Abtak Media Google News

અમરેલીના SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ જાહેરમાં વિવાદિત નિવેદન આપવાના આરોપમાં કરણી સેનાના રાજ શેખવાતની ચોટીલા પોલીસે ધરપકડ કરી હતી. ચોટીલા પોલીસે રાજ શેખાવતની અમદાવાદથી ધરપકડ કરી હતી. રાજ શેખાવતની ધરપકડની વાત સાંભળી તેના સમર્થકો મોટી સંખ્યામાં ચોટીલા આવી રહ્યાં છે. આજે રાજ શેખાવતને ચોટીલા કોર્ટમાં રજૂ કરવાની વાતને ધ્યાને રાખી ચોટીલાના રસ્તાઓ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બુધવારની રાતે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની ધરપકડ કરવામાં આવી હતી. આ વાતની જાણ થતા જ ગુજરાત અને અન્ય રાજ્યમાંથી તેમના સમર્થકો ચોટીલા ખાતે ઉમટી રહ્યાં છે. આ વાતને લઇને પોલીસ દ્વારા પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છેક મધ્યપ્રદેશથી એક મહિલા સમર્થક ચોટીલા આવ્યા છે અને તેઓએ જણાવ્યું કે કોર્ટસુધી પહોંચવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. પોલીસનો ચૂસ્તબંદોબસ્ત છે. ત્યારે હાલ બધાની નજર ચોટીલા કોર્ટની કાર્યવાહી પર છે.

ચોટીલા પોલીસે કેમ કરી કાર્યવાહી

Screenshot 5 3

વાત એવી બની હતી કે સુરેન્દ્રનગરના ચોટીલામાં બે મહિના પહેલા એક સંમેલન યોજાયુ હતું. જેમાં કરણી સેનાના રાજ શેખાવતે જાહેરમાં અમરેલી SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ અભદ્ર શબ્દોના ઉપયોગ સાથે ભાષણ આપ્યું હતું. સુરજદેવળ મંદિર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અપમાનજનક નિવેદન કર્યું હતું. આ મામલે ચોટીલા પોલીસે રાજ શેખાવતની અમદાવાદથી ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.