વિટામિન એટલે શું? તેનું માનવ શરીરમાં મહત્વ

તંદુરસ્ત અને રોગમુકત રહેવા માટે વિટામીનયુકત ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. વિટામીનની ઉણપથી ઘણી શારીરિક તકલીફો અને રોગનો શિકાર બનતા માનવશરીર માટે વિટામીન અને આવશ્યક ઘટક છે. ચાલો જાણીએ આ વિટામીન  શું છે?

આપણા ખોરાકમાં ચરબી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ, ફાયબર વગેરે ઘટકો હોય છે. ૧રમી સદીમાં વૈજ્ઞાનિકોએ એક નવું દ્રવ્ય શોધી કાઢયું હતું. જે રોગોથી માનવ શરીરને બચાવે છે. તેને વિટામીન નામ આપવામાં આવ્યું. ફળો, શાકભાજી, દૂધ વગેરેમાં થોડી માત્રામાં વિટામીન હોય છે. પરંતુ તે કામ મોટું કરે છે. વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારના વિટામીન શોધી એ, બી, સી, ડી.ઇ અને કે જેવા નામ આપ્યા વિટામીન માનવ શરીરમાં પ્રવેશ કર્યા બાદ સીધી જ શકિત પ્રદાન નથી કરતા પરંતુ પ્રોટીન અને અન્ઝાઇમ સાથે મળીને રોગ પ્રતિકારક શકિત વધારે છે. વિટામીનનો શરીરમાં સંગ્રહ થતો નથી. તેથી તે શરીરને પ્રતિદિન ખોરાકમાંથી જ મળી રહે તે મુજબ ખોરાક લેવો અનિવાર્ય છે.

વિવિધ વિટામીન વિવિધ અંગો માટે ફાયદાકારક

વિવિધ વિટામીન એટલે કે એ, બી, સી, વગેરે શરીરના વિવિધ અંગો માટે ફાયદાકારક છે. જેમ કે વિટામીન સી હાડકાને મજબુત બનાવે છે. વિટામીન એ આંખો માટે, વિટામીન કે અને ઇ ચામડી માટે સારા વિટામીન બી અને સી પાણીમાં ઓગળે જયારે અન્ય ચરબીમાં ઓગળે છે. માત્ર ખોરાક જ નહીં સૂર્ય પ્રકાશ દ્વારા ચામડીમાં પણ વિટામીન ડી તૈયાર થાય છે.