Abtak Media Google News

વિશ્વ આખામાં હાહાકાર મચાવનાર અને લોકોથી લોકોને દૂર કરનાર કોરોના વાયરસની લાંબા સમય બાદ પહેલી તસવીર સામે આવી છે. કોરોના વેરિએન્ટ B.1.1.7 નું પહેલું મોલેક્યુલર પિક્ચર સ્પષ્ટપણે જોવા મળ્યું છે. તેમાં સ્પષ્ટપણે જોય શકાય કે, કેવી રીતે તે આપણી કોશિકાઓ સાથે તેના કાંટાળા પ્રોટીન લેયરને ચોંટાડી દે છે. આ પ્રકિયાના કારણે જ, કોરોનાની બીજી લહેર વધુ અસરકારક સાબિત થઈ છે.

Corona Images 3
કેનેડાના રિસચર્સ દ્વારા આ વેરિયન્ટની પહેલી મોલિક્યુલર તસવીર બહાર પાડવામાં આવી છે. WHOએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કોરોના વાયરસના B.1.1.7 વેરિએન્ટની જાહેરમાં જાહેરાત કરી હતી, સાથે કહ્યું હતું કે આ વાયરસની અંદર અસંખ્ય પરિવર્તન થયું છે. આ પરિવર્તન એટલા જોખમી છે કે તેના કારણે જ લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે.


યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા(UBC)ના શોધકર્તા ટીમના લીડર ડૉ. શ્રીરામ સુબ્રમણ્યમે કહ્યું છે કે, ‘આ ઈમેજ સામે આવ્યા પછી ખબર પડી છે કે, તે આટલું સંક્રમણ કેમ ફેલાવે છે. આ તસવીરમાં આપને વાયરસના કણ પણ દેખાઈ રહ્યા છે. B.1.1.7 કોરોના વેરિયન્ટની અંદર એક ખાસ પ્રકારનું મ્યુટેશન જોયું છે. તેનું નામ છે N501Y. આ મ્યુટેશન વિરયન્ટના કાંટાળા પ્રોટિન લેયર પર દેખાઈ રહ્યું છે. આ કાંટાળા પ્રોટીન લેયરના કારણે કોરોના વાયરસ માણસોની કોશિકાઓમાં સરળતાથી પ્રવેશ કરી ચોંટીને રહે છે. આ કારણે જ ચેપ લાગે છે.’

Corona
ડૉ. શ્રીરામે જણાવ્યું છે કે, ‘અમે જે તસવીર લીધી છે તેમાં પહેલીવાર N501Y મ્યુટેશન પણ જોવા મળ્યું છે. આ એક બહુ જ સારુ રિસર્ચ છે. આ એક માત્ર મ્યુટેશન છે જે B.1.1.7 કોરોના વેરિયન્ટપર કાંટાળા પ્રોટીનનું લેયર છે. આ લેયર જ માણસની કોશિકાઓના ઉપર આવેલા ACE2 રિસેપ્ટર સાથે જોડાય છે. ACES રિસેપ્ટર એ આપણી કોશિકાઓ ઉપર એન્ઝાઈમનું એક પાતળું લેયર હોય છે. કોરોના વાયરસ આને જ પોતાનું એન્ટ્રી ગેટ બનાવી દે છે.’

રિસર્ચમાં જોવા મળ્યું છે કે, આ કોરોના વાયરસ ટાંકણીનું જે ઉપરનું ટોપ હોય તેના કરતાં 1 લાખ ગણો નાનો હોય છે. આ વાયરસ જોવા માટે સાદા માઈક્રોસ્કોપ કામ નથી આપતા, તેના માટે સાઈન્ટિસ્ટ ક્રાયો-ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ(Cryo-Electron Microscope)થી જોવો પડે છે. તેને cryo-EM પણ કહેવામાં આવે છે. આ માઈક્રોસ્કોપનો આકાર અંદાજે 12 ફૂટનો હોય છે.


ડૉ. શ્રીરામ કહે છે કે, ‘cryo-EMથી તપાસ કરતી વખતે સેમ્પલને લિક્વિડ નાઈટ્રોજન વાળા તાપમાનમાં રાખવામાં આવે છે. ત્યારપછી માઈક્રોસ્કોપથી ઈલેક્ટ્રોન્સનું એક તેજ કિરણ છોડવામાં આવે છે. આ કિરણ કોરોના વાયરસ જેવા નાનામાં નાના પૈથોજેન્સની તસવીર પણ લે છે. B.1.1.7 કોરોના વેરિયન્ટની તસવીરમાં માઈક્રોસ્કોપમાં એવું પણ જોવા મળ્યું છે કે, કેવી રીતે N501Y મ્યુટેશન માણસની કોશિકાઓ ACE2 રિસેપ્ટર સાથે જોડાય છે.’

ડૉ. શ્રીરામે જણાવ્યું કે, N501Y આપણાં શરીરમાં બહુ ઝડપથી પ્રવેશે છે. પરંતુ વેક્સિન લીધા પછી વિકસીત થતાં એન્ટીબોડિ તત્વો તેને નિષ્ક્રિય કરી દે છે. તે સાથે જ B.1.1.7 કોરોના વેરિયન્ટમાં મ્યુટેશન ના હોય તો તેને પણ ખતમ કરી દે છે. ભારતમાં જે કોરોના વેરિયન્ટ B.1.617 અત્યારે ચાલી રહ્યો છે તેની એક્ઝેટ તસવીર મેના અંત સુધીમાં બની જશે. આ દરમિયાન અમે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને કેલિફોર્નિયાના વેરિયન્ટની તસવીરો કાઢીશું.’

Image G
અલગ અલગ કોરોના વેરિયન્ટના મોલિક્યૂલરની તસવીરો કાઢીને તેના પર અભ્યાસ કરવામાં આવે,જેથી ખબર પડી શકે કે, વાઈરસના કયા હિસ્સાને નુકસાન પહોંચાડવાથી તેને ખતમ કરી શકાય છે. આ સાથે તેનું સંક્રમણ રોકવા કે ઓછું કરવા શું પગલાં લઈ શકાય છે.

ભારતના કોરોના વેરિયન્ટ B.1.617ની તસવીર કાઢ્યા પછી ભારતના વૈજ્ઞાનિકોને તે વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જેથી તેમને સારવાર કરવામાં મદદ મળી શકે. તેઓ એવી વેક્સિન બનાવી શકે જેનાથી ભારતના લોકોને સંક્રમણમાંથી મુક્તિ મળે અથવા ઓછો લોકો સંક્રમિત થાય. પરંતુ આમાં થોડો સમય લાગશે.


ભારતમાં માર્ચના અંતમાં જ કોરોના વાયરસની શરૂઆત થઈ હતી. તે સમયે ભારતીય રિસર્ચ સંસ્થા ICMRના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાયરસની પ્રથમ તસવીર શોધી લેવામાં આવી હતી. ભારતીય વૈજ્ઞાનિકોએ તેની માઈક્રોસ્કોપી ઈમેજ પણ જાહેર કરી હતી. તેમા વાયરસને સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. આ તસવીર ભારતમાં કોરોનાના પ્રથમ ત્રણ દર્દીના સેમ્પલ લઈને શોધવામાં આવી હતી. આ ત્રણેય દર્દી સાજા થઈ ગયા હતા. પરંતુ તેમનામાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ ત્રણેય દર્દી ચીનના વુહાનમાંથી જાન્યુઆરી 2020માં ભારત આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.