Abtak Media Google News

 

અબતક,રાજકોટ

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મહામૂલા મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી થતા મૂરજાતી મોલાતને જીવનદાન મળ્યું છે. હતાશ થઈ ગયેલા માનવ હૈયાઓ ફરી મૂલકાય રહ્યા છે. છેલ્લા બે દિવસથી રાજયમા મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. દરમિયાન સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ ગુજરાત પર સ્થિર છે. ચોમાસુ સક્રિય છે અને મોનસુન ‚ફ નોર્મલ પોઝિશનમાં હોવાના કારણે આગામી ૪૮ કલાક રાજયમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સાર્વત્રીક મધ્યમથી ભારે વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. અમૂક છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. બપોર બાદ ફરી મેઘરાજા કૃપા વરસાવવાનું શ‚ કરશે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવવાનુંસાર મહારાષ્ટ્રમા સર્જાયેલું સાયકલોનિક સરકયુલેશન વિદર્ભ અને ઉતર મહારાષ્ટ્ર થઈ હવે દક્ષિણ ગુજરાત પર સ્થિર થયું છે.જેના કારણે આગામી ૪૮ કલાક ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રમાં આજે સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. દરિયા કિનારા વિસ્તારમાં છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. બપોર બાદ વરસાદ પડવાનું શ‚ થશે. આવતીકાલે પણ સાર્વત્રિક વરસાદની સંભાવના રહેલી છે. પરંતુ વરસાદની માત્રામાં ઘટાડો થશે. દક્ષિણ ગુજરાત પર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. સાથોસાથ ચોમાસુ સક્રિય છે અને મોનસુન ‚ફ નોર્મલ પોઝીશન છે. અને તેનો એક છેડો સુરતથી પોરબંદર પરથી પસાર થઈ રહ્યો છે. જે ગુજરાત માટે સારા વરસાદ માટે સૌથી સાનુકુળ છે.

આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રન પોરબંદર, દ્વારકામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, ભ‚ચ, સુરત, નવસારી, સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

આવતીકાલથી વરસાદનું જોર થોડુ ઘટશે કાલે શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમી દ્વારકા, મોરબી,જામનગર, કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજે બપોર બાદ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસવાનું શ‚ થશે.

ભારતીય હવામાન વિભાગના મતે ચોમાસુ સક્રિય બનતા આજે જખૌથી પોરબંદર સુધીના દરિયાકાંઠાના વિસ્તારમા પ્રતિ કલાકે ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે તોફાનીપવન ફૂંકાઈ શકે છે. તેથી જખૌથી પોરબંદર સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારો ને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. તા.૩ થી ૫ સપ્ટે. સુધી જખૌથી પોરબંદર વિસ્તારનાં દરિયાકાંઠાના વિસ્તાર માટે માછીમાર માટે કોઈ ચેતવણી નથી. ગુજરાતના મૂળ દ્વારકાથી દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં તા.૧ સપ્ટે.ના રોજ પશ્ર્ચિમથી મુખ્યત્વે પશ્ર્ચિમ દિશામાંથી પ્રતિ કલાકે ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. અને પવનની ઝડપ વધીને પ્રતિ કલાકે ૬૦ કિલોમીટરની ગતિએ પણ પહોચી શકે છે. આ કાંઠાના વિસ્તારમાં પશ્ર્ચિમ દિશા તરફથી આવતા દરિયાઈ મોજાને કારણે દરિયો ખૂબજ તોફાની બની શકે છે. આજે મૂળ દ્વારકાથી દમણ સુધીના દરિયાકાંઠાના પ્રતિ કલાકે ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.