Abtak Media Google News

1983 વર્લ્ડકપના રિયલ ’હીરો’ યશપાલની વિદાયથી ક્રિકેટ જગતમાં શોકની લાગણી

ભારતીય ક્રિકેટ ટીમે 1983ના વર્લ્ડ કપમાં ચોંકાવનારું પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા, ઈગ્લેન્ડ, તથા વેસ્ટઇન્ડિઝ જેવી દિગ્ગજ ટીમોને ધૂળ ચટાડીને વિશ્વ ચેમ્પિયન બનીને બતાવ્યું હતું. ભારતીય ટીમમમાં તે સમયનો એક એવો ખેલાડી પણ શામેલ હતો જેની સફળતાની ચર્ચાજ નહીં પરંતુ બરાબરી કરવામાં આવે છે.

યશપાલ શર્માની દ્રઢતા જ તાકાત હતી. ફિરોઝ શાહ કોટલા મેદાન ખાતે રમાયેલા મેચમાં મેકુલલ્મ માર્શલે ઉપરા ઉપરી બે વાર શોટ ફટકાર્યો ત્યારે બંને વાર બોલ શર્માની છાતી પર વાગ્યો તેમ છતાં શર્મા મેદાનની બહાર ગયા નહીં કે કોઈને આ બાબતે કંઇ કહ્યું નહીં. મેચ પૂર્ણ થયા બાદ ટી ટાઈમમાં યશપાલે તેમની છાતી પર વાગેલા બોલની નિશાનીઓ ટીમના અન્ય ખેલાડીઓને બતાવી હતી. જેથી યશપાલને હિમાલય જેવી દ્રઢતાવાળા ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય ક્રમના આ બેટ્સમેનના કારણે ભારતે જીતની સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. જોકે દુર્ભાગ્યપૂર્ણ યશપાલ શર્માનું નિધન થઈ ગયું છએ. મંગળવારેહાર્ટ એટેકના કારણે તેમનું મોત નિપજ્યું હતું. તેઓ 66 વર્ષના હતા.

વર્ષ 1983ના વર્લ્ડકપમાં ભારતને પોતાના પ્રથમ મેચમાં જ સતત વખત બે વખતના ચેમ્પિયન દેશ વેસ્ટઈન્ડિઝનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા બન્ને વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝનો સામનો કરવો પડ્યો હતો. સતત ખરાબ પ્રદર્શન કરવાવાળી ભારતીય ટીમને પ્રથમ બેટીંગ કરવા માટે મોકલી હતી. તેમની ધારણા અંદાજીત સાચી ઠરતી હોય તેવી દેખાઈ રહી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાના 76ના સ્કોર પર ત્રીજી વિકેટ પડ્યા પછી યશપાલ શર્મા બેટીંગમાં ઉતર્યા હતા, 141 રન પર તો અડધી ટીમ આઉટ થઈ ગઈ અને પેવેલિયનમાં પહોંચી ચુકી હતી.

પરંતુ યશપાલે પોતાનો સંયમ જાળવી રાખ્યો હતો.માનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફ્ડ મેદાન પર યશપાલ શર્માએ 120 બોલનો સામનો કરીને ભારતીય પારીને સંભાળી લીધી હતી. તેમણે ના તો ફક્ત સ્ટ્રોકનો સહારો લીધો પરંતુ વિકેટો વચ્ચે તાલમેલ બેસાડીને દોડીને પણ રન લીધા હતા. યશપાલે એકલાકે 89 રન (9 ચોગ્ગા) બનાવ્યા હતા. જેના કારણે ભારતીય ટીમનો નિર્ધારીત 60 ઓવરોમાં 262/8 સુધી પહોંચ્યો હતો.

યશપાલ શર્માએ તેજ વર્લ્ડકપ દરમ્યાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આક્રમક ઈનિંગ રમી હતી, 40 બોલમાં 40 રન બનાવ્યા હતા. જેમાં એક જ ચોગ્ગો હતો. મજાની વાત એ છે કે આમેચમાં ભારતની તરફથીએક સર્વોચ્ચ નીજી સ્કોર હતો, પરંતુ જવાબી પારીમાં પણ ઓસ્ટ્રેલિયાની તરફથી પણ કોઈ ખેલાડીએ આટલો સ્કોર નહોતો બનાવ્યો, 248 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાઈ ટીમ મદન લાલ, રોજર બિન્ની(4-4 વિકેટ) અને બલવિંદર સંધૂ (2 વિકેટ)ની ધારદાર બોલિંગ સામે 129 રનો પર સમેટાઈ ગઈ હતી.

શું થયું કે યશપાલે 3 સાથી ક્રિકેટરોને બચાવવા પડ્યા?!

વર્ષ 1984માં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. તે દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમમાં કુલ 3 શીખ ખેલાડીઓ હતા. જેમાં યોગરાજસિંઘ, નવજોતસિંઘ સિદ્ધુ અને રાજેન્દ્ર ઘાઈનો સમાવેશ થાય છે. વર્ષ 1984ના રમખાણમાં આ ત્રણેય ખેલાડીઓ ટ્રેન મારફત મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ત્રણેય ખેલાડીઓ પર જીવલેણ હુમલો થાય તે પૂર્વે જ યશપાલે ત્રણેયને બચાવી લીધા હતા. યશપાલની હિંમતને ત્યારથી જ તમામ લોકો સલામ કરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.