ના રહા બાસ, ના બજેગી બાસુરી…એવું તે શું થયું કે યુવાને પોતાનુ ગુપ્તાંગ વાઢી નાખ્યું !!

શાપરમાં કારખાનામાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય યુવાને પ્રેમિકા સાથે વિડિયો કોલમાં ઝઘડો થતા પોતાનું જ ગુપ્તાંગ વાઢી નાખ્યું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવાન પ્રેમિકા સાથે વિડિયો કોલમાં વાર્તાલાપ દરમિયાન સેક્સ પાવરની દવા પણ ખાતો હોવાનુ જાણવા મળ્યુ છે.

સેકસ પાવરની ટેબલેટ ખાઇ પ્રેમિકા સાથેના વાર્તાલાપ દરમિયાન રોષે ભરાઈ કૃત્ય આચર્યું

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ બંગાળમાં રહેતો અને અહીંયા શાપર – વેરાવળમાં કારખાનામાં મજૂરીકામ કરતા પ્રશનજીત નુડીસ બરવન નામના ૨૦ વર્ષીય યુવાને વહેલી સવારે બાથરૂમમાં પોતાના હાથે બ્લેડ વડે ગુપ્તાંગ વાઢી નાખતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે જાણ થતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ઇજાગ્રસ્ત પ્રશનજીત બંગાળની પ્રિયંકા સાથે છેલ્લા અઢી વર્ષથી પ્રેમ સબંધ હોય જેથી બંને રોજ વિડિયો કોલ પર વાર્તાલાપ કરતા હતા. વર્ચ્યુઅલ સેક્સની વાતચીત દરમિયાન પ્રશનજીત સેકસ પાવરની ટેબલેટ પણ લેતો હતો.

તે દરમિયાન ગઇ કાલે પ્રશનજીત અને તેની પ્રેમિકા પ્રિયંકા બંને વિડિયો કોલ પર વાર્તાલાપ કરતા હતા. ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં પરપ્રાંતીય યુવાન વહેલી સવારે ચાર વાગ્યે બાથરૂમમાં જઈને બ્લેડ વડે પોતાનું ગુપ્તાંગ વાઢી આવતા તેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આવા કૃત્ય બાદ ‘ના રહેગા બાસ, ના બજેગી બાસુરી’ કહેવત સાચી પડી હોય તેવું લાગી રહ્યું છે.