Abtak Media Google News

કોરોના મહામારીને સામે વિશ્ર્વ આખુ જજુમી રહ્યું છે. કોરોનાને નાથી મહામારીના આ કાળમાંથી મૂકત થવા દરેક દેશની સરકારો, વૈજ્ઞાનિકો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો છેલ્લા એક વર્ષથી પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ વાયરસ સામેની ‘સચોટ’ દવા કે રસી શોધાઈ નથી રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતા તો આડઅસરની આશંકાને લઈ રસીની ‘રસ્સાખેંચ’ જામી છે. કોરોના સામે જીતવા દર્દીને કયારે, કેટલા અને કઈ પ્રકરે ડોઝ આપવા તે અંગે હજુ અસ્પષ્ટતા છે.ત્યારે કોરોનાએ તેનું વરવું નવું સ્વરૂપ દેખાડયું છે. કોરોના દરેક તબકકે તેનો ‘કલર’ બદલી રહ્યો છે. જેનું ચિત્ર સ્પષ્ટ કરી ‘સચોટ’ રસી શોધવી વૈજ્ઞાનિકો માટે એક મોટો પડકાર છે. કોરોનાનું જુનુ સ્વરૂપ હજુ ઉકેલાયું નથી ત્યાં વાયરસનું આ નવું ઘાતકી સ્વરૂપ મોટા ખતરાની ઘંટડી સમાન છે.જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે રસીની ‘રસ્સાખેંચ’ને વધુ ગહેરી બનાવી છે.બ્રિટન સહિતના યુરોપીયન દેશો કોરોનાના આ નવા સ્ટ્રેઈનમાં સપડાતા અંધાધુંધી ફેલાઈ ગઈ છે. સ્થિતિ અનિયંત્રીત બની ગઈ હોય, તેમ કોરોના ૭૦ ટકાથી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે. જો ભારતમાં આ સ્ટ્રેનની શરૂઆત થશે તો હાહાકાર મચી જશે તેમા કોઈ બેમત નથી.

શું છે કોરોનાનો નવો સ્ટ્રેન અને તેના લક્ષણો??

– સામાન્ય રીતે, કોઈ પણ વાયરસમાં અમૂક સમયનાં અંતરાએ ફેરફાર થતાં જાય છે. ખાસ તેમાં જેનેટીક ફેરફાર જોવા મળે છે.

– વાયરસ કુદરતી રીતે જ પોતાને અપગ્રેડ અને અપડેટ કરે છે. તે જેમ જેમ વધુ લોકો વચ્ચેથી પસાર થાય તેમ તેમ પોતાના જીનેટીક ફોર્મમાં અપડેશ લાવે છે.

– ચીનમાંથી આ વાયરસ મળ્યો ત્યારથી અત્યાર સુધીમાં કોરોનાના નવા નવા વેરીએન્ટસ અને સ્ટ્રેન જોવા મળ્યા છે. આથી જ તો વૈજ્ઞાનિકો વચ્ચે પણ મતમતાંતર જોવા મળ્યો છે કે, કોરોના આખરે કયા માધ્યમથી સૌથી વધુ ફેલાઈ રહ્યો છે ?? તેને અટકાવવા કઈ પ્રકારની રસી સૌથી વધુ અસરકારક છે??

લક્ષણો

– કોરોનાના આ નવા સ્ટ્રેનના મોટાભાગના લક્ષણો કોવિડ ૧૯ના જુના સ્ટ્રેનને સુસંગત જ છે. માત્ર ત્રણથી ચાર લક્ષણો અલગ પડે છે તે જ સૌથી ઘાતકી છે.

* શરીરનું તાપમાન ૧૦૦.૪ ડિગ્રી ફેરનહીટ કે ૩૮ ડિગ્રી સેલ્સીયસ

* ઉધરસ અને શ્ર્વાસ લેવામાં ભારે તકલીફ

* નાક વહેવું, ગળામાં સોજો અને દુ:ખાવો * ડાયરિયાની સમસ્યા

કેવી રીતે બને છે આ નવો સ્ટ્રેન??

* કોઈ પણ વાયરસ પોતાનામાં જેનેટિક ફેરફાર કરીને વધુ સારૂ વર્ઝન તૈયાર કરે છે.

* આ સમગ્ર પ્રક્રિયા ઉત્ક્રાંતિવાદની થીયરીના આધારે હોય છે.

* કોરોનાનો આ નવો સ્ટ્રેન સૌથી વધુ માનવ શરીરના કોષોમાં બનતા પ્રોટીન પર વધુ હુમલો કરે છે.

* વાયરસ કોઈપણ દવા કે રસીથી બચવા પોતાની જાતમાં કેટલાક સામાન્ય એવા ફેરફાર કરી પ્રોટીનને અસર કરે છે.

* કોરોના વાયરસમાં ખાસ બે પ્રકારનાં જેનેટિક ફેરફાર નોંધાયા છે. જેની અસરો પર શોધખોળ ચાલુ છે.

* યુકેમાં મળી આવેલા સ્ટ્રેનમાં સ્પાઈક પ્રોટીનમાંકે અને વાયરસમાં બે વેરીએશન જોવા મળ્યા છે.

* આંશિક ફેરફારથી કોરોના વાયરસ યુકેમાં ‘સુપર સ્પ્રેડર્સ’ બન્યો છે.

૭૦% વધુ ઝડપથી ફેલાતા બ્રિટનમાં હાહાકાર

કોરોનાના નવા સ્ટ્રેનમાં કેસો ૭૦ ટકાથી વધુ ઝડપે ફેલાઈરહ્યા છે. જેનો ભોગ બ્રિટન બન્યું છે. સામુહિક મેળાવડા અને જાહેરસભાઓનાં માધ્યમથી આ નવો સ્ટ્રેન સૌથી વધુ ફેલાય છે. સંશોધકોએ જણાવ્યું છે કે, એપ્રીલ મહિનામાં સ્વીડનમાં મળેલા કોરોના વાયરસમાં બે જેનેટિક ફેરફાર નોંધાયા હતા. જેનાથી વાયરસની ફેલાવાની ઝડપ ધાર્યા કરતા અનેકગણી વધી છે. આના કારણે બ્રિટનમાં હાહાકાર મચી ગયો છે. યુરોપીયન દેશોમાં લોકડાઉનની સ્થિતિ ઉભી થઈ છે. દરરોજ ૬૦૦૦ જેટલા સ્ટ્રેનના કેસો નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કાબુમાં લેવી એક મોટા પડકાર સમાન છે.

નવો સ્ટ્રેન રસીની અસરકારકતાને મોટો પડકાર

કોરોના મહામારીને જળમૂળમાંથી નાબુદ કરવા વિશ્વભરનાં દેશો એક જુથ થઈ લડી રહ્યા છે. સંશોધકો પણ ઉંધેકાંધ થયા છે. સો ટકા વિશ્વનીયતાનો અભાવ કિમંતો, સંગ્રહ ક્ષમતા અને આડઅસરને લઈ અનેકો પ્રશ્નો છે. ત્યારે કોરોનાએ બીજુ સ્વરૂપ ધારણ કરતા આ પ્રશ્નોનો ઉકેલ વધુ જટીલ બન્યો છે. કોવિડ ૧૯ના નવા સ્ટ્રેનના કારણે રસીની અસરકારકતા પરપણ પ્રશ્નો ઉભા થયા છે. ધીમીગતિનં કોરોના વાયરસ પર પણ રસીનેલઈ પ્રશ્નાર્થ હતો ત્યારે હવે નવું ઘાતકી સ્વરૂપ સામે આવતા નવી ગૂંચવણ ઉભી થઈ છે.

કોરોનાનો આ નવો સ્ટ્રેન પર રસીની અસર થશે?? આ નવા સ્ટ્રેનને રસી અટકાવી શકશે?? જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે, આ અંગે નિષ્ણાંતોનું કહેવું છેકે, નવી સ્ટ્રેન પર રસી નિષ્ફળ નીવડે તેવું લગભગ અશકય છે. પરંતુ તેમ છતાં આ નવા સ્ટ્રેનની લાંબા ગાળાની અસર પર ઉંડાણ પૂર્વક રીસર્ચ જ આગામી સમયમાં જવાબ આપી શકશે.

નિષ્ણાંતો મુજબ, વેકિસન ભલે સ્પાઈક પ્રોટીન ને લક્ષ્ય બનાવીને તૈયાર કરાઈ હોય પરંતુ તે વ્યકિતની રાગે હાનિકારક શકિતને વધારે છે. અને વાયરસના હુમલા સામે લડવા માટે જરૂરી એન્ટીબોડીઝ પુરી પાડવામાં મદદ કરશે. આથી એવું માનવાનું કોઈ ચોકકસ કારણ નથી કે, રસી સંપૂર્ણ પણે નિષ્ફળ નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.