Abtak Media Google News
  • ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ, એક એવું પરીક્ષણ છે જે જનીનો અથવા પૂર્વજો વિશે ખૂબ જ સચોટ માહિતી આપે
  • ડીએનએની કામગીરી આઠ તબક્કામાં કરવામાં આવે છે

ડીએનએ એટલે કે ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ, એક પરીક્ષણ છે જે આપણા જનીનો અથવા પૂર્વજો વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. તમને જણાવી દઈએ કે આપણા શરીરમાં લાખો કોષ હોય છે. લાલ રક્ત કોશિકાઓ સિવાય, અન્ય તમામ કોષોમાં આનુવંશિક કોડિંગ હોય છે, જે ડીએનએ છે

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ પછીના દ્રશ્યોએ લોકોના હૃદયને ભારે આંચકો આપ્યો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે આ દુર્ઘટનામાં મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. જેના માટે મૃતકોના ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યા છે. પરિવારજનોને એ પણ ખબર નથી કે તેમના સ્વજનનો મૃતદેહ કયો છે, ક્યાં છે.

25 માર્ચ 2024ના  ગોઝારો દિવસ, રાજકોટવાસીઓ સહીત સમગ્ર ગુજરાતના લોકો ક્યારેય ભૂલી નહી શકે. શાળા કોલેજમાં વેકેશનને ધ્યાને લઈને  ટીઆરપી ગેમ ઝોનમાં લોકોને આકર્ષવા માટે રૂપિયા 99માં ટિકિટ રાખી હતી. સસ્તા દરે ગેમ ઝોનમાં જવા મળતુ હોવાથી ટીઆરપી ગેમ ઝોનમાં ભારે ભીડ હતી. સાંજનો સમય હતો લોકો ગેમ ઝોનમાં વિવિધ ગેમ રમવામાં મશગુલ હતા, ત્યારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેમાં 28 લોકોના મોત થયા હતા.

ઉગઅ ટેસ્ટ શું છે ?

ડીએનએ એટલે કે ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ, જે એક વૈજ્ઞાનિક પરીક્ષણ છે. આ પ્રકારના પરીક્ષણ આપણા જનીનો અથવા પૂર્વજો વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા શરીરમાં લાખો કોષ હોય છે. લાલ રક્ત વાહિનીઓ સિવાય, અન્ય તમામ કોષમાં પણ એક આનુવંશિક કોડિંગ હોય છે. આ આનુવંશિક કોડિંગ એ જ ડીએનએ છે. સાદી ભાષામાં કહીએ તો, ડીએનએ સીડીની જેમ એક તરફ વળેલું હોય છે. એવું માનવામાં આવે છે કે જો માનવીના ડીએનએને સીધો કરવામાં આવે તો તે એટલો લાંબો છે કે તે સૂર્ય સુધી પહોંચી શકે છે અને 300 વખત પૃથ્વી પર લપેટી શકાય છે.

કેમ મૃતદેહની ઓળખ માટે ઉગઅ કરવા પડ્યા

ગેમ ઝોનમાં લાગેલી આગમાં ભોગ બનેલા કમભાગીને નરી આંખે તો ઓળખી શકાય તેવી સ્થિતિમાં જ નહોતા. લગભગ બળી ગયેલા મૃતદેહ કોનો છે તે નક્કી કરવા માટે તંત્ર પાસે માત્ર એક જ ઉપાય હતો અને તે છે ડીએનએ ટેસ્ટ. ડીએનએ ટેસ્ટ, મૃતકના પરિવારજનોના સેમ્પલ સાથે મૃતદેહના અવશેષમાંથી ડીએનએ મેચ કરવાનું અઘરુ કામ છે. આ પ્રકારનું ચોકસાઈ પૂર્વકનુ કામ કરવામાં સમય લાગતો હોય છે. પરંતુ તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તમામે તમામ મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું અને તે પણ ગણતરીના કલાકોમાં. ત્યારે જાણીએ કે શુ હોય છે ડીએનએ ટેસ્ટ ?

શરીરમાં ઉગઅ ટેસ્ટ કરવા માટે શું છે, વિશ્લેષણની પ્રક્રિયા ?

ઉગઅ સેમ્પલના આધારે કોઈપણ મોટા ગુનાહિત કેસને સરળતાથી ઉકેલી શકાય. ઉગઅ એ માનવ શરીરની ખૂબ જ જટિલ રચના છે.  જે આપણને આપણા માતાપિતા અને પૂર્વજો પાસેથી વારસામાં મળે છે. દરેક વ્યક્તિના ઉગઅ ઘણા કિસ્સાઓમાં સંપૂર્ણપણે અલગ હોય છે. ઉગઅ ચકાસવા માટે, આપણે માનવ રક્ત, લાળ, થૂંક, નખ, વાળ, દાંત, હાડકાં, પેશાબ અને વીર્યનો નમૂના તરીકે ઉપયોગ કરી શકીએ છીએ.

કોઈપણ વ્યક્તિના ઉગઅ નમૂના તેના મોજા, કપડાં, સાધનો, શસ્ત્રો, સાધનો, માસ્ક, ટોપી, જાતીય હુમલાના પુરાવા કીટ, અન્ડરગાર્મેન્ટ્સ, કપ, બોટલ, સિગારેટની કળીઓ, ટૂથપીક્સ, ટૂથબ્રશ, પથારી, ગંદા કપડાં, કાપેલા નખમાંથી મેળવી શકાય છે. ફેસ વાઇપ્સ. ફેંકેલા રૂમાલ અથવા નેપકીન, કાંસકો, કોન્ડોમ, ચશ્મા, પરબિડીયાઓ વગેરેમાંથી  લઈ શકાય છે. વધુ જાણકારી માં જોઈએ તો , જૈવિક સેમ્પલના આધારે કોઈપણ મોટા ગુનાહિત કેસને સરળતાથી ઉકેલી શકાય છે. ગુનાના સ્થળે મળેલા જૈવિક નમૂનાઓ ગુનેગારને શોધી કાઢવાનો સૌથી મોટો પુરાવો છે.

વાસ્તવમાં, જ્યારે આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરીએ છીએ, ત્યારે આપણી ત્વચાના મૃત કોષો તેના પર ચોંટી જાય છે. આ નમૂનાઓને લો-લેવલ ઉગઅ કે ટચ ડીએનએ કહેવામાં આવે છે. ઉગઅ પૃથ્થકરણમાં મુખ્યત્વે છ પગલાં હોય છે. પ્રથમ પગલું નિષ્કર્ષણ કહેવાય છે, બીજું પરિમાણ છે, ત્રીજું એમ્પ્લીફિકેશન છે, ચોથું છે વિભાજન એટલે કે એમ્પ્લીફાઈડ અને પાંચમું વિશ્લેષણ અને અર્થઘટન છે. કેમ વાર લાગે છે પરીક્ષણમાં

સામાન્ય રીતે જે કોઈ મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરવાનો હોય તે મૃતદેહમાંથી લોહી લઈને તેમના નજીકના સ્વજનના ડીએનએ સેમ્પલ સાથે ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ રાજકોટની ઘટનાને ધ્યાને લઈએ તો, મૃતકો એટલા બધા દાઝી ગયા છે કે, મૃતદેહમાં ક્યાય કોઈ જગ્યાએ લોહી નથી. એટલું જ નહી કેટલાક મૃતદેહ પર તો સહેજે માંસનો લોચો પણ નથી, આવા સંજોગોમાં હાડકાની અંદર રહેલા કોષ કે જેનુ પરિવારજનના સેમ્પલ સાથે ટેસ્ટ કરી શકાય તેવા લઈને પરીક્ષણ કરવામાં આવે છે. આ બધી જટીલ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 36 કલાક જેટલો સમય લાગતો હોય છે.

પ્રથમ તબક્કામાં કેસને પરીક્ષણ માટે નમૂનાઓ ના એનાલિસિસ માટે ખોલવા માટેની કેસ ઓપનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જેમાં અંદાજે છથી સાત કલાકનો સમય લાગે છે

દ્વિતીય તબક્કામાં નમૂનાઓ માંથી ડીએનએ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે જેમાં પણ અંદાજિત થતી સાત કલાકનો સમય જાય છે

બીજા તબક્કામાં ડીએનએ કોન્વયે ટીટી અને ક્વોલિટી ચેક કરવામાં આવે છે જેમાં અંદાજે ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે

ત્યારબાદ ચોથા તબક્કા હેઠળ ડી એન એ નમૂનાઓ કોનું પીસીઆર એટલે કે ડી એન એ સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જેમાં આશરે ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે

પાંચમાં તબક્કામાં બી એન એ પ્રોફાઇલિંગ કરવામાં આવે છે જે અંદાજે આઠથી નવ કલાક સમય લે છે એ છઠ્ઠા તબક્કા હેઠળ મેળવેલ ડીએનએ પ્રોફાઈલનું એનાલિસિસ કરવામાં આવે છે જેમાં બે થી ત્રણ કલાકનો સમય લાગે છે

સાતમા તબક્કામાં એનાલીસીસ થયેલા નમૂનાઓ નું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે તેમજ અંતિમ તબક્કા માંડી એને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે

ઉગઅ પરિવાર સાથે મેળ ખાય છે ?

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળક અને તેના માતા-પિતાનો ડીએનએ એક સરખો નથી હોતો. પરંતુ કેટલાક ભાગો સમાન હોઈ શકે છે. દરેક વ્યક્તિનો ડીએનએ અનન્ય હોય છે. પરંતુ આનાથી તમે એ ચોક્કસ જાણી શકો છો કે તમારો સંબંધ એકબીજા સાથે સંબંધિત છે કે નહીં. ડીએનએ ટેસ્ટ નક્કી કરે છે કે બાળક ચોક્કસ પરિવારનું છે કે નહીં. હત્યા કે અકસ્માતના કિસ્સામાં જ્યારે મૃતદેહની ઓળખ મુશ્કેલ બની જાય છે, ત્યારે ડીએનએ ટેસ્ટ દ્વારા તેની ઓળખ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતા કે પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવાતા હોય છે. અને તેની સાથે મૃતકના સેમ્પલને મેચ કરવામાં આવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.