Abtak Media Google News

કોરોનાની વૈશ્વિક મહામારીની દરેક દેશના અર્થતંત્ર પર વિપરીત અસર ઉપજી છે. વિશ્વની મહાસત્તા ગણાતા એવા ભલભલા દેશોએ પણ પછડાટ ખાધી છે. ત્યારે વાત કરીએ ભારતની સ્થિતિની તો એશિયાઈ દેશોમાં અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે. અને જો હજુ આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં આવનારી સંભવિત ત્રીજી લહેર નહીં આવે તો રાજકોષીય સ્થિતિ વધુ મજબૂત બની જશે. અને વર્ષ 2021ના અંત સુધીમાં સરકારી તિજોરી છલોછલ થઈ જશે તેમજ આગામી નાણાંકીય વર્ષ 2022માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ-જીડીપી 10%એ આંબી જશે તેવી પ્રબળ સંભાવના છે.

2021ના અંત સુધીમાં સરકારની તિજોરી છલોછલ વર્ષ 2022માં GDP 10%એ આંબવાની પ્રબળ શક્યતા

આગામી લહેરનો ખતરો હટી જશે તો નાણાંકીય વર્ષ 2022માં રૂ.60 હજાર કરોડની બચત થશે – એસબીઆઈ રીપોર્ટ

કોરોનાની આગામી લહેરન ખતર વચ્ચે હવે ભારતની રાજકોષીય સ્થિતિ કેવી રહેશે ? રાજકોષીય ખાદ્ય અને આવક પર શું અસર થશે ? તેના પર  તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે એ કોરોના વાયરસની ત્રીજી લહેર નહીં આવે તો ભારતની નાણાંકીય, રાજકોષીય સ્થિતિ સારી રહેશે. નાણાંકીય વર્ષ 2022માં જે ટેક્સ આવકનો લક્ષ્યાંક રખાયો છે. તેના કરતાં વધુ એટલે કે રૂપિયા 8.27 લાખ કરોડ કરતા વધુ આશરે 60 હજાર કરોડ રૂપિયાની આવક થશે. રાજ્યોને 60 હજાર કરોડ રૂપિયાની બચત થશે.

સોમવારે એસબીઆઈ રિસર્ચના અહેવાલમાં અર્થતંત્રના રિકવરી માટેના આશાવાદને આધાર આપવામાં આવ્યો છે. જીએસટી આવક અત્યાર સુધીમાં આ નાણાકીય વર્ષમા અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ રહ્યું છે – એપ્રિલમાં રૂ. 1.41 લાખ કરોડ આવક નોંધાઈ. મે મહિનામાં 1.43 લાખ કરોડની આવક થઈ. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જીએસટી કલેક્શનમાં અત્યાર સુધી ગતિ જળવાઈ રહી છે અને મફત રસીકરણ અને વધુ ખાદ્ય પુરવઠાથી થતા વધારાના નાણાકીય પ્રભાવમાં હજુ વધુ આવક વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.