Abtak Media Google News

સિઘ્ધિયોગ એક વિશાળ મહાસગાર છે, ધ્યાન મંત્ર જાપ, સંકિર્તન વગેરે સાગરના જળની અંજલીઓ છે

ગુરૂએ બતાવેલા માર્ગે મનની શુઘ્ધિ કરવી જોઇએ બાકીના શબ્દોનું તાત્પર્ય એ કે શ્રેયનો સ્વીકાર કરવો અને પ્રેયનો ત્યાગ કરવો

સિઘ્ધયોગ  એક વિશાળ મહાસાગર છે. ઘ્યાન, મંત્રજાપ, સંકિર્તન વગેરેનો માત્ર સાગરના જળની અંજલીઓ છે વસ્તુત: આપણા મનને શુઘ્ધ કરીને, અંતચક્ષુ ખોલીને આપણી જીવનશૈલી ઘરમૂળથી બદલીને આપણા ભીતર રહેલા પરમ તત્વને ઓળખવાનું છે

હજારો વર્ષથી ચાલી આવતી આ પ્રક્રિયા છે.

ગુરૂદર્શિત માર્ગેણ મન: શુઘ્ધિનું કારયેત અનિત્યં ખડયેત્સર્વ યત્કિચિદાત્મગોચરમ!!

(ગુરૂએ બતાવેલા માર્ગ મનની શુઘ્ધિ કરવી જોઇએ. આત્મભાવે, પોત પોતાના ભાવે, કર્તાપણાના અભિમાન અને સ્વામી પણાના અધિપત્યવાળી ઇન્દ્રોયોથી જે કંઇ દેખાય છે. એ અનિત્ય છે, એ બધાનું ખંડન કરવું જોઇએ.

કેટલાક મિત્રો એવા આશયથી સાધના કરે છે. કે એક દિવસ એમની ભકિતથી પ્રસન્ન થઇને ત્રિશુલ-ડમરૂ ધારી ભગવાન સદાશિવ અથવા મોરપિચ્છધારી શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રીરામ સ્વયં પ્રગટ થઇને દર્શન આપશે જો આવું થવાનું હોય તો અવશ્ય થાઓ, પરંતુ હું તો કહું છું કે (મોટાભાગના સિઘ્ધ પુરૂષો આવું જ કરી ગયા છે) કે ભગવાન શિવ, શ્રી કૃષ્ણ કે રામ કે આપણા ઇષ્ટદેવ હોય તે આપણી અંદર બીરાજમાન રહેલા છે. એ આપણને દર્શન આપે તેના કરતા આપણે તેના દર્શન કરી લઇએ.

શું છોડી દેવું અને શું પકડી રાખવું ? તેની વાત કરવામાં આવી છે. ગુરુએ બતાવેલા માર્ગે મનની શુઘ્ધિ કરવી જોઇએ બાકીના શબ્દોનું તાત્પર્ય એ કે શ્રેયનો સ્વીકાર કરવો, પ્રેયનો ત્યાગ કરવો, શ્રેય એટલે શું? અને પ્રેય એટલે શું? આ વાત એક દ્રષ્ટાંતથી વધુ સારી રીતે સમજી શકાશે.

મધરાતનો સમય ધોધમાર વરસાદ, વીજળીના ચમકારા, કડાકા-ભડાકાથી બીહામણ લાગતું વાતાવરણ એક પ્રેમિ એની પ્રેમિકાને મળવા માટેનો વાયદો આપી ચૂકયો હતો. પણ આવા વરસાદમાં એ જઇ શકયો નહીં એણે પ્રેમિકાને ફોન કર્યો, પ્રેમિકાએ કહ્યું હું તારા વિના રહી નહીં શકું જો આપણો પ્રેમ સાચો હોય તો તારે આવવું જ પડશે હું એકલી છું અને તારી પ્રતિજ્ઞા કરું છું.

આજ સંવાદ સહેજ અલગ રીતે ભજવાય તો કેવો હોઇ શકે…? અહિં બે પાત્રો પતિ-પત્ની છે. બીઝનેશ મીટીંગમાંથી મોડી રાતે પરવારેલો પતિ, પત્નીને ફોન કરે છે. અને કહે છે કે બહાર આવી તે મેં જોયું તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા છે.

પણ હું ગમે તેમ કરીને ઘેર પહોચવાનો પ્રયત્ન કરૂ છું. તું મારી ચિંતા કરતા નહીં. પત્નિ જવાબ આપે છે ચિંતા કેમ ન કરૂ? આવા વાતાવરણમાં તમે જયાં છો ત્યાં જ રહેજો ઘરે આવનાની કોશીષ ન કરતા. રસ્તામાં ગાડી બગડી જશે તો તમારું શું જશે..? આજની રાત ઓફીસમાં જ રોકાઇ જજો ‘જાન હે તો જહાન હૈ’

અહિં પ્રેમિકા એ પ્રેય છે અને પત્નીએ શ્રેય છે. ગુરુ ગીતા કહે છે કે આત્મભાવે કર્તાપણાના અભિમાન અને સ્વામીનારાયણના આધિપત્યવાળી ઇન્દ્રીયોથી જે કંઇ દેખાય એ અનિત્ય છે. એ બધાનું ખંડન કરવું જોઇએ જીવને જોખમમાં મુકીને કોઇ પરિબળ આપણને લલચાવે તે અનિત્ય છે તેનો ત્યાગ કરવો જે આપણુ કલ્યાણ ઇચ્છે છે તે નિત્ય છે તેનો સ્વીકાર કરવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.