Abtak Media Google News

પ્રદુષણ વર્તમાન સમયની મોટી સમસ્યા છે. જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યા સર્જાય છે અને જોખમ વધી જતા મોમ પણથઇ શકે છે. વાયુ પ્રદુષણની ઓળખ વધુ પડતાં પ્રમુખ સ્થાયી સ્ત્રોતો દ્વારા કરવામાં આવે છે, પરંતુ ઉત્સર્જનનો સૌથી મોટો સ્ત્રોત એટલે કે મોબાઇલ તેમજ ઓટો મોબાઇલ્સ છે અને તેમાંથી નીકળતો કાર્બન ડાયોકસાઇડ જેવા ગેસો ગ્લોબલ વોમિંગ માટે જવાબદાર છે. જો કે કાર્બન ડાયોકસાઇડ ગેસ પ્રકાર સંશ્ર્લેષણ દ્વારા વનસ્પતિને જીવન પ્રદાન કરે છે. થોડા સમય પૂર્વે જ વાતાવરણમાં એક કાળાશ પડતી ઝાળકનું સામ્રાજય છવાયું હતું, એ પ્રદુષણનો જ એક ભાગ હતો. જેનાથી લોકોને શ્ર્વાસ લેવામાં તથા માર્ગ પર દૂર સુધી જોવામાં તકલીફ પડી રહી હતી. તેથી જ આજે આપણે વાયુ પ્રદુષણથી બચવા કઇ ચીજોનું કેવી રીતે સેવન કરવું જોઇએ તેના વિશે વાત કરીશું.

પ્રદુષણથી બચવા કઇ ચીજોનું સેવન કરવું?

બ્રોકલી:- કેટલાંક રિસર્ચ દરમિયાન આ વાત સામે આવી છે કે બ્રોકલીમાં એવા તત્વો મળી આવે છે, જે પ્રદુષણના દુષ્પ્રભાવને દૂર કરવામાં  મદદરૂપ થાય છે. તેથી શરીરને પ્રદુષિત તત્વોથી કોસો દૂર રાખવા માટે ડાયટમાં બ્રોકલી સામેલ કરવું જોઇએ.

ટમેટા:- ટમેટા આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. તેમાંથી લાઇકોપીન નામનું એન્ટી ઓકસીડેન્ટ તત્વ શ્ર્વાસ સંબંધી સમસ્યાઓથી બચાવે છે. તેથી ડાયટમાં ટમેટા અવશ્ય સામેલ કરવા.

વિટામીન-સીના સ્ત્રોતો:- વિટામીન-ઇ પ્રદુષણના કારણે શરીરના ટિશ્યુને ડેમેજ થતા બચાવે છે. તેથી બીજ તેમજ નટસ એટલે કે ડાયફુટસને ડાયટમાં સામેલ કરી શકાય છે. વિટામીન-ઇમાં ફેટ કેલરીનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેનું જરા જેટલું સેવન પણ કાફી છે. વિટામીન-ઇ મરચાની ભૂકી, તજ, લવીંગ અને પાલકમાં વધુ મળી આવે છે. જે આપણા માટે ફાયદેમંદ છે.

ગ્રીન ટી:- ગ્રીન ટીમાં સામેલ એન્ટી ઓકિસડેન્ટસ શરીરમાંથી ઝહરીલા તત્વોને બહાર કાઢવામાં મદદરૂપ થાયછે.

આદુ:- આદુમાં એન્ટી બેકટીરિયલ, એન્ટી સેપ્ટીક, એન્ટ ઇંફલેમેટ્રી જેવા ગુણો મળી આવે છે. જે શરીરમાંથી વિષાકત તત્વોને બહાર કાઢવાની સાથે સાથે રકતને સાફ કરે છે. આદુ અને મધનું સેવન પણ વાયુ પ્રદુષણથી બચાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.