કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ કેવી સાવધાની રાખવી જોઇએ?

કોઇ વ્યક્તિ કોરોના થયા બાદ સાજા થઇ ગયા હોય તો તેવો કેવા પ્રકારની સાવધાની રાખવી જોઇએ. કેવો ખોરાક લેવો જોઇએ વગેરે અંગે તબીબો સહાલ આપે છે આવા જ એક નિષ્ણાંત ડો. આશિષ જૈન કોરોનાથી સાજા થયેલા લોકો માટે કેટલાક સલાહ સુચનો કર્યા છે જે આ મુજબ છે.

ડો. જૈન કહે છે કે જે લોકો કોરોનાથી સાજા થયા છે. તેમણે ૪થી ૬ અઠવાડિયા સુધી વધુ તકેદારી રાખવી જરૂરી છે. જેમ કે પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ, તાજા શાકભાજી ફળો ખાવા જોઇએ. આ ઉપરાંત એક વખત કોરોનાથી સાજા થયેલી વ્યક્તિએ બહુ કામ પડે તેવો વ્યયાસ કરવો ન જોઇએ.

કારણ કે તેના હૃદયરોગનો હુમલો આવી શકે છે. એટલે કોરોનાથી સાજા થયા બાદ ધર્મ ધીમે કસરત વધારવી જોઇએ જેથી શરીરએ માટે ટેવાઇ જાય.

કોરોનાથી સાજા થયા બાદ ફરી વખત કોરોના ન થાય એ માટે નિયમિત અને વારંવાર હાથ ધોવા, સામાજીક અંતર જાળવવું અને માસ્ક પહેરવું જરૂરી છે. એટલે એનું કડક પાલન કરવું જોઇએ. સાથે સાથે અન્ય લોકો માટે આ નિયમો પાળવા જરૂરી છે.

આવા લોકોએ પોતાના ઓકિસજનનું લેવલ પણ અવારનવાર સમયાંતરે ચેક કરવું જોઇએ. દિવસ દરમિયાન ઓછામાં ઓછું બે કે ત્રણ વખતતો માપવું જ જોઇએ.

તેમાં કોઇ મુશ્કેલી કે નવીન જણાય તો તુરજ જ ડોકટરનો સંપર્ક કરવો જોઇએ. ખાસ કરીને જે લોકો કોરોનાના કારણે ગંભીર બિમાર પડ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમણે ડોકટર પાસે વધુ એક વખત તપાસ કરવી લેવી જોઇએ.

રસી આવી ગયા બાદ બધુ સરખું થઇ જશે? તેવા એક પ્રશ્નના જવાબમાં ડો. જૈન કહે છે કે આપણે આશા રાખીએ કે આવું થઇ જશે પણ રસી આપી ગયા બાદ બધું સરખું થઇ જશે એ ભૂલ ભરેલું છે. મારા માનવા પ્રમાણે રસી આવી ગયા બાદ પણ માસ્ક, સામાજીક અંતર, હાથ ધોવા જેવા નિયમોનું પાલન તો કરવું પડશે જ બજારમાં ભલે સારામાં સારી રસી આવી જાય પણ સૌથી સારી રસી તો માસ્ક જ છે તેમ તેમણે અંતમાં જણાવયું હતું.