શિક્ષક કેવો હોવો જોઇએ ?

હસતો શિક્ષક જ છાત્રોને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકે

શિક્ષણનું આપણા દેશની સાથે વિશ્ર્વમાં ખુબજ માન છે. દેશના ભાવિ નાગરીકોના ઘડતરમાં તેનું મહામુલુ યોગદાન હોય છે. કોઇપણ દેશની પ્રગતિ શિક્ષણ આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા ગત માળખાથી જ થઇ શકે છે. બાળકોના જીવનમાં મા-બાપ પછીના સ્થાને વ્યકિત આવે તે શિક્ષક છે તેથી તે ગુણવાન- શિલવાન અને શ્રેષ્ઠ આચરણ વાળો હોવો જોઇએ. શિક્ષકની છાત્ર સીધી નકલ કરતો હોય કે તેને પાસેથી શિખતો હોવાથી તે વ્યસની ન જ હોવો જોઇએ.

બધા વ્યવસાય કરતાં શિક્ષકના વ્યવસાયને પવિત્રા ગણવામાં આવે છે તેનું કારણ કે તે દેશના ભાવિક નાગરીકો તૈયાર કરે છે તેના જ હાથમાં જ દેશનું ભવિષ્ય હોય છે. શિક્ષકનો પણ ધર્મ હોય છે, તેના રહેન સહનને આચરણથી બાળકોનો સર્ંવાગી વિકાસ કરી શકે છે, પહેલા અને આજે પણ ચર્ચા કે ચિંતન થાય છે કે શિક્ષક કેવો હોવો જોઇએ વાત પણ સાચી છે જેના હાથમાં ભાવી દેશ તૈયાર કરવાનો હોય તે નબળો તો ન જ હોવો જોઇએ.

શિક્ષણ જ્ઞાનથી સજજ હોવો જોઇએ ને નવી શિક્ષણ નિતીમાં જે શબ્દ ઉપર ભાર મુકાય છે તે શિક્ષક સજજતાથી સજજ હોવો જોઇએ હસતો ચહેરો, સોમ્ય અવાજ સાથે સાદગી પૂર્ણ વસ્ત્ર પરિધાન સાથે બાળકનો માર્ગદર્શક હોવો જોઇએ. બાળક ઘરના કે તેના આસપાસના વાતાવરણ ઉપરાંત જીવનનું ભાથું શિક્ષક પાસેથી મેળવતો હોવાથી શિક્ષકે ઘણી ચિવટ રાખવી જરુરી છે.

શિક્ષણ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ તહેવારો અને સહ અભ્યાસિક પ્રવૃતિ સાથે છાત્રો સોળે કલાએ ખીલ વણી કરી શકવાની તાકાત ધરાવતાો હોવો જોઇએ, શિક્ષકને ગીત ગાતા-રમતા રમાડતા અને શિક્ષણની વિવિધ પઘ્ધતિએ શિક્ષણ કાર્ય કરાવતા આવડવું જ જોઇએ, છાત્રો સૌથી વધુ અનુકરણ શિક્ષકનું કરતા હોવાથી શિક્ષકે વર્ગખંડમાં તેનું કાર્યને આચરણમાં ઘણું ઘ્યાન રાખવું પડે છે.

આજના નોલેજ પુગમાં શિક્ષકે સતત અપડેટ રહેવું પડશે. આજે બધાને ડોકટર, એન્જીનીયરીંગ જેવું ઘણું બનવું છે પણ શિક્ષક નથી બનવું તેવા સમયે સારા શિક્ષકો નિર્માણ કરવા પણ સમાજે સરકારે જવાબદારી ઉપાડવી પડશે.

શિક્ષક એટલે શિસ્ત-ક્ષમા ને ક‚ણાનો ત્રિવેણી સંગમ તેથી જ સમાજમાં તેને માનથી જોવાય છે. તેના કરેલા કાર્યોની સમાજ નોંધ લેતો હોવાથી તેની નાનકડી ભૂલ પણ ચોમેર દિશાએ પ્રસરતી હોવાથી શિક્ષકે સતત સજાગ રહેવું પડશે.