Abtak Media Google News

સરકારનું પ્રોત્સાહન મળે તો આવતા દિવસોમાં અવિરત જથ્થો મળી રહે તે માટે કોલ્ડ ચેઈન સજ્જ

મંદી અને કોલ્ડ સ્ટોરેજનો માલ જ કામ આવ્યો

3 3

કોરોના કપરા સમયમાં ઘણા બધા ધંધા ઉપર માંઠી જોવા મળી છે ત્યારે કોલ્ડ સ્ટોરેજ ને પણ અસર જોવા મળી છે.  કારણ કે કોલ્ડ સ્ટોરેજમાં મસાલા કરિયાણું આવી બધી વસ્તુઓ હોય છે જે જીવન જરૂરિયાત પ્રોડક્ટ હોય છે ત્યારે અમુક કોલ્ડ સ્ટોરેજમા કોઇ ઘટાડો જોવા મળ્યો નથી પરંતુ પ્રોત્સાહન રૂપી બન્યું છે ત્યારે જ બીજી બાજુ જે કોલ્ડ સ્ટોરેજ એમની પ્રોડક્ટ્સ જથ્થાબંધ હોટેલમાં આપતી હોય તેમને થોડી ઘણી અસર જોવા મળી છે. સરેરાશ જોઈએ તો આવનારા સમયમાં કોલ્ડ સ્ટોરેજમાં ૨૦% વધારો જોવા મળશે અને પ્રોત્સાહન રૂપ મળશે ત્યારે ચાલો જોઈએ કે કોલ્ડ સ્ટોરેજમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે!

સરકારે કોલ્ડ સ્ટોરેજના લાઈટ બિલમાં રાહત આપવી જોઈએ: પ્રશાંત ચંદારાણા

Img 20210528 Wa00011 શ્રીજી કોલ્ડ સ્ટોરેજના મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંતભાઈ ‘અબતક’ સાથે ની ખાસ વાતચીતમાં જણાવે છે કે કોલ્ડ સ્ટોરેજમાં હાલ માલ ઓછો છે કારણ ખપત ઓછી થઈ ગઈ છે આનું કારણ ટ્રાન્સપોર્ટેશનમા લોકડાઉનના કારણે મુશ્કેલી પડી હતી અમારો વધારે માલ  જથ્થાબંધ હોટેલ માં જતો હોય છે માટે અત્યારે ધંધામાં થોડી ખપત દેખાય છે. કારણકે હોટલ નો બિઝનેસ પણ લોકડાઉના કારણે ઘણો ખરો ઘટાડો જોવા મળ્યો છે.

શ્રીજી કોલ્ડ સ્ટોરેજમાં મસાલા, કરિયાણું, ખજૂર, ગોળ અને આવી બધી વસ્તુઓ રાખવામાં આવે છે. સમગ્ર પરિસ્થિતિ નું અવલોકન કરીએ તો અમારા ધંધા પર પણ થોડી અસર જોવા  મળી જ છે. સાથે તેઓ ગોળના સ્ટોરેજ પર પ્રકાશ પાડતા કહે છે કે એમને ત્યાં ગોળ તાલાલા, કોડીનારથી આવે છે અને એનું સ્ટોરેજ ૮-૧૦ મહિના સુધી કરી શકાય!  તેમણે સરકારને લાઈટ બિલ માં રાહત આપવા માટે પણ માંગ કરી છે કારણ કે આવા સમય માં જ્યારે માલ ઓછો છે ત્યારે બિલ તો એટલું જ આવે છે.

આવનારા સમયમાં કોલ્ડ સ્ટોરેજ બિઝનેસમાં વધારો જોવા મળશે: પીન્ટુભાઈ પટેલનું અનુમાન!

41

બોમ્બે સુપર હાઇબ્રીડ સીમ્સ  અને કોલ્ડ સ્ટોરેજ ના પીન્યુભાઇ પટેલ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે કોલ્ડ સ્ટોરેજમાં ઘણી બધી પ્રોડક્ટ જેમકે ચણા એ આપણે આઠ-દસ મહિનાથી લઈને વરસ દિવસ સુધી સ્ટોર કરી શકે છે. સાથે સાથે કોરોનાની પરિસ્થિતિ માં તેઓ જણાવે છે કે કોલ્ડ સ્ટોરેજ પર કોઈ અસર જોવા મળી નથી કદાચ  પ્રોત્સાહન મળ્યું હશે કારણકે યાર્ડ સમગ્ર ગુજરાતમાં બંધ હતા ત્યારે સ્ટોરેજના સ્ટોર કરેલી પ્રોડક્ટ  જ કામ આવી હતી.

તેજી મંદી કોલ્ડ સ્ટોરેજમા જો હોશિયારીથી ધંધો કરીએ તો જ્યારે કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ ઓછી હોય ત્યારે તેને કોલ્ડ સ્ટોરેજમાં કાળજીથી સ્ટોર કરવું જોઈએ અને માર્કેટમાં જ્યારે સારા ભાવ મળે ત્યારે વેચવું જોઈએ તો મંદીનો આમાં કોઈ સવાલ નથી આવતો મારા ખ્યાલથી હાલ જ્યારે ભારત દેશની વાત કરીએ તો ટેમ્પ્રેચર વધતું જ જાય છે આવા સમયમાં આવતા દિવસમાં કોલ્ડ સ્ટોરેજ મહત્વરૂપી બને છે. પીન્ટુભાઇ સરકારની સહાય ના વખાણ કરતા કહે છે કે તેઓ હાલ સબસીડી થી ખુશ છે અને આવનારા સમયમાં નવા કોલ્ડ સ્ટોરેજ ને પ્રોત્સાહન રૂપ બનવા માટે આ સબસિડી કાયમ રાખે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.