સામાજિક વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થાનો રાજકારણ પર કેવો અસરકારક પ્રભાવ…?

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતને લોકશાહીની જનેતા અને વિશ્વ ગુરુનું ગરીમાપૂર્વક નું સ્થાન આપમેળે મળી રહ્યુ છે, ત્યારે આર્થિક મહાસત્તા તરફની મક્કમ ગતિએ આગેકૂચ કરનાર ભારતના લોકતંત્ર અને રાજકારણ પર આર્થિક વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા ની અસર કેટલા પ્રમાણમાં થાય છે? તેનું ચિંતન અનિવાર્ય બન્યું છે, સામાજિક વ્યવસ્થા માત્ર વ્યક્તિપૂરતું જ નહીં પરંતુ વ્યાપક ધોરણે સામાજિક વ્યવસ્થા લોકતંત્ર અને લોકશાહી પર અસર કરે જ છે,

સામાજિક વ્યવસ્થા ભૂતકાળને ભૂલીને નવી દિશા અને વિકાસ તરફ એકાગ્રતાથી આગળ વધવાનું માધ્યમ છે, લોકતંત્ર ને સુદ્રઢ સમજદાર અને મજબૂત બનાવવા માટે સામાજિક વ્યવસ્થા દુરસ્ત કરવી પાયાનું પરિમાણ છે, જેવી રીતે વહીવટી સંચાલન દેશ ના વિકાસમાં અર્થવ્યવસ્થા મહત્વનું પરિબળ છે તેવી જ રીતે સામાજિક વ્યવસ્થા પણ લોકતંત્ર ના રાજકારણમાટે અનિવાર્ય છે,સમાજને સુદ્રઢ બનાવવા થી જ લોકતંત્ર મજબૂત થાય છે.

ભારતના વિકાસ માટે આર્થિક ઉદારીકરણ અને અર્થતંત્રને મજબૂત કરવાની સાથે સાથે સામાજિક વ્યવસ્થાનું સુદ્રઢીકરણ પણ અનિવાર્ય છે, એટલે જ દેશના વિકાસ આર્થિકવૃદ્ધિ અને અર્થતંત્રને મજબૂત બનાવીને ભારતને વિશ્વની મહાસત્તા બનવા તરફ આગળ લઈ જવા માટે સામાજિક સુદ્રઢીકરણ માટે કલમ ૩૭૦ ની નાબૂદી, સમાન નાગરિક ધારો, જેવી કલમો અને બંધારણીય ફેરફાર થકી સામાજિક સુધારણા પણ લોકતંત્ર માટે અનિવાર્ય ગણાય, માત્ર આર્થિક સધ્ધરતા થકી દેશનું સંચાલન અને લોકતંત્ર સુદ્રઢ બની  ન શકે,…. લોકશાહીને મજબૂત બનાવવા માટે સામાજિક વ્યવસ્થા પણ મહત્વનું યોગદાન આપે છે.

સુધરેલ સમાજ થકી રાજકારણ અને આર્થિક વિકાસ અને દેશનું સંચાલન વધુ સરળ બને છે, “લોકશાહીની પરિપકવતા” સામાજિક સમરસતા, સમજદારી, સ્વેધનિક ફરજ નોવિવેક અને શિક્ષણની સાથે સાથે બંધારણ અને સ્વતંત્રતાની ગરીમાં સમજવાથી જ આવી શકે અત્યારે વિશ્વમાં મજબૂત અર્થતંત્રની હોડ લાગી છે.

ભારત પણ પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર ની વિશાળ આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આર્થિક મહાસત્તા બનવા માટે મજબૂત અર્થતંત્ર દૂરંદેશી રાજકારણની સાથે સાથેસામાજિક વ્યવસ્થા થકી જ લોકશાહી ધરાવતો દેશ આગળ વધી શકે ભારતમાં આર્થિક વિકાસની સાથે સાથે જે રીતે સામાજિક વ્યવસ્થા પણ સુધારાની પ્રક્રિયા આગળ વધી રહી છે તે વ્યવસ્થા અને ઢબ સમગ્ર વિશ્વને ભારત માંથી લોકશાહી ના પાઠ ભણવા માટે મજબૂર કરી રહી છે ભારતના લોકતંત્રને મજબૂત બનાવવા માટે આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક વ્યવસ્થા પણ પાયાના પરિબળ તરીકે કામ કરી રહી છે