Abtak Media Google News

ધોરાજી આદર્શ એજયુકેશન સોસાયટી દ્વારા ચીલ્ડ્રન યુનિવર્સિટી ચાન્સેલર હર્ષદભાઇ શાહ દ્વારા ઓનલાઇન ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હર્ષદભાઇ શાહે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે શિક્ષણમાં લાઇફ એજયુકેશન અને લાઇવ એજયુકેશન આ બે મહત્વના ભાગ છે. ઉદાહરણ તરીકે ગુરુકુલમાં એક એવું શિક્ષણ આપવામાં આવતું કે કુશ નામનું ઘાસ વિઘાર્થીને તોડવાની સુચના આપવામાં આવે ગુરુ તરફથી આ ઘાસ વાઢવા જંગલમાં મોકલવામાં આવે અને આ ઘાસ કાપવાનું એવો જ વિઘાર્થી કરી શકે કે જે ખુબ હોશિયાર હોય, બારીક નજર હોય અને તે ન ઘ્યાન રાખે તો તેના હાજમાં ઇજા પણ થાય, તેના ઉપરથી કુશળ શબ્દ આવેલો છે.

આવી રીતે દરેક જગ્યાએ માત્ર માર્કશીટનું શિક્ષણ નહી પરંતુ મૂલ્યલક્ષી શિક્ષણ બનવું જોઇએ વાલીઓની અપેક્ષા માર્કશીટની હોય છે પરંતુ જીવ જગત અને જગદીશનું આ જ્ઞાન છે. તે બાળક લે તે ખુબ જ સ્વાભાવિક છે અને જરુરી પણ છે. આ તકે આદરણીય હર્ષદભાઇ શાહ તરફથી ખુબ ઉદાહરણ આપવામાં આવેલા હતા કે અત્યારે ભલે એવા વાલીઓ પણ છે જેમણે પોતાના બાળકને શાળામાં જ મોકલેલા નથી અને કોઇએક ગુણ એટલો બધો કેળવેલો છે. તેમને ત્રણ કરોડ કે ચાર કરોડનો પગાર સાથે સારી સારી કંપનીનો રાખી રહી છે.

શિક્ષણનું કાર્ય એ છે કે વ્યાપક કાર્ય છે મનુષ્ય નિર્માણનું કાર્ય છે. માહીતીમાંથી સમજણ અને જ્ઞાન તરફ લઇ જવાની પ્રક્રિયા છે આચાર્ય ચાણકયના શબ્દો હતા કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પરંતુ આદરણીય હર્ષદભાઇએ પ્રોત્સાહીત કરતા જણાવ્યું હતું કે સાધારણ કભી શિક્ષક નહિ હોતા, સાધારણ મનુષ્ય કે વ્યકિતત્વનું કે સાધારણ લોકોનું કામ નથી કે તે શિક્ષણ બની શકે એટલા માટે પોતાને કયારેય હળવાશથી લેવું.

મનુષ્યની પ્રથમ યુનિવર્સિટીતે બાળક છે. એટલે તેમની પાસેથી પણ ઘણું શીખવાનું હોય છે, બાળકને ખબર ન પડે અને આવડી જાય તે શિક્ષણ એટલી સાહજિકતા ભર્યુ શિક્ષણ હોવું જોઇએ, શિક્ષકો હંમેશા પ્રયોગશીલ હોવા જોઇએ. આ તકે હર્ષદભાઇ શાહે આદર્શ એજયુકેશન સોસાયટીનું ચિલ્ડ્રન યુનિવસિર્ટ સાથેનું જોડાણ જે થયું છે તેને પણ આવકારેલ અને જણાવેલ હતું કે આ જોડાણથી મુલ્યલક્ષી શિક્ષણમાં આદર્શ એજયુકેશન સોસાયટીના વિઘાર્થીઓને તો ફાયદો થશે જ આ સાથે સાથે ધોરાજીની સમગ્ર જનતાને પણ ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.