Abtak Media Google News

મેષ 

આજે આપના આટકેલા કામોને પુરા કરવાનો પ્રયત્ન કરશો. આજે આપ સારૂં પરિણામ આવે એવા ઉપાયો પર જ ધ્યાન દેશો. આજે આપ પુરા જોરશોરથી પોતાનું કામ શરૂ કરી દેશો. આપની આ ઉજાર્નો ઉપયોગ લાંબા સમયથી આધૂરાં પડેલા કામોને પુરા કરવામાં લગાવો.

વૃષભ 

આપના કોઈ પ્રિયજનથી આપનો સંબંધ કંઈક બરોબર નથી. આ આપના ગુસ્સા અને નકારાત્મક વિચારોને કાબુમાં રાખવાનો સમય છે. આપે એમની સાથે ગુજારેલ સારા સમયને યાદ કરો અને એક બીજાના સાથના મહત્વને સમજો. ક્યારેક એક ફોન કરવાથી પણ ઘણું બધું બદલાઈ શકે છે. કદાચ આપનો મિત્રપણ આપના ફોનની રાહ જોતો હશે.

મિથુન 

સાંજે આપ કોઈ સામાજીક સમારોહમાં જથો એવા સંકેત છે. આપ ક્યાંક બાહર ફરવા પણ જઈ શકો છો અથવા પછી દોસ્તને ઘરે યોજાયેલ સમારંભમાં ભાગ લઈ શકો છો. જે કોઈ હોય આજનો દિવસ બહુજ સાચો છે આપ ક્યાંક બહાર ખાવાનું ખાવા જઈ શકો છો.

કર્ક 

આજે આપે ઘરનાં બડીલો સાથે થોડોક સમય વતાવવો જોઈએ. તેઓ આપને કંઈક કહે કે ન કહે પણ તેઓ પણ આપનો સાથે ચાહે છે. એમની તબીયત વિષે પૂછો અને જાણવાનો પ્રયત્ન કરો કે એમને કોઈ ડૉક્ટરી તપાસની જરૂરતો નથી ને? ઘરના આ પ્યારા સભ્યોની સાથે સમય પસાર કરવાથી આપને ઘણું સારૂં લાગશે.

સિંહ 

ખરાબ સમય આજે આપની પરીક્ષા લેશે. પરંતુ આપ મુંઝાશો નહીં, આપ વિજય પ્રાપ્ત કરશો. આજે ભલે ગયે તે મુશ્કેલી આવે આપે સ્હેલાઈથી દરેક સમસ્યાનું સમાધાન ગોતીજ લેશો. આજે આપ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવાને તૈયાર છો. એ આપનું સાહસ છે જે આપને કદીએ હારવા નથી દેતું પોતાનું સાહસ ટકાવી રાખજો.

કન્યા 

કોઈ નજીકના સગા આજે આપની મદદનો સ્રોત હશે. આજે કદાચ આપને કોઈ પડકારની પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં એમની મદદ અને સલાહની ખૂબજ જરૂર પડશે. આજે આપને લાગશે કે આપ મદદની બાબતમાં કેટલા નશીબદાર છો. એના બદલામાં આપો પોતાના લોકોને ધન્યવાદ આપવો જોઈએ.

તુલા 

આજે આપ ખૂબજ દયા કરવાના મુડમાં છો અને કોઈ જરૂરિયાતવાળાની મદદ કરવા ચાહો છે. આપને પ્રતીતિ થશે કે નકારાત્મક વિચારોને ત્યાગીને આપ ન માત્ર પોતાના સંબંધોમાં સુધારો લાવશો બલ્કે પોતે પણ ખૂબજ ખુશી અનુભવશો.

વૃશ્ચિક 

આજે આપે પોતાની સંપ્રષણ કળાનો ઉપયોગ કરવો જોઈશે. આજે આપ પોતાને એક મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હો એવું લાગશે. જે બીજાઓએ ઉભી કરેલી છે. આપે આપની સમજણનો ઉપયોગ કરીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડશે. સમજી વિચારીને પગલું લઈને પોતાને એમાંથી બહાર લઈ આવો.

ધન 

ઉચ્ચ અધિકારીઓ આપના રસ્તામાં અવરોધ ઉભો કરી શકે છે. પરંતુ આપ પોતાના રસ્તા પર અડગ રહેશો અને આગળ વધવાનું ચાલુ રાખજો. આ વખત જલ્દીથી વીતી જશે અને આપ ખરા સમયે પોતાનું કામ કરાવી લેશો.

મકર 

આજે આપનું મન કોઈ સામાજીક કાર્યને માટે દાન આપવાનું થશે. પોતાના મનની વાત સાંભળો અને કોઈ સામાજીક સંસ્થાની મદદ કરજો. આ પૂણ્ય કાર્યથી જેટલી ખુશી લેવાવાળાને થશે એટલીક ખુશી આપને પણ થશે

કુંભ 

આજે આપ આધ્યાત્મકતાની તરફ આકર્ષશો. આપ ભગવાનથી પોતાનો નાતો જાણવા ચાહશો. એથી આપને એ જાણવામાં મદદ મળશે કે આપની સાથે જ કાંઈ થઈ રહ્યું છે એ શું કામ થઈ રહ્યું છે અને આપ પોતાની જીંદગીને બધુ સારી કેવી રીતે બનાવી શકો છો.

મીન 

આજે આપનો વધુ સમય આપના પરિવારની સાથે પસાર કરશો. આપના પોતાનાઓનો સાથ આપને ખૂબજ ખુશી આપશે આપના પ્રત્યે એમની લગણી અને માન જોઈને આપ ગર્વ અનુભવશો. આપ પણ આપના પ્રિયજનોને બતાવો કે આપ પણ એમને કેટલો બધો પ્યાર કરો છો. એમની સાથે પુરેપુરો આનંદ ઉઠાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.