Abtak Media Google News

જૂનાગઢમાં કોરોનાના દર્દીઓ માટે માનસિક સ્વસ્થ હેલ્પલાઈન શરૂ કરાઇ

કોવિડ 19 સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય અને સંક્રમણ વધવાની પરિસ્થિતિમાં સૌ કોઈ ઘરમાં રહે અને તમામ જીવનનો આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે ખુબ જ જરૂરી છે. સતત કોરોના વાયરસ ના નેગેટિવ વિચારો સમાચારો પારિવારિક પ્રશ્નો વગેરે થકી કોરોનાવાયરસ નો ડર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરી રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ચેતનભાઇ ત્રિવેદી દ્વારા કોરોનાવાયરસ ની જાગૃતતા તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે હેલ્પલાઇન વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી જે હાલ પણ કાર્યરત છે .

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કુલપતિ પ્રોફેસર ડો ચેતન ત્રિવેદી એ જણાવ્યું હતું કે સ્વસ્થ મન થકી સ્વસ્થ વ્યક્તિ સમાજ રાજ્ય દેશ અને વિશ્વનું નિર્માણ થઈ શકે છે. ઉપરાંત નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જૂનાગઢમાં માત્ર ને માત્ર કોરોના ના દર્દીઓ માટે માનસિક સમસ્યાઓના નિવારણ માટે આ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.