Abtak Media Google News

વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, શોધખોળો કરે પણ માનવ શરીર જેવું કોમ્પલેકસ રચના વિશ્ર્વભરમાં કયાંય જોવા ન મળે, માતાના ઉદરથી જન્મથી મૃત્યુ સુધી આપણું શરીર ર૪ કલાક કામ કર્યા જ કરે છે જો કોઇ એકાદ અંગ કામ કરવાનું બંધ કરે તો આપણે હોસ્પિટલ જવું જ પડે છે, માનવ જીવનના અદભુત રહસ્યો છે. રોજીંદા જીવનમાં આપણને એક મિનીટ સાવ સામાન્ય અદભુત રહસ્યો છે. રોજીંદા જીવનમાં આપણને એક મીનીટ સાવ સામાન્ય લાગે પણ આપણાં શરીરમાં કેટલી હિલચાલ થાય છે તે અદભુત અને જટિલ છે.

  • એક મિનિટમાં ૭૦ વખત હ્રદય ધબકે છે
  • આપણે સરેરાશ ૧૬ વખત શ્વાસ લઇએ છીએ.
  • આશરે ૭ થી ૮ લિટર હવા શ્વાસો શ્વાસમાં વાપરીએ છીએ
  • આપણી આંખો ર૦ વખત પલકારા મારે છે.
  • આપણા શરીરના હજારો કિલોમીટરના રકત પરિવહન ન ક્ષેત્રોમાં પ લીટર રકત પરિભ્રમણ કરે છે.
  • શરીરના બોન મેરોની અંદર દર મિનિટે ૧પ૦ મીલીયન રકત કણો (રેડ સેલ્સ)નું સર્જન થાય અને એટલી જ સંખ્યામાં રકતકણો નાશ પામે છે.
  • આ સિવાય પાચનની ક્રિયા, ખોરાકનું ગ્લુકોઝમાં રૂપાંતરણ તો હમેશા દિવસ-રાત ચાલુ જ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.