કઈ ફેશન અપનાવશો આ ઉત્તરાયણ ??

૧૪મી જાન્યુઆરી આ દિવસોની ઘણા બધા લોકો રાહ જોતાં હોય છે તેમાં પણ ખાસ આ તહેવારમાં ગુજરાતીઓનો કઈક અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. કેટલાક ગુજરાતીઓ તો આ તહેવારને બે દિવસ ઊજવતાં હોય છે 14મી જાન્યુઆરી પછીના દિવસને “વાસી ઉતરાયણ” તરીકે ઉજવે છે.આલગી રાતે જાગીને પતંગને કાણાં બાંધવા અને બીજે દિવસે સવારે વહેલી જાગીને અગાસી પર વહેલું જવાની મજા જ કઈક અલગ હોય છે.

આ તહેવાર ફકત કાઈટ ફેસ્ટિવલ જ નથી પરંતુ આ તહેવારમાં ફૂડ, ફેશન, શોપિંગ વેગેરે જેવી બાબતો પણ ખાસ હોય છે. લોકો નવા કપડાં પહેરે છે.અલગ અલગ જાતના સન ગ્લાસિસ પહેરે છે,પરંતુ કેવા કપડાં પહેરવા તે પણ અગત્યનું છે.

જો તમે કોઈ વેસ્ટર્ન આઉટફિટ પહેરવા માંગતા હોય તો તમે ફૂલ સ્લીવ અથવા થ્રી-ફોર્થ સ્લીવનું ટી-શર્ટ અથવા શર્ટ પહેરી શકો છો.આમ પણ અત્યારે શિયાળામાં અલગ અલગ સ્વ્ટિ-ટીશીર્ટ ખૂબ જ જુદી-જીદી પ્રિન્ટમાં જોવા મળે છે. જેના લીધે તડકો પણ નહીં લાગે અને તમારી ત્વચા પણ ખરાબ નહિ થાય.

તમે જહાનવી કપૂર જેવું ટ્રેડિશનલ લૂક આ ઉતરાયણ આપી શકો છો જહાનવીએ લોહરી સેલિબ્રેશનમાં પતીયાલા ડ્રેસ પહેરીને અનોખો લૂક આપ્યો છો.અથવા કોઈ લોંગ સ્લીવ કુર્તિ પણ પહેરી શકો છો.જે તમને તડકા સામે રક્ષણ આપશે.