શું સૌરાષ્ટ્ર માટે નર્મદાના ‘મોંઘા’ પાણીનો વિકલ્પ ‘કલ્પસર’ બનશે?

kalpsar | narmada |
kalpsar | narmada |

સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાનું પાણી પહોંચાડવામાં ગત વર્ષનો ખર્ચ રૂ.૨૮૦૦ કરોડી વધુ!

સૌરાષ્ટ્ર અને કચ્છને પાણીનો પ્રશ્ર્ન હમેશાની પરેશાન કરતો રહ્યો છે. આ પ્રશ્ર્નના સમાધાન માટે સરકાર દર વર્ષે નર્મદાના માધ્યમી સૌરાષ્ટ્ર-કચ્છને પાણી પહોંચાડે છે. જો કે આ નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર બહોળા ર્આકિ ભારણ સમાન છે. આંકડા મુજબ ગત વર્ષે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર-કચ્છને આપવાનું ર્આકિ ભારણ રૂ.૨૮૯૦ જેટલું હતું. આ ખર્ચ ખુબજ વધુ છે ત્યારે સૌરાષ્ટ્રને નર્મદાના મોંઘા પાણીના વિકલ્પ તરીકે કલ્પસર યોજના ગણી શકાય. સૌરાષ્ટ્ર માટે કલ્પસર યોજના નર્મદા કરતા સસ્તી અને અનુકુળ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી પહોંચાડવા રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં ૪૨૨૧.૮૦ કરોડ ખર્ચી નાખ્યા હોવાનું જાણવા મળે છે. સરકારને પાણી પહોંચાડવા માટે માળખાગત સુવિધા વિકસાવવા અધધધ… ખર્ચ યો છે. નર્મદા યોજના અંગે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં જણાવાયું હતું કે, ૩૦ લાખ એકર ફૂટ પાણી નર્મદા ઓવરફલો તા દરિયામાં ભળી ગયું હતું. આ પાણી સરકારે યોગ્ય વ્યવસ ગોઠવ્યા પહેલા જ નર્મદામાં એકઠુ યું હતું.

જયારે સૌરાષ્ટ્ર માટે સરકારે ૧૦ લાખ એકર ફૂટ પાણીનો સંગ્રહ કર્યો હતો. કચ્છ માટે પણ આટલા પ્રમાણમાં જ પાણીનો જથ્ો અનામત રખાયો હતો. સરકારે વર્ષ ૨૦૧૫ની તા.૧લી ફેબ્રુઆરીથી વર્ષ ૨૦૧૬ની તા.૩૧ જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્ર કચ્છને પાણી પહોંચાડવા રૂ.૨૮૯૦.૧૩ કરોડનો ખર્ચ યો હોવાનું તાકયુ છે. આટલા જ સમયગાળામાં અગાઉ સરકારને રૂ.૧૩૩૧.૬૭ કરોડનો ખર્ચ યો હતો.

વધુમાં જણાવાયું હતું કે, સરકારના પ્રોજેકટ હેઠળ ૧૧૫ તેમનું જોડાણ યું હતું. જેમાંથી ૧૬ ડેમ અગાઉી જ ભરેલા હતા. ચાલુ વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે સરકારે મચ્છુ, આજી-૩ અને ઉંડ ડેમ સહિતના ડેમમાં પાણી છોડયું હતું. જયાં જયાં વરસાદનું પ્રમાણ ઓછુ હતું. ત્યાં સરકારે નર્મદાનું પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સૌની યોજના શ‚ કરવા પાછળ પણ જયારે જ‚ર હોય ત્યારે પાણી પહોંચાડવાનો વિચાર સરકારનો છે.

સરકારને નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા પાછળ અઢળક નાણા ખર્ચવા પડે છે. જો કલ્પસર યોજનાને સાકાર કરવામાં આવે તો સરકારને દર વર્ષે નર્મદાના પાણી પાછળ તો હજારો કરોડનો ખર્ચ બચી શકે. કલ્પસર યોજના સૌરાષ્ટ્ર અને સરકાર માટે ખુબજ લાભકારક રહેશે. અલબત આ યોજના સાકાર કરવા માટે સૌરાષ્ટ્રની નેતાગીરીની ઈચ્છા શક્તિ નબળી જણાય રહી છે.