવું છે કે, જૂના જમાનાના રેડિયો, ખાસ કરીને શોર્ટવેવ રેડિયો, જે આજના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે, તેમાં પણ સોનાનો ઉપયોગ થતો હતો. તેના સર્કિટમાં ઉપયોગ થયેલા પાર્ટ્સ સોનાના માઈક્રો કોટિંગથી તૈયાર કરવામાં આવતા હતા.
સોનું એક ઉત્તમ વાહક (conductor) છે, જે વીજળીને ઝડપથી અને અસરકારક રીતે પસાર કરે છે. તે કાટ (corrosion) સામે પ્રતિરોધક છે, એટલે કે તે ભેજ કે હવાના સંપર્કમાં આવવા છતાં ખરાબ થતું નથી. આ ગુણધર્મોને કારણે સોનું ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે આદર્શ છે. ઓછી માત્રામાં હોવા છતાં, સોનું ઉપકરણોની કાર્યક્ષમતા અને ટકાઉપણું વધારે છે.