હવેના દિવસો હથિયારથી યુદ્ધ કરવાના નથી. પણ આર્થિક યુદ્ધના છે. ટ્રમ્પ પણ આવું જ કરી રહ્યા છે તેઓએ સતા સંભાળતાની સાથે જ વિશ્વ આખાના વેપારને ડામાડોળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ આડેધડ ટેરીફ લગાવી વિશ્વભરની આયાત નિકાસ ઉપર પ્રશ્નાર્થ સર્જીને આર્થિક યુદ્ધ છેડી નાખ્યું છે.
કોઈ પણ દેશ માટે તેનો વેપાર ખૂબ મહત્વનો હોય છે. જેના થકી જ દેશનું અર્થતંત્ર નિર્ભર હોય છે. આવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ અનેક દેશોના અર્થતંત્ર ઉપર જ સીધો હુમલો કરી નાખ્યો છે. ખાસ કરી કેનેડા, મેક્સિકો અને ચીન ઉપર તેઓએ આડેધડ ટેરીફ લગાવી દીધા છે. ભારત પણ આમાંથી બાકાત રહ્યું નથી. ભારતે પણ ટેરીફનો સામનો કરવો પડી શકે છે.
હાલમાં ખુબ જ ચર્ચામાં રહેતો તડક્તો ભડકતો શબ્દ એટલે ટેરિફ. પણ શું તમને ખબર છે આ ટેરિફ શબ્દનો અર્થ થાય છે શું ?
સરળ શબ્દોમાં કહીએ તો, પારસ્પરિક ટેરિફનો અર્થ એટલે “જ્યારે દેશ A, દેશ B ની આયાત પર ટેરિફ (કર) લાદે છે, ત્યારે દેશ B, દેશ A ની આયાત પર સમાન ટેરિફ લાદીને બદલો લે છે.”
બીજા શબ્દોમાં કહીએ તો, ટેરિફ એ “ટિટ-ફોર-ટેટ” વેપાર નીતિ છે, જ્યાં દેશો વેપારનું સંતુલન જાળવવા માટે એકબીજાના ટેરિફનું પ્રતિબિંબ પાડે છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ દેશ અમેરિકન ઉત્પાદનો પર 10 ટકા આયાત ડ્યુટી લાદે છે, તો અમેરિકા પણ તે દેશમાંથી આવતા માલ પર 10 ટકા ટેરિફ લાદશે.
હવે વાત આવે કે ટેરીફની ભારત પર શું અસર પડશે ? તો આ અંગે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ટેરિફ વિશે કહ્યું હતું કે , ‘પરંપરાગત રીતે અમેરિકા પર ટેરિફ લાદનારા દેશોની યાદીમાં ભારત ટોપ પર છે. કેટલાક નાના દેશો એવા છે જે ખરેખર ઊંચા ટેરિફ વસૂલ કરે છે પરંતુ ભારત ભારે ટેરિફ વસૂલ કરે છે.
ટ્રમ્પે શું કહ્યું હતું
ટ્રમ્પે કહ્યું, ‘તેઓ અમારી પાસેથી ટેક્સ અને ટેરિફ બંને વસૂલ કરે છે અને હવે અમે પણ તેમના પર આવા જ ટેક્સ અને ટેરિફ લાદીશું.’ નિષ્ણાતો માને છે કે આ પગલાંથી અમેરિકા અને તેના વેપાર ભાગીદારો વચ્ચે તણાવ વધી શકે છે, જે વૈશ્વિક વેપાર અને અર્થતંત્રને અસર કરી શકે છે.
ભારત પર શું અસર પડશે
વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ટેરિફ વિશે કહ્યું હતું કે , ‘પરંપરાગત રીતે અમેરિકા પર ટેરિફ લાદનારા દેશોની યાદીમાં ભારત ટોચ પર છે. કેટલાક નાના દેશો એવા છે જે ખરેખર ઊંચા ટેરિફ વસૂલ કરે છે પરંતુ ભારત ભારે ટેરિફ વસૂલ કરે છે. હાર્લિ ડેવિડસનનું ઉદાહરણ આપતા ટ્રમ્પે કહ્યું, ‘ભારતમાં કર અને ટેરિફ એટલા ઊંચા હતા કે હાર્લિ ડેવિડસન તેની બાઈક પણ વેચી ન શકી.’ તેનાથી બચવા માટે, કંપનીએ ભારતમાં એક ફેક્ટરી સ્થાપવી પડી.
ભારતના કયા ઉદ્યોગોને અસર થશે
પીએમ મોદી અને ઈલોન મસ્ક વચ્ચેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું, ‘મને લાગે છે કે મસ્ક ભારતમાં વેપાર કરવા માંગે છે, પરંતુ ભારતમાં વેપાર કરવો ખૂબ મુશ્કેલ છે કારણ કે ત્યાં ટેરિફ ખૂબ ઊંચા છે.’ ટ્રમ્પે સંકેત આપ્યો કે ઈલોન મસ્ક ભારતમાં તેમના વ્યાપારિક હિતોને આગળ વધારવા માટે પીએમ મોદીને મળ્યા હશે. ટ્રમ્પના પારસ્પરિક ટેરિફની અસર ભારત પર પણ જોવા મળશે. ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે આનો સામનો કરવો ખૂબ જ પડકારજનક રહેશે. ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં ટેરિફ દર ખૂબ ઊંચા છે અને તેથી તે પારસ્પરિક ટેરિફ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અમેરિકાની નવી કર નીતિ ભારતના ઓટોમોબાઈલ, કાપડ અને અન્ય ઉદ્યોગોને અસર કરી શકે છે. જો ભારત ટેરિફ દર ઘટાડશે, તો તેની સીધી અસર તેની આવક પર પડશે, જે ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ હશે.