જે મળ્યું છે તે આપણું નથી તેમાં બધાનો સહિયારો ભાગ છે: પૂ.ધીરગુરૂદેવ

જશાપરમાં પૂ.ધીરગુરૂદેવના નગર પ્રવેશથી ધર્મોલ્લાસ છવાયો

જશાપર સ્થાનકવાસી જૈન સંઘ અને સમસ્ત ગામના ઉપક્રમે પૂ.ધીરગુરૂદેવ પોરબંદરથી મોડપર થઇ સવારે 9 કલાકે પ્રેમ ચબુતરો પધારતાં જૈન જયતિ શાસનમ્ના જયનાદે આકાશ ગુંજી ઉઠ્યું હતું.

બહેનોએ ભક્તિગીતોની રમઝટ બોલાવી હતી. નંદકિશોર ગૌશાળાના વિશાળ પટાંગણે ધર્મસભામાં ગુરૂદેવે ગ્રામવાસીઓની પ્રેમ ગુરૂદેવ પ્રત્યેની ભક્તિ અને શ્રધ્ધાને બિરદાવી કહેલ કે જે મળ્યું છે તે આપણું નથી તેમાં બધાનો સહિયારો ભાગ છે તેમ સમજી પરોપકારની ભાવના રાખવાથી કલ્યાણ થશે.

જીવદયા અનુમોદક કૂપનમાં ભાવિકોએ સુંદર લાભ લીધેલ. ચુરમાના મોદકની પ્રભાવના કરાયેલ.

રાજકોટ જૈન બોર્ડિંગના વિમલ પારેખ, વિપુલ પંચમીયા તથા જામજોધપુરના હિમાંશુ મહેતા, અનિલ શાહ વગેરેએ ગ્રામજનોના ઉત્સાહને બિરદાવી ધન્યતા અનુભવી હતી.

તા.26ને રવિવારે ચાતુર્માસ પ્રવેશોત્સવને સફળ બનાવવા કે.ડી.કરમુર અને સમસ્ત ગામ અથાગ જહેમત ઉઠાવી રહેલ છે.