કમ્પ્યુટરધારકોએ કમરદર્દથી બચવા શું કરવું જોઇએ?

computer| back pain
computer| back pain

આજે આપણા જીવનમાં  કમ્પ્યુટરનો ઉપયોગ બધે જ થવા લાગ્યો છે. આના લીધે રિપિટેટિવ સ્ટ્રેન ઇન્જરીની સંખ્યા વધતી જાય છે. લાઇટ-ટચ ટાઇપિંગ ઝડપથી થાય છે. પરંતુ સતત માઉસ  અને ટ્રેકબોલ વાપરવાથી લાંબા ગાળે હાથના સ્નાયુઓ ઉપર અસર થાય છે. રિપિટેટિવ સ્ટ્રેન ઇન્જરીમાં કમરને પણ નુકસાન થાય છે. તે ન થાય તે માટે થોડીક વાતો ધ્યાનમાં રાખવી, જેમ કે, કમ્પ્યુટરના મોનિટરને થોડુ નીચું રાખવું અને તમારી બેઠકથી થોડું દૂર રાખવું. આનાથી તમારી ખુરશી અને કી બોર્ડ સરખી રીતે ગોઠવાઈ શકે તથા તમે સરખી રીતે હાથ રાખીને બેસી શકો. ખુરશીમાં ટટ્ટાર બેસો. સ્ક્રીન પરનું લખાણ વાંચવા અથવા કી બોર્ડ સુધી પહોંચવા વાંકા ન વળવું પડે તેનું ધ્યાન રાખો. કી બોર્ડ પર ટાઇપ કરતી વખતે કાંડાને કોઈ જગ્યાએ ટેકો ન આપો અથવા કાંડુ વળી ન જાય અથવા એકબાજુ  સ્થિર  ન રહે તેનું ધ્યાન  રાખો. ઘણી વ્યક્તિ એક હાથે જ કી બોર્ડનો ઉપયોગ કરે છે.

લાંબાગાળા સુધી આ રીતે ટાઇપ કરવાથી હાથ અને આંગળીઓના સ્નાયુ પર અસર થાય છે. બને ત્યાં સુધી ટાઇપ કરતી વખતે બંને હાથનો ઉપયોગ કરવો. કમરનો દુખાવો ન થાય તે માટે હંમેશાં ટટ્ટાર બેસો. માઉસ અને ટ્રેકબોલને પણ કી બોર્ડની નજીક રાખો. જેથી સહેલાઈથી કામ થઈ શકે.જ્યારે કમ્પૂટરનો ઉપયોગ કરવા માટે બેસો ત્યારે તમારા શરીરના તમામ અંગોને આરામ મળે તેનું ધ્યાન રાખવું જોઇએ જેથી લાંબા સમય સુધી કામ કરવામાં કોઇ તકલીફ ન રહે.