બ્લેક હોલ એટલે શું? શા માટે ભારત બ્લેક હોલનો અભ્યાસ નથી કરી શક્યું?

બ્લેક હોલ અવકાશનો સૌથી રહસ્યનો વિષય બન્યો છે. ભારતીય સંશોધકો અવકાશી ક્ષેત્રે અનેક સિદ્ધીઓ હાંસલ કરી શક્યા છે પરંતુ બ્લેક હોલ જ એક એવી બાબત છે કે જ્યાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા હજુ પુરતું સંશોધન થયું નથી. અત્યાર સુધી બ્લેક હોલના અભ્યાસમાં ભારતીય સંશોધકો કાઠુ કાઢી શક્યા નથી. દરમિયાન સૌપ્રથમ વખત આર્યભટ્ટ રિસર્ચ ઈન્સ્ટિટયુટ ઓફ ઓબ્ઝર્વેશ્નલ સાયન્સ ખાતે 100 વૈજ્ઞાનિકો એકઠા થયા હતા. જેમણે બ્લેક હોલ કેવી રીતે બને છે અને કેવી રીતે કામ કરે છે તે અંગે ચર્ચા કરી હતી.

વૈજ્ઞાનિક ડો.શશી ભુષણ પાંડેના મત મુજબ ભારતમાં સંશોધન ક્ષેત્ર છેલ્લા બે દાયકાથી ઉંચુ આવ્યું છે.
ભારતીય વૈજ્ઞાનિકો મોટા પ્રમાણમાં અલગ અલગ વિષયે સંશોધન કરી રહ્યાં છે. પરંતુ હજુ સુધી બ્લેક હોલના વિષયે હજુ પૂરું સંશોધન થયું નથી. સામાન્ય રીતે બ્લેક હોલનું કદ સૂર્ય કરતા 15 ગણુ મોટુ હોય છે. ગુજરાતીમાં તેને કૃષ્ણ વિવર પણ કહેવામાં આવે છે. બ્લેક હોલમાંથી પ્રકાશના કિરણો પણ છુટી શકતા નથી. આજે પણ બ્લેક હોલનો ભેદ ઉકેલી શકાયો નથી. બ્લેક હોલ માટે અનેક સંશોધનો થયા છે પરંતુ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા હજુ પુરતા પ્રયાસ કરાયા નથી.


એસ્ટ્રોફીઝીકલ જેટના ડાયનેમીકને ડિકોડ કરવાનો પ્રયત્ન સંશોધકો કરી રહ્યાં છે. તેમના મત મુજબ ત્રણ પ્રકારના જેટ ઈમીશન જોવા મળે છે. જેમાં માઈક્રો બ્લેઝર, ગામા રે અને બસ્ટ બ્લેઝરનો સમાવેશ થાય છે. દરમિયાન જો ત્રણેય જેટનો ઉપયોગ સમજી લેવાય તો ફિઝીકશના સૌથી અઘરા પ્રશ્ર્નનો જવાબ મળી જશે. આ વિષયે પુરતા સંશોધનથી બ્લેક હોલના નિર્માણની વાત પણ સામે આવી જશે. બ્લેક હોલ અંગેના અલગ અલગ સંશોધનના પૃથુકરણ કરવા જરૂરી છે. આ પ્રકારનો વર્કશોપ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા 50 વર્ષે યોજાયો છે. જેમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો.

બ્લેક હોલ એટલે શું?, કેવી રીતે નિર્માણ પામે છે?

જ્યારે કોઇ મોટા તારાનું તમામ બળતણ ખલાસ થઇ જાય, ત્યારે તેમાં એક જબરદસ્ત વિસ્ફોટ થાય છે, જેને સુપરનોવા કહેવાય છે. વિસ્ફોટ પછી જે પદાર્થ વધે છે, તે ધીરે ધીરે કેન્દ્ર તરફ એકઠ્ઠો થઇ અને ખુબ જ ભારે ઘનતા વાળા પીંડનું સ્વરૂપ લે છે, જેને ન્યુટ્રોન સ્ટાર કહે છે. જો ન્યુટ્રોન સ્ટારની ઘનતા અને કદ અનહદ વધારે હોય, તો ગુરુત્વાકર્ષણના દબાણને કારણે તે કેન્દ્ર તરફ વધુ ને વધુ ભિંસાતા છેવટે બ્લેક હોલ નુ સ્વરૂપ ધારણ કરી લેશે અને દેખાતો બંધ થઇ જશે. કેટલીક વખત ન્યુટ્રોન તારો 1 સેક્ધડમાં 500 થી 600 વખત પોતાની ધરી પર ફરે છે.મોટા ભાગના બ્લેક હોલ આકાશગંગા ઓ ના કેંદ્ર્મા હોય છે. આપણી આકાશગંગાના કેંદ્ર્મા પણ 4 લાખ સુર્ય દળ ધરાવતો એક બ્લેક હોલ છે. પૃથ્વીથી બ્લેક હોલનું અંતર લગભગ 55 મિલિયન પ્રકાશ-વર્ષ જેટલું છે.