પતિ પત્ની રાજી તો ક્યા કરેગા “કાજી”… છૂટાછેડાના દરેક કેસમાં”કુલિંગ પિરિયડ” જરૂરી નથી !!

0
37

જનમ જનમના સાથ માટે લગ્નગ્રંથિથી જોડાયેલા પતિ પત્ની જો એકબીજાથી સુખ સંતોષ અને ખુશ ન રહી શકતા હોય તો છુટાછેડા માટે કુલિંગ સીરીયલ નું કોઇ મહત્ત્વ રહેતું નથી છતીસગઢ હાઈકોર્ટનો બે દિવસનો  લગ્નગાળો ધરાવતા દંપતીના છૂટાછેડાના કેસમાં સંવેદનશીલ ચુકાદો 

સામાજિક કુટુંબ વ્યવસ્થા માં લગ્ન અને સૌથી મજબૂત અને જન્મ જન્મ નો સંબંધ માનવામાં આવે છે અને આ સંબંધ વિના કારણે તૂટી ન જાય તેવી ખાસ વ્યવસ્થા અને સામાજિક ધાર્મિક જોગવાઈઓ રહેલી હોય છે લગ્નવવસ્થા  સંપૂર્ણપણે એકબીજાના વિશ્વાસથી અને પરસ્પરની સમજૂતી પર જ ટકેલો છે પરંતુ જો દંપતી વચ્ચે સંતોષ સુખ અને પરસ્પર ખુશ રહેવાના સંજોગો નો હોય તો પછી લગ્ન જીવનના અંત માટેની છૂટાછેડાની વ્યવસ્થામાં પિરિયડ નું કોઇ મહત્ત્વ નથી

છતીસગઢ હાઈકોર્ટે છૂટાછેડા માટેની કોર્ટમાં દાખલ થયેલી અરજી ની સુનાવણી કરતાં જણાવ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે છુટાછેડા મેળવવા માટે ની પ્રક્રિયા માં જો લગ્ન સંબંધમાં એકા બીજા ન સુખ સંતોષ અને ખુશી નો અભાવ હોય અને બંને વચ્ચે સાથે રહેવું અશક્ય હોય તો પછી કુલિંગ પિરિયડ નું કોઇ મહત્ત્વ નથી

તેજગઢ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પ્રસાદ કુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ એમ કે ચંદ્રવંશી ની અદાલતમાં ચાલેલા છૂટાછેડાના કેસમાં બંધારણની કલમ 13 બી ની કલમ માં છૂટાછેડા મંજૂર કરવા માટે ભલે કોઈ મહત્ત્વનું કારણ ન હોય પણ પતિ-પત્ની વચ્ચે સાથે રહેવું શક્ય ન હોય તો છુટાછેડા પહેલા રાખવામાં આવતા કુલિંગ સીરીયલ ની પર કોઈ જરૂર રહેતી નથી ટ્રાયલ કોર્ટ માંથી આવેલા કેસમાં જોવા જોઈએ તો ફેબ્રુઆરી 2017 માં લગ્ન કરેલ દંપતી માત્ર બે દિવસ જ સાથે રહ્યા હતા અને અનુકૂળતા ન હોવાથી છૂટાછેડાની અરજી કરી હતી સામાન્ય રીતે છુટાછેડા પહેલા કુલી નગ પિરિયડમાં પક્ષકારોને પરસ્પરની સમજૂતીથી અને સમાધાન માટે વિચારવાનો સમય મળી રહે છે ત્યારબાદ છૂટ અંગેનો નિર્ણય કરવામાં આવે.છતીસગઢ હાઇકોર્ટમાં ચાલેલા આ કેસમાં અદાલતે એવું તારણ કાઢ્યું હતું કે છૂટાછેડા માંગનાર પતિ પત્નીના લગ્ન ગાળા નો સમય માત્ર બે દિવસ જ રહ્યો છે પરંતુ બંને એકબીજા સાથે સુખ સંતોષ અને ખુશ રહી ન શકવાના મુદ્દે છૂટાછેડા ની અરજી કરી હતી કોર્ટે આ કેસના ચુકાદામાં એવું તારણ કાઢ્યું હતું કે દરેક છૂટાછેડાના કેસમાં કુલિંગ પિયર જરૂરી નથી જો અરજદાર અદાલતમાં ન્યાયિક રીતે યોગ્ય પ્રક્રિયા સાથે છૂટાછેડા માટે અરજી કરી હોય તો દરેક કેસમાં કુલિંગ પીરીયડની જરૂરિયાત રહેતી નથી અને લગ્નજીવન જો સુખ અને ખુશી ન આપી શકે તેમ હોય તો છૂટાછેડા માટે કુલિંગ પીરીયડ ની જરૂર રહેતી નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here