Abtak Media Google News

રાજકોટથી એસઓજી ગ્રૂપ દ્વારા મ્યુકરમાયકોસીસની મહામારીમાં ઇન્જેક્શનના કાળાબજારી કરતા લેભાગુ તત્વોને ઝડપી પાડ્યા બાદ રાજ્યભરમાંથી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારી અને બે તબીબો સહિત 14 કૌભાંડીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તો પોલીસે અંકલેશ્વરની ફાર્મા કંપની લાયકા સહિત સુરત તરફ વધુ તપાસ હાથધરી છે

.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મ્યુકરમાયકોસીસની બીમારીની નિદાનમાં મહત્વના ઇન્જેક્શનની કાળાબજારી થતી હોવાની જાણ થતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા કૌભાંડને ઝડપી પાડ્યું હતું. જેમાં વધુ તપાસ કરતા સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું સામે આવ્યું હતું.આ ઇન્જેક્શનના કાળાબજારમાં સામેલ અંકલેશ્વરની લાયકા કંપનીમાં કામ કરતા કર્મચારી અને રાજકોટના બે તબીબો સહિત 14 કૌભાંડિયાઓની ધરપકડ કરી હતી.

પોલીસે કાર્યવાહીમાં 101 ઇન્જેક્શન સહિત કુલ રૂ.11.63 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. પોલીસે ઝડપેલાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે 14 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

પોલીસે આરોપીઓની રિમાન્ડ પૂછતાછ સાથે અંકલેશ્વરની ઇન્જેક્શનનું ઉત્પાદન કરતી લાયકા કંપનીમાંથી કાળાબજારી થતી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે અંકલેશ્વર અને સુરત બાજુ વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.