શું મોદી ઈઝરાયલને હાથવગું કરવા જતા પેલેસ્ટાઈન ગુમાવી દેશે ?

modi | prime minister | government
modi | prime minister | government

મોદી ઈઝરાયલ જશે પણ પેલેસ્ટાઈન નહિં જાય: એક સાથે દોસ્તીનો હાથ લંબાવવા જતા બીજું નારાજ ન થાય તે જોવું નિહાયત જરૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી જુલાઈ માસમાં ઈઝરાયલની યાત્રાએ જવાના છે. જો કે, એ અલગ બાબત છે કે મોદી જાણી જોઈને પેલેસ્ટાઈન જવાના નથી. એવું પ્રથમવાર બની રહ્યું છે કે ભારતીય પ્રધાનમંત્રી ઈઝરાયેલની સત્તાવાર યાત્રાએ જઈ રહ્યા હોય એટલે આખી દુનિયાની નજર મોદીની ઈઝરાયલ યાત્રા પર જ રહેશે.

પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચેના વણસેલા સંબંધો જગજાહેર છે. આ સિવાય, ભારત અને પેલેસ્ટાઈનની દોસ્તી પણ જાણીતી છે. આગલા પ્રધાનમંત્રીઓ જવાહરલાલ નેહરૂ, ઈદિરા ગાંધી, રાજીવ ગાંધી વિગેરેએ પેલેસ્ટાઈન અને પેલેસ્ટાઈની સાથે ખૂબજ સારા સંબંધો જાળવ્યા હતા ખાસ કરીને ઈંદિરા ગાંધીના વખતથી ભારત અને પેલેસ્ટાઈનના સંબંધો વધુ મજબૂત થયા.

ઈંદીરાની પરંપરાને રાજીવ ગાંધીએ નિભાવી તેઓ યાસર અરાફતના સારા મિત્ર બની રહ્યા એવું જાણવા મળે છે. કે રાજીવ ગાંધીને ટેલીફોનીક વાતચીતમાં યાસર અરાફતે ચેતવણી પણ આપી હતી કે તમારા માથે જોખમ છે.

પરંતુ જયારથી મોદી આવ્યા છે. ત્યારથી સમીકરણો બદલાયા છે. કેમકે તેઓ ભલીભાંતી જાણે છે કે ઈઝરાયેલ ટેકનોલોજી કાલે સવારે ભારતને મુસ્લિમ કટ્ટરવાદીઓ સામે લડવામાં મદદ કરશે મોદી દીર્ધદ્રષ્ટા છે. એતો સહુ કોઈ જાણે છે.

હવે જાણકારો તો ત્યાં સુધી કહે છે કે મોદીએ અંદર ખાને પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે સંધી કરવાનો તખ્તો તૈયાર કરી લીધો છે બીજી તરફ એક સવાલ એવો પણ ઉભો થાય કે શું ઈઝરાયેલને હાથવગુ કરવામાં મોદી પેલેસ્ટાઈન ગુમાવી દેશે? કેમકે, મોદી ઈઝરાયેલ જશે પણ પેલેસ્ટાઈન જવાના નથી. ભારતને ઈઝરાયેલની સાથોસાથ પેલેસ્ટાઈનની દોસ્તીની પણ નિહાયત જરૂર છે.