Abtak Media Google News

કારકિર્દી તરફનો તણાવ વધતા ગત એક વર્ષમાં 14 વિધાર્થીઓએ આત્મહત્યા કરી !!!

એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડવા તત્પર બનેલા વિધાર્થીઓ કોટાને પોતાનું ડ્રિમ માની રહ્યા છે પરંતુ છેલ્લા એક વર્ષમાં યુવાનોનું આ ડ્રીમ હવે હેલ બની ગયું છે એટલે કે નરક બની ગયું છે. છેલ્લા એક વર્ષમાં 14 જેટલા વિદ્યાર્થીઓએ કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી દીધું છે આ વાતને ધ્યાને લઇ પોતાના એસ.પી કેસરસિંહ શેખાવતે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું તેમનામાં પરીક્ષાનું પ્રેશર વધુ જોવા મળ્યું હતું એટલું જ નહીં તેવો ના અન્ય કારણો પણ સામે આવ્યા હતા પરિણામે આ બાળકોએ પોતાના જીવન ટૂંકાવ્યા છે.

એક તરફ સરકાર ભાર વગરના ભણતરની વાત કરી રહી છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે પરંતુ ખાનગી કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સારી સીટ મેળવવા માટે જે પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે તેનાથી વિદ્યાર્થીઓ હવે આત્મહત્યા કરતા પણ થઈ ગયા છે. કોટા રાજસ્થાન ખાતે એક ચોક આવનારી ઘટના સામે આવી જેમાં બિહાર અને મધ્યપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓ ટેકનિકલ અને મેડિકલ કોલેજમાં જૂથ સીટ માટે જે રીતે પ્રેશર કરવામાં આવ્યા તેના કારણે તેઓએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેમાં તેમના દ્વારા એક પણ સુસાઇડ તેમના દ્વારા લખવામાં આવી નથી અને અન્ય કોઈ પરિબળો સામે ન આવતા પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે તેઓને અભ્યાસ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે પ્રેશર ઊભું થયું હોય તેના કારણે તેઓએ તેમનું જીવન ટૂંકાવ્યું છે. બિહારના સુપોલ જિલ્લાના અંકુશ આનંદ કે જે 16 વર્ષ નો યુવાન છે અને તે નીટની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છે તેને પણ પરીક્ષાના પ્રેશર ના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.

કોચિંગ ક્લાસ દ્વારા જે સહુલતો વિદ્યાર્થીઓને માનસિક રીતે આપવામાં આવી જોઈએ તે આપવામાં આવી નથી. મૃતકના પરિવારોએ જણાવ્યું હતું કે તેમના બાળકો જે પ્રાઇવેટ હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં જ કોઈ ગેર પ્રવૃતિ થતી હોવી જોઈએ . કોટા માં મુખ્યત્વે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે બિહારના છે એટલું જ નહીં તેઓને જે પ્રશિક્ષણ પણ આપવામાં આવતું હોય તે શિક્ષકો પણ બિહારના હોવાનું સામે આવ્યું છે.

વિદ્યાર્થીઓના માતા-પિતાએ પણ તેમના બાળકો માટે અનેક સ્વપ્નઓ જોયેલા હોય છે પરંતુ તેમની યોગ્ય સાર સંભાળ લેવાના બદલે જ્યારે અગમ્ય કારણોસર વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય તે સમાયે કોચિંગ કલાસ દ્વારા હરહંમેશ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે વિધાર્થીઓ તણાવ મુક્ત વાતાવરણમાં અભ્યાસ કરે અને ટ્વિમના પર કોઈજ પ્રકારનું ભારણ લાદવામાં ન આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.