Abtak Media Google News

કોરોના વાયરસના આ મુશ્કેલ સમયએ આપણા બધાને શીખવ્યું છે કે કોઈ પણ રોગ માટે સ્વચ્છતા અને સતર્કતા કેમ રાખવી અને તેનું કેટલું મહત્વનું છે. પરંતુ તે જ સમયે, લોકડાઉન પૂરું થયા પછી પણ સ્વચ્છતાને લગતી બધી ટેવો આપણા જીવનમાં અભિન્ન બનવી પડશે.

ધ્યાન રાખશો આ જરૂરી ટિપ્સ

1. ઘરમાં પ્રવેશતા પહેલા અથવા તો ઘરની બહાર તમારા પગરખાં અથવા ચપ્પલ ઉતારો અને ઘરના એક ખૂણામાં તેમના માટે એક અલગ જગ્યા બનાવો.

2. ઘરમાં પ્રવેશતા સમયે, કોઈ પણ વસ્તુને સ્પર્શતા પહેલા તમારા હાથને સારી રીતે સાફ કરો. બને તો પહેલા હાથને સેનેટાઈઝ કરો.

3. ઘરમાં પ્રવેશ્યા પછી તમારા કપડા ધોવાની અને સ્વચ્છ કપડા પહેરવાની ટેવ જાળવો.

4. કોઈને ગળે લગાડવા અથવા હાથ મિલાવવાને બદલે અભિવાદન કરવું અથવા નમસ્તે કરવું જોઈએ.

5. હંમેશા તમારી આસપાસ સેનિટાઈઝર રાખો અથવા તમારા હાથને સાબુથી ધોવાની ટેવ રાખો.

6. ઘરમાં શાકભાજી લાવતા સમયે સૌ પ્રથમ તેને સારી રીતે ધોઈ લો અને તેને ડોલમાં 15 થી 20 મિનિટ સુધી ડોલમાં રાખો અને પછી જ ફ્રિજમાં રાખો .

7. ઘરની સફાઈમાં ટીવી રીમોટ અને દરવાજાના હેન્ડલ્સની સફાઇ જરૂર કરો.

8. ચહેરાને વારંવાર સ્પર્શ ન કરો, નાક કાન કે મો ને અડો તો સાબુથી તમારા હાથને સારી રીતે ધોઈ લો.

9. ઘરની બહાર જતા સમયે માસ્ક અથવા કપડાથી ચહેરો ઢાંકવો ફરજિયાત રાખો.

10. તમારા વર્ક સ્ટેશન અથવા ટેબલને દિવસમાં 1 અથવા 2 વખત આલ્કોહોલ અથવા બ્લીચ આધારિત ક્લીનરથી સાફ કરો.

11. કોઈ અજાણ્યા વ્યક્તિથી દૂરી બનાવીને રાખો અને સંપર્કમાં આવ્યા વિના કામ કરવાની ટેવ રાખો.

12. બે ગજની દૂરીને આવતા 2 વર્ષ સુધી ક્યારેય પણ ભૂલવી ન જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.