રાજકોટ: “લાઈટ હાઉસ પ્રોજેકટ”નું PM મોદી શુક્રવારે કરશે નિરીક્ષણ , કેવો હશે આ ડ્રીમ પ્રોજેક્ટ? કેવી હશે સુવિધાઓ ?

DCIM100MEDIADJI_0531.JPG

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટીમાં રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત 1 જાન્યુઆરી 2021નાં રોજ ઙખ મોદીના હસ્તે કરાયું હતું. પ્રધાનમંત્રી તેના આ ડ્રીમ પ્રોજેકટની સમીક્ષા કરી રહ્યા છે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સતત માર્ગદર્શન હેઠળ આ પ્રોજેકટ પુરજોશમાં ચાલી રહ્યો છે.આગામી 25 જૂન શુક્રવારના રોજ પ્રધાનમંત્રી મોદી રાજકોટ સહિત દેશનાં 6 શહેરમાં ચાલતા લાઇટહાઉસ પ્રોજેકટનું ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરશે. અને બાદમાં અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી આ પ્રોજેકટની વિગતો મેળવશે.

શું છે આ ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ???

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી એકસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી.આ 54 ટેકનોલોજી પૈકી રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહ્યું છે. જેમાં કુલ રૂપિયા 118 કરોડના ખર્ચે 1144 આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.50 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.50 લાખની સહાય આપવામાં આવી છે. ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર દ્વારા પ્રતિ આવાસ રૂ.4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ પણ આપવામાં આવનાર છે.

25 વર્ષથી વધુ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનુ ગૂંચવાયેલુ કોકડું ઉકેલાવાના ઉજળા સંજોગો

અદ્યતન આવાસમાં શું હશે સુવિધાઓ???

આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલ 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોય, આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, કઊઉ લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.

મોદી સાહેબનું સપનું થશે સાકાર, શુક્રવારે ડ્રોન કેમેરા મારફત લાઈટહાઉસ પ્રોજેકટનું પ્રધાનમંત્રી કરશે નિરીક્ષણ: ડો.પ્રદીપ ડવ ( મેયર)

અબતક સાથેની વાતચીત દરમિયાન મેયર ડો. પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે રાજકોટનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે ત્યારે સ્માર્ટ સિટી ખાતે લોકોને ખૂબ જ આધુનિક સુવિધા ધરાવતા અને મોદી સાહેબનું સપનુ એવો આ લાઈટ હાઉસ પ્રોજેક્ટ છે.અહીં 1144 આવાસ નું નિર્માણ થનાર છે આ પ્રોજેક્ટ માટે   ખૂબ જ ઝડપથી આ કામ પૂર્ણ થવાનું છે આવતી પહેલી જાન્યુઆરીના રોજ આ કામ પૂર્ણ થવાની સંભાવના છે સાથે જ તેમાં ખાસ  કેન્દ્ર સરકારની સહાય તથા રાજ્ય સરકારની સહાય વગેરે જેવી સહાય પણ આપવામાં આવી છે તેમાં જે લોકોને આવાસ લાગ્યા છે તેમને જરૂરિયાતની તમામ ચીજો આવાસના મકાનોની અંદર એટલે કે ફર્નિચર પણ કરી આપવામાં આવશે હાલના તબક્કે જે કામ થયું છે તે

મુજબ તેમની દિલ્હીની અને ચેન્નાઈની ટીમ પણ ખાસ્સો રસ લેતી હોય છે 1 જાન્યુઆરી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.  લોકાર્પણ કરવાની સમયમર્યાદા નક્કી થયેલી છે તે સમય મર્યાદામાં આપણે આ કામ છે એ પૂર્ણ કરવાનું છે, અને આપણે લોકોને સોંપી આપવાના છે. શુક્રવારે  માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી આ પ્રોજેક્ટનું ડ્રોન મારફતે નિરીક્ષણ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો લાઈટ હાઉસ નો પ્રોજેક્ટ ડ્રિમ પ્રોજેક્ટ છે .જે દેશના છ શહેર માં નિર્માણ પામનાર છે હાલ પ્રોજેક્ટ માટે ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

અન્ય આવાસ તૈયાર થતા 25 મહિના લાગે છે પરંતુ ફ્રાન્સ ટેકનોલોજી મારફત 12 મહિનામાં આવાસ થશે તૈયાર – અલ્પના મિત્રા ( સિટી એન્જીનીયર, RMC )

અબતક મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર અલ્પના મિત્રાએ જણાવ્યું હતું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રાજકોટ ખાતે નિર્માણ થઇ રહ્યો છે.આવાસ યોજનાની માંગને પહોંચી વળવા માટે નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે માનનીય વડાપ્રધાન  દ્વારા જે નિર્ધારિત કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે આખા દેશમાંથી કુલ છ શહેરોની પસંદગી થયેલી છે રાજકોટ પણ છે એ ખૂબ ગર્વની વાત છે. નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા સમયમાં આવાસોની કામગીરી પૂર્ણ કરવાની છે સામાન્ય રીતે આવાસ બનતા 25 થી 30 મહિના લાગતો હોય છે.આ 13 માળના આવા ટાવર  છે જે ફ્રાન્સની ટેકનોલોજીનાછે.  એક વર્ષની મર્યાદા માં

પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે. અહીંયા11 ટાવર બનાવવાના છે જેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે જેમાં ટાવરનું ખોદાણ અને બે ટાવરનું સુપર સ્ટ્રક્ચર પણ તૈયાર થઈ ચૂક્યું છે 25 તારીખે વડાપ્રધાન દ્વારા ડ્રોન થકી આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવશે અને સાથોસાથ અન્ય 6 શહેર પણ આપણી સાથે જોડાવવાના છે અને દરેક શહેરમાં એક સાથે જ કામગીરી પૂર્ણ થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને તમામ જગ્યાઓ ઉપર એક જ સરખી ટેકનોલોજીનો ઉપયોગ થાય તેનું ધ્યાન પણ માનનીય વડાપ્રધાન શ્રી રાખવાના છે

ખૂબ જ ઓછા સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવતી હોય છે સામાન્ય રીતે આવાસોનું ફોર્મ ભરીને બે ત્રણ વર્ષના લાંબા સમય સુધી વાટ જોવી પડતી પડતી હોય છે અહીંયા એક વર્ષમાં જ આવાસ આપી દેવાના છે આજે આવાસો બનવાના છે તેમાં માનનીય વડાપ્રધાન શ્રી ખાસ સુચના દ્વારા બેઝિક ફર્નિચર પણ આપવાના છીએ બેડરૂમ કબાટ હોય કિચનમાં પણ થોડું ફર્નિચર હોય આ ચાલીસ ચોરસ મીટર કારપેટ એરિયા વાળા છે સામાન્ય રીતે કહીએ તો ત્રણ રૂમ કિચન અને ટુ બીએચકે કહીએ એ પ્રકારના આવાસ છે આમાં આપણે શોપિંગ સેન્ટર પણ છે કમ્યૂનિટી હોલ પ્લે હાઉસ બનાવવાના છે અને વચ્ચે બહુ મોટું એક સેન્ટ્રલ ગાર્ડન છે.

ગ્રાઉન્ડ ફ્લોરમાં પૂરતી પાર્કિંગની પણ વ્યવસ્થા છે.વડાપ્રધાનશ્રીના ડ્રીમ પ્રોજેક્ટ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળતું રહે છે એમના પ્રયત્નો દ્વારા જ રાજકોટના પ્રોજેક્ટ મળેલ છે બાકી અન્ય શહેરનું આપણે અભ્યાસ કરીએ તો બધા કેપિટલ સીટી છે. લોકોને આવાસ સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે આપણે આવાસો માટે અરજીઓ મંગાવી હતી તેનો પણ ડ્રો થઈ ગયો છે બધું એમને આવતા અઠવાડિયાથી આપણે એલોટમેન્ટ લેટર આપેલ અને એની પેમેન્ટ ની પ્રોસિજર થાય અને એ પ્રોસિજર પૂર્ણ થાય એ કામગીરી પૂર્ણ થઇ જશે.

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરોની પસંદગી કરવામાં આવી

અદ્યતન ટેકનોલોજીથી આવાસો માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવેલ છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં 6 જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવી છે.

સમગ્ર કામગીરી મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સના વડપણ હેઠળ BMTPC  (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.