Abtak Media Google News

તમે શિવ મંદિર અને વિષ્ણુ ભગવાનના મંદિર તો ઘણા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સાસુ-વહુનુ મંદિર જોયુ છે. તમને આ રીતે આ મંદિર વિશે જાણીને હેરાની તો થશે, પરંતુ અહીં તમને જણાવવાનુ કે આ બિલકુલ સાચુ છે. આ મંદિર રાજસ્થાનના ઉદયુપરમાં છે. આ મંદિરના નિર્માણની કહાની ખૂબ જ રસપ્રદ છે.

What-Is-This-Mother-In-Law-Temple-Learn-1100-Years-Old-History
what-is-this-mother-in-law-temple-learn-1100-years-old-history

સાસુ વહૂનુ મંદિર ઉદયપુરના પ્રસિદ્ધ ઐતિહાસિક અને પર્યટન સ્થળોમાંથી એક છે. વહૂનુ મંદિર, સાસુના મંદિરથી થોડુ નાનુ છે. 10મી સદીમાં નિર્મિત સાસુ-વહૂનું મંદિર અષ્ટકોણીય આઠ નક્કાશીદાર મહિલાઓથી સજાવવામાં આવેલી છત છે. મંદિરની દિવાલોને રામાયણની અલગ-અલગ ઘટનાઓની સાથે સજાવવામાં આવી છે. મૂર્તિઓને બે તબક્કામાં આ રીતે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે કે બંને એકબીજા સાથે જોડાયેલી રહે છે.

What-Is-This-Mother-In-Law-Temple-Learn-1100-Years-Old-History
what-is-this-mother-in-law-temple-learn-1100-years-old-history

સાસુ-વહૂના આ મંદિરમાં એક મંચ પર ત્રિમૂર્તિ એટલેકે બહ્મા, વિષ્ણુ અને મહેશની તસ્વીરો છે, જ્યારે બીજા મંચ પર રામ, બલરામ અને પરશુરામના ચિત્ર લગાવવામાં આવેલા છે. કહેવાય છે કે મેવાડ રાજવંશની રાણીએ અહીં ભગવાન વિષ્ણુનુ મંદિર અને વહૂએ શેષનાગના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સાસુ-વહૂ દ્વારા નિર્માણ કરાવવાને કારણે આ મંદિરોને સાસુ-વહૂના મંદિરના નામે પણ બોલાવવામાં આવે છે.

1100 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ રાજા મહિપાલ અને રત્નપાલે કરાવ્યું હતું. સાસૂ-વહૂના આ મંદિરના પ્રવેશ-દ્વાર પર બનાવેલી બાલ્કની પર મહાભારતની આખી કથા અંકિત છે, જ્યારે આ છજા પર ડાબી બાજુ લગાવેલા સ્તંભ પર શિવ-પાર્વતીની પ્રતિમાઓ છે. જોકે, આજે બંને મંદિરોના ગર્ભગૃહોમાંથી દેવ પ્રતિમાઓ ગાયબ છે.

What-Is-This-Mother-In-Law-Temple-Learn-1100-Years-Old-History
what-is-this-mother-in-law-temple-learn-1100-years-old-history

સાસુ-વહૂના આ મંદિરમાં ભગવાન વિષ્ણુની 32 મીટર ઉંચી અને 22 મીટર પહોળી પ્રતિમા છે. આ પ્રતિમા સો ભૂજાઓ યુક્ત છે, તેથી આ મંદિરને સહસ્ત્રબાહુ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. સાસુ-વહૂના બંને મંદિરોની વચ્ચે બહ્માજીનું એક નાનુ મંદિર છે.

સાસુ-વહૂના આ મંદિરોની આજુબાજુ મેવાડ રાજવંશની સ્થાપના થઈ હતી. કહેવાય છે કે કિલ્લા પર જ્યારે મુગલોએ આધિપત્ય જમાવ્યું હતુ ત્યારે સાસુ-વહૂના આ મંદિર પર મુગલોનું ધ્યાન ગયુ અને તેને રેતીથી ભરાવીને બંધ કરાવી દીધુ હતું. જોકે, બાદમાં જ્યારે અંગ્રેજોએ કિલ્લા પર કબજો જમાવ્યો ત્યારે ફરીથી આ મંદિરને ખોલાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.