Abtak Media Google News

આપણા હિંદુ ધર્મના શાસ્ત્ર, પુરાણમાં ઘણા ઉલ્લેખ જોવા મળે છે. ભાગવત ગીતાજી, ગ‚ડપુરાણ, શ્રાદ્ધકલ્પ વગેરેમાં પણ તેનો સરળ ઉપાય બતાવવામાં આવ્યો છે. તેના આધારે ત્યાં સુધી કહી શકાય કે જે વસ્તુ વૈભવ, સંતોપ્તી દેવ ન આપી શકે તે પિતૃ આપવા સક્ષમ છે. તેની કૃપા માટે પોતાના પિતૃને રીઝવવાના પ્રયાસ કરવા જોઈએ.

શા માટે શ્રાદ્ધ કરવું જોઈએ તેના વિશેના મંતવ્યો જાણીતા યુવા કથાકાર પિન્ટુ અદા સાંણથલીવાળા જણાવે છે કે, શ્રાદ્ધ એટલે ભાવતા ભોજન જમી પિતૃને યાદ કરવા એટલે શ્રાદ્ધ !! પરંતુ એવું નથી સત્ય ધારણા કરતા ઘણું વિશાળ છે. જે પિતૃઓએ આપણને જીવન જીવવાની રીતભાત શિખવી. સમાજમાં ઉન્નત મસ્તકે ઉભા રહેવાનું શિખવ્યું. શિક્ષણ, સલામતી અને કપરા સંજોગોમાં સામે લડવાની આવડત આપી તેઓને યાદ કરી ખરાહૃદયથી ધન્યવાદ કરવાનું પર્વ એટલે શ્રાદ્ધ પર્વ, આપણે કાગવાસ આપીએ છીએ. કારણકે કાગડા કોઈપણ શુલ્ક વગર આખી જિંદગી એક સારા સફાઈ કર્મચારી તરીકેની ફરજ નિષ્ઠાની નિભાવે છે. ગંદકી પોતે આરોગી જાય છે. માનવ જીવનને ગંદકીથી થતા નુકસાનથી બિમારીથી પણ બચાવે છે. માટે તેઓને ભાવતું અન્ન આપી તેનો આભાર વ્યકત કરવાની ક્ષણ એટલે શ્રાદ્ધ. ભાદરવા મહિનામાં ઘણા પશુ-પંખીનો સંવનન કાળ ચાલતો હોય છે. તેવા સમયમાં તેને યોગ્ય આહારની જ‚રત હોય છે. તેથી પશુ-પંખીઓની કુદરતી સાયકલની યોગ્ય રીતે જાળવણી અન્ન, જળ આપી યથાર્થ કરવાનું પર્વ એટલે શ્રાદ્ધનું પર્વ. આ સમયમાં આપના વકિલોને ગમતી કોઈ ચીજવસ્તુ ઘરમાં વસાવવાથી પણ લાભ થાય છે. વસ્ત્રદાન, ગૌદાન, ભુમીદાન, શિક્ષાદાન (પુસ્તક), તલ, અન્નદાન કરી સાથે દક્ષિણા આપવામાં આવે તો તેનું ઉતમ ફળ વ્યકિતને પ્રાપ્ત થાય છે. જ‚રીયાતમંદ વ્યકિતને પણ દાન કરવાથી શુભ ફળ મળે છે. સાથે પોતાના પિતૃ પણ તૃપ્ત થઈ યશ, સમૃદ્ધિ, સાંસારીક, આધ્યાત્મિક, પુત્રાદી વગેરેની તૃપ્તીઓ આસાન રીતે પૂર્ણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.