Abtak Media Google News

રંગમંચની દૂનિયા-ગુજરાતી તખ્તાને સંગ કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય રંગમંચ’ શ્રેણી છેલ્લા અઢી માસથી ચાલી રહી છે. આ શ્રેણીમાં  યુવા કલાકારો એક અનુભવી કલાકાર દ્વારા માર્ગદર્શન અને શિક્ષણ મળી રહ્યું છે. એકેડેમીક સેશનમાં હાલ ગુજરાતી  તખ્તાના ખ્યાતનામ કલાકારો નાટ્ય જગતનાં વિવિધ વિષયો ઉપર પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. આજની ટેકનોલોજીના યુગમાં દૂનિયાના ખૂણેખૂણેથી  કલારસિકોઆ સુંદર શ્રેણી જોઈને કલા ક્ષેત્રે વિશેષ શીખી રહ્યા છે. નાટ્ય કલા-ફિલ્મો કે ટીવી ધારાવાહિકમાં રસ ધરાવતા સર્વો કલાપ્રેમીઓઆ લાઈવ ખાસ જોવાની જરૂર છે.

પોતાના વિઝનને કિલયર સમજે તો એને રંગમંચ પર કયાંય લીમીટેશન નડતા નથી: દિગ્દર્શક અને અભિનેતા-દેવાંગ જાગીરદાર

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય સંઘ દ્વારા સન્માનિત, ચિત્રલેખા સ્પર્ધા વિજેતા, થિયેટર ડિરેકશન માટે રાષ્ટ્રીય કલાકેન્દ્ર સુરત દ્વારા સન્માનિત, પ્રસિદ્ધ દિગ્દર્શક અને અભિનેતા  દેવાંગ જાગીરદાર જેમનો વિષય હતો  સ્ટેજનાં લિમિટેશન્સ. ચાયવાય એન્ડ રંગમચની કુલ ત્રણ સિઝનનો 214 મો અને સિઝન 3 નો આજે 81 મો એપિસોડ હતો,  દેવાંગ ભાઈએ સેશનની શરૂઆત સ્વ. અરવિંદ રાઠોડને શ્રદ્ધાંજલિ સાથે કરી.

દેવાંગભાઈ જણાવ્યું કે ફિલ્મોમાં તો કોઈ લીમીટેશન હોતા નથી. તમે ભારતમાં કે વિદેશમાં પણ જઈને સીન્સ શૂટ કરી શકો છો. પણ થિયેટરમાં ઘણા બધા લિમિટેશન્સ હોય છે. એ વિષે ચર્ચા કરતા એમણે જણાવ્યું કે કોઈપણ નાટક બનાવતી વખતે નાટકની રજુઆત કરતા પહેલા સ્ટેજને જોતા પ્રથમ નજરે વર્કિંગ લાઇટમાં માત્ર એક બોક્સ દેખાય છે. જે ત્રણે બાજુથી બંધ હોય અને પ્રેક્ષક તરફથી ખુલ્લુ. જેને આપણે રંગમંચ કહીએ છીએ. એ જોઈને વિચાર આવે કે આના પર કેટલા બધા લીમીટેશન્સ હશે ? પણ મને ક્યારેય સ્ટેજને જઈને કોઈ લીમીટેશન્સ દેખાયા નથી. હા કદાચ ફિલ્મ અને થિયેટરની તુલના કરો તો ફિલ્મની તુલના માં થિયેટર પર ઘણા લીમીટેશન્સ છે. ફિલ્મોમાં તમે ઘણી જગ્યાએ જઈ શુટિંગ કરી શકો છો, ફરી શકો છો. પણ થિયેટરમાં કદાચ આવું શક્ય નથી. ત્યારે લિમિટેશન્સ  દેખાય છે. પણ ફિલ્મને રંગમંચની તુલના કરવી વધુ પડતું કહેવાય, કારણ કે બંને માધ્યમો જુદા છે.

રંગમંચ પર દરેકનું પોતાનું ઈમેજીનેશન હોય છે દાખલા તરીકે ચપ્પુ લઇને કોઇ ખૂન કરવાનું દ્રશ્ય હોય ત્યારે ચપ્પુ લઇને આગળ વધતો કલાકાર કોઈને ધમકાવે.. આગળ વધે..  અચાનક લાઈટ બંધ થઈ જાય અને એક ચીસ સંભળાય ત્યારે એ ખૂન કઈ રીતે થયું હશે એની કલ્પના દરેક પ્રેક્ષકનાં મગજમાં જુદી જુદી હોય છે. સ્ક્રીન ઉપર થર્ડ ડાયમેન્શન ઉભુ કરવા માટે ઘણી જહેમત કરવી પડે છે ત્યારે સ્ટેજ ઉપર આપણને ત્રીજું ડાયમેન્શન સામેથી મળે છે.

જો દિગ્દર્શક આ માધ્યમનો વ્યવસ્થિત સુંદર રીતે ઉપયોગ કરી શકે તો એ ધારે તે સ્ટેજ ઉપર ઊભું કરી શકે છે. સ્ટેજના લીમીટેશન્સ છે એ વાત સાચી પણ એ લીમીટેશન્સ દિગ્દર્શકના મગજ માં હોય છે જો દિગ્દર્શક પોતાના વિઝનને એકદમ ક્લિયર રીતે સમજી શકે તો એને રંગમંચ પર ક્યાંય લીમીટેશન નડતા નથી. સમાજમાં પરિવર્તન લાવી શકે એવી ફિલ્મો કદાચ બની નહીં હોય પણ હા રંગમંચ પર એવા ઘણા નાટકો આવ્યા છે જેમના થકી સમાજમાં પરિવર્તન આવ્યા છે. આપણે જે કહેવું હોય જે સંદેશ આપવો હોય, તે આપણે સ્ટેજ દ્વારા આપી શકીએ છીએ. તો એમ ન કહી શકાય કે સ્ટેજ પર લીમીટેશન્સ છે.

સ્ટેજનું પોતાનું ગ્રામર છે. એની પોતાની રજૂઆતની ટેકનીક છે. જે એટલી મહત્વની છે જે તમે કરી શકો તો આપ ધારો તે વાત, તે વસ્તુ પ્રેક્ષકોના મન અને મગજ સુધી પહોંચાડી જ શકો છો. દેવાંગભાઈ એ નાટક ના ઉદાહરણ સાથે જણાવ્યું કે કાંતિ મડિયાનું નાટક મુઠ્ઠી ઉંચેરો માનવી માં તાપસ સેન દ્વારા રચવામાં આવેલી નદીમાં આવતા પૂરની કલ્પના વખતે એ દ્રશ્ય ભજવાતું ત્યારે રંગમંચની પ્રથમ બે થી ત્રણ રો માં પ્રેક્ષકો લગભગ ડઘાઈ જતા, ઊભા થઈ જતા એટલી સાચી રેલ કે પુર નું દ્રશ્ય સ્ટેજ પર ભજવાયું હતું. જેમાં પૂરમાં તણાતા ઘર, ઝાડ કે બળદ ગાડા અને બીજી વસ્તુઓ જોઈ શકાતા હતા, રંગમંચ ઉપર ટ્રેન પસાર થયા પણ દ્રશ્યો ભજવાયા છે.

સ્વીઝરલેન્ડ માં શૂટ થઇ રહેલું ગીત સ્ટેજ ઉપર દ્રશ્ય તરીકે ઉભું કરી જ શકાય છે. તેથી સ્ટેજની કોઈ લિમિટ નથી એવું દેવાંગભાઈ એ ભારપૂર્વક જણાવ્યું. મેં કરેલા એક નાટકમાં સ્ટેજ પર શિપ- જહાજ આવતું. અને રાજાનો મહેલ ઉભો કરેલો જે અદભુત હતો..જેના પરથી કહી શકાય સ્ટેજની કોઈ લિમિટ નથી. હા એ સીન, એ દ્રશ્ય સ્ટેજ પર ઉભું કરવા માટેની ટેકનીક એના લીમીટેશન એ બધી જ માહિતી દિગ્દર્શક તથા સેટ ડિઝાઇનરને ધ્યાનમાં હોવી જોઈએ. દિગ્દર્શક ના મગજ માં સ્ટેજ પર ભજવવાની ઘટના ક્લિયર હોય તો એ ધારે તે કરી શકે છે.

દેવાંગ ભાઈએ આજે ખુબ જ સરસ માહિતી આપતા સ્ટેજનાં લીમીટેશન્સની માહિતી આપી અને સાથે દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો.

આજે જાણીતા અભિનેતા દિપક ઘીવાલા

Img 20210702 Wa0219

ગુજરાતી રંગભૂમિ હોય કે હિન્દી ફિલ્મો સદાબહાર ઘીવાલા સદા અગ્રેસર  રહ્યા છે. ટીવી ધારાવાહિક હિન્દી-ગુજરાતી હોય કે વેબ સિરીઝ આ સિનિયર કલાકાર આજે પણ સક્રિય અને સતત અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજય-ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તેમનું સન્માન થયેલ છે. જાણીતા કલાકાર દિપક ઘી વાલા આજે સાંજે 6 વાગે કોકોનટ થિયેટણ પ્રસ્તૃત ચાય વાય અને રંગ મંચ શ્રેણીમાં લાઈવ આવીને રંગભૂમિના સાત દાયકાની અણમોલ સફર વિષયક ચર્ચા અને પોતાના અનુભવો શેર કરશે. દિપક ઘી વાલાને મોરારીબાપુના વરદ હસ્તે નટરાજ એવોર્ડ તેમના નાટ્ય ક્ષેત્રના પ્રદાન માટે મળેલો હતો. હાલમાં વેબ સિરીઝ ‘ષડયંત્ર’માં તેઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

તેમના નાટકો ફિલ્મો આજે પણ કલારસિકો યાદ કરે છે. તેઓની જાણીતી ટીવી ધારાવાહિકમાં તીન બહુરાનીયા, એક મહલ હો સપનો કા, આર.કે. લક્ષ્મણનીદુનિયા, દિયા ઔર બાતી, જેવી મોખરે છે. દિપક ઘી વાલાના શ્રેષ્ઠ અભિનય થકી ઘણા નાટકો  ફિલ્મો સફળ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.