Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે જે પૈકી ૪૭ એકર જગ્યામાં અર્બન ફોરેસ્ટ “રામવન” ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહેલ છે. આજે મેયર ડૉ.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશનર સિંઘ, બાગ બગીચા સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, સિટી એન્જી. ભાવેશભાઈ જોષી, ગાર્ડન એન્ડ પાર્ક્સ ડિરેક્ટર હાપલીયા,  વિગેરેએ અર્બન ફોરેસ્ટ “રામવન”ની મુલાકાત લીધી હતી.

મેયર સહિતના પદાધિકારીઓએ લીધી અર્બન ફોરેસ્ટની મુલાકાત:સિવિલ વર્ક ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અને અન્ય કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા ઝડપી કરવા તાકીદ

1623224294217 1623224291128 1623224287484 અર્બન ફોરેસ્ટ રામવનની સ્થળ મુલાકાત

આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં નેશનલ હાઇવેથી નજીક ૪૭ એકર જમીન પર અર્બન ફોરેસ્ટ “રામવન” વિકસાવવા માટેનું આયોજન હાથ ધરવામાં  આવ્યું છે. “શ્રી રામવન” ડેવલપ થતા આ વિસ્તારમાં શહેરીજનોને એક શાંતિપુર્ણ અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણની અનુભૂતિ થશે.

અર્બન ફોરેસ્ટમાં સિવિલ વર્કમાં કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ,એડમીન ઓફીસ,સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો,  કુદરતી પાણીના સ્ત્રોતોનું નવીનીકરણ, પાથ-વે તેમજ પુલ અને રેલીંગ, પાણીના પરબ, ટોઇલેટ બ્લોકસ,બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચીસ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ અને એન્ટ્રી ગેઇટ કરવામાં આવશે.

 

આ કામમાં અત્યાર સુધીમાં ૪.૫ કિ.મી.ના મુખ્ય માર્ગ લેક ડેવલપમેન્ટ તેમજ ગજેબાના અને ઓફીસ બિલ્ડીંગની ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સિવિલ વર્કનું કામ ડિસેમ્બર અંત સુધીમાં પૂર્ણ કરવા સુચના આવી છે.

“રામવન”માં રામ થીમ પર,

રામવન થીમ આધારિત આકર્ષક એન્ટ્રી ગેઇટ,  બગીચામાં ઝાડના થડ આકારની બેન્ચીસ,તળાવને ફરતે રેલીંગ,  તળાવ પર બ્રીજ, રામ સેતુ થીમના આધારે,મુલાકાતીઓને બેસવા માટે ફોરેસ્ટ હાટ   નોર્મલ હટ,થીમ આધારિત શ્રીરામના જીવનને સ્પર્શતા વિવિધ પ્રસંગો આધારિત અને લોકોના જીવન ઘડતરમાં જરૂરી ઉપદેશાત્મક સંદેશા આપતા આર્ટવર્ક તથા વિવિધ આકારોના સ્કલ્પચર્સ ડેવલપ માટે ટેન્ડર પ્રકિયા વહેલીતકે કરવા પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.