- GPSC દ્વારા બે દિવસ લીધેલા ઇન્ટરવ્યુ રદ કરવા પાછળ હસમુખ પટેલે આપ્યું કારણ
- ઇન્ટરવ્યૂ વિશે વિગતવારની સૂચનાઓ ટૂંક સમયમાં વેબસાઈટ પર મુકાશે: હસમુખ પટેલ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવી રહેલી ડ્રગ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ અને અણધાર્યો વળાંક આવ્યો છે. તેમજ GPSC એ તાજેતરમાં આ પદ માટે લેવાયેલા ઇન્ટરવ્યુ રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળ એક ચોક્કસ કારણ આપવામાં આવ્યું છે, જેની જાહેરાત GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે કરી હતી.
GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમજ તેમણે જણાવ્યું કે, ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ પ્રક્રિયા દરમિયાન એક બાબત આયોગના ધ્યાન પર આવી હતી કે ઇન્ટરવ્યુ પેનલના એક તજજ્ઞ સભ્યે આ ભરતી સંબંધિત સરદારધામ ખાતે મોક ઇન્ટરવ્યુ લીધા હતા.
આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને, આયોગ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન લેવામાં આવેલા ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આયોગનો આ નિર્ણય ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવાના હેતુથી લેવામાં આવ્યો છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના ચેરમેન હસમુખ પટેલે X પર લખ્યું કે, આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થયેલ છે. ત્યારે ગતરોજ સાંજે આયોગના ધ્યાન પર આવેલ છે કે, ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા. આ ઉપરાંત તેને ધ્યાનમાં લઇ આયોગે બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરેલ છે જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે અને તારીખ હવે જાહેર કરવામાં આવશે.
ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂમાં એક તજજ્ઞ આ ભરતીના સરદાર ધામ ખાતે મોક ઇન્ટરવ્યૂમાં ગયેલાનું ધ્યાનમાં આવતા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂ રદ કરવા પડ્યા છે. આ ઉપરાંત ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનુ અગાઉથી લેખિતમાં આ અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે.
ભવિષ્યમાં આવા કિસ્સા ન બને તે માટે પગલાં
GPSC એ ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પણ પગલાં લેવાની જાહેરાત કરી છે. અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, હવે પછી ઇન્ટરવ્યુ પેનલના સભ્યો પાસેથી અગાઉથી લેખિતમાં આ અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે. જેમાં તેઓએ મોક ઇન્ટરવ્યુ કે સમાન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે કે કેમ તેની વિગતો આપવી પડશે.
ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ હવે ફરીથી લેવામાં આવશે. નવા ઇન્ટરવ્યુની તારીખ અને વિગતવાર સૂચનાઓ ટૂંક સમયમાં GPSC ની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. આ ઉપરાંત જે ઉમેદવારોના ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે. તેમજ તેમને નવી તારીખ અને સમય અંગે જાણકારી આપવામાં આવશે. ઉમેદવારોને GPSC ની વેબસાઇટ સતત જોતા રહેવા વિનંતી છે.